pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'ભૂલભુલૈયા' વાર્તા સ્પર્ધા - પરિણામ

28 જુન 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ 'ભૂલભુલૈયા' વાર્તા સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. સ્પર્ધાનો વિષય હતો - હોરર, સસ્પેન્સ અને થ્રીલર. 

 

સ્પર્ધાનું પરિણામ 1. વાચકોની પસંદને આધારે પ્રતિલિપિ ટીમ દ્વારા અને 2. નિર્ણયાકની પસંદ દ્વારા જાહેર કરવામાં આવે છે. 

 

1. વાચકોની પસંદને આધારે પરિણામ - 

 

આ પરિણામ વાર્તાના કુલ વાચકોની સંખ્યા, વાચકોએ વાર્તા વાંચવા માટે ગાળેલા એવરેજ સમય અને વાચકો દ્વારા અપાયેલા રેટિંગ્સને આધારે આપવામાં આવ્યું છે. આપ વાર્તાને મળેલ એવરેજ રેટિંગ, વાચક સંખ્યા અને રેટિંગ કાઉન્ટ લેખકના નામ બાદની પ્રથમ ત્રણ કોલમમાં જોઈ શકશો. ત્યારબાદ તેના આધારે આપવામાં આવેલા રેટિંગ કાઉન્ટ પોઈન્ટ, રીડર પોઈન્ટ અને એવરેજ રેટિંગ પોઈન્ટ તથા આ ત્રણેયને આધારે આપવામાં આવેલ ફાઈનલ માર્ક જોઈ શકશો. 

 

ટોપ 3 'યુનિક' વાર્તાઓ આ મુજબ છે. 

 

ક્રમાંક વાર્તાનું નામ લેખકનું નામ
એવરેજ રેટિંગ
રેટિંગ કાઉન્ટ રીડ કાઉન્ટ રીડર્સ પોઈન્ટ્સ રેટિંગ કાઉન્ટ પોઈન્ટ્સ એવરેજ રેટિંગ પોઈન્ટ્સ ફાઈનલ માર્ક
1 ધક… ધક... પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે 4.96 171 13448 1 0.385 0.992 0.844
2 વરરાજા કે આત્મા ? ? જીજ્ઞાશા પટેલ 4.57 94 2515 0.187 0.212 0.914 0.375
3 અતીત ના ઓછાયા ભીંગાર્ડીયા નયન 4.98 55 2533 0.188 0.124 0.996 0.374

 

દરેક લેખકોને અભિનંદન! વાચકોની પસંદને આધારે પ્રથમ ત્રણ વાર્તાઓને પુરસ્કાર અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

 

2. નિર્ણાયકની પસંદને આધારે પરિણામ - 


સ્પર્ધાના નિર્ણયાક હતા યુવાનોમાં ઘણા લોકપ્રિય એવા જાણીતા લેખક અભિષેક અગ્રાવત

તેમણે અહીં દર્શાવેલા અલગ અલગ પાસાઓને આધારે આપેલું પરિણામ આ મુજબ છે. 

 

ટોપ - 20 વાર્તાઓ - 

 

ક્રમ વાર્તાનું નામ લેખકનું નામ વાંચનમાં રસભંગ ન થાય એમ ભાષા અને
વ્યાકરણ
કોન્સેપ્ટ રહસ્ય/
ભૂતપ્રેત વગેરે
કુલ
1 ચારૂ : અન ઇન્ટરેક્ટિવ સ્ટોરી ભાવિન બોરખતરીયા 10 10 10 30
2 રાજબાઈમાંની વંડી રચના 9 10 10 29
3 વહેમ વિશાલ ભાદાણી 9 10 9 28
4 મિસિંગ ફ્યુચર ધર્મેશ ગાંધી 8 10 9 27
5 ઢીંગલો પ્રશાંત સુભાષશ્ચંદ્ર સાળુંકે  9 9 9 27
5 જેવી તમારી પસંદગી જિગ્નેશ વાઘેલા 8 10 9 27
6 અફસોસ પુરી ચૌહાણ 8 9 9 26
7 હુતો હુતી -દંગલ ઉજાસ વસાવડા 8 9 8 25
8 જાગરણ નંદિની 8 8 9 25
9 અનહદ.. વૃંદા 8 9 8 25
9 અનાથ આશ્રમ વત્સલ દવે 8 9 8 25
10 સૌભાગ્યવતી સુનીલ અંજારીઆ 8 9 8 25
11 અનહોની પ્રવીણ પીઠડીયા 7 8 9 24
12 વાસની વાસના અજય કાંકરેચા 8 8 8 24
13 પર્સન્ટેજ શેષા રાણા  8 8 8 24
14 પુકાર - એક ડર હર્ષ શાહ 8 8 8 24
15 મંતશાની મચ્છી મનીષ સુતરીયા 8 8 8 24
16 એક અંધારી રાતે મયુર પટેલ 8 8 8 24
16 ધક… ધક. પ્રશાંત સુભાષશ્ચંદ્ર સાળુંકે  8 8 8 24
17 પિંગળગઢની પ્રેતાંગિની. કિશોર વ્યાસ 8 8 8 24
18 કાલિન્દિ ટ્વીંકલ 'અમોર' 8 8 7 23
19 ગોફણ નો ઘા રાકેશ ઠાકર 8 9 6 23
20 મોટિવ જિગ્નેશ ગજ્જર 7 7 8 22

 

દરેક લેખકોને અભિનંદન! પ્રથમ ત્રણ વાર્તાઓને પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે પ્રસ્તુત ટોપ 20 વાર્તાઓને પ્રતિલિપિ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

સ્પર્ધાના નિર્ણાયક અભિષેક અગ્રાવતની પરિણામ અંગે ટિપ્પણી આ મુજબ છે - 'રહસ્ય અને થ્રીલરમાં જે નિશ્ચિત કોન્સેપ્ટ ફિલ્મો કે સાહિત્યના માધ્યમે આપણા માનસ પર છવાયેલો છે એ સિવાય કશુંક નવું,મૌલિક અને પોતાની સૂઝથી ગોઠવેલું મળ્યું એને પરિણામમાં સામેલ કરવામાં આવ્યું છે. અન્ય વાર્તાઓ પણ દિલધડક હતી. પરંતુ એમાં નાવીન્ય ન જણાયું. લંબાઈ હોય પણ ઊંડાણ ન હોય. ક્યાંય સિરિયલ કે ફિલ્મ જોયેલું લાગે. લેખકની મૌલિકતા ગેરહાજર હોય. વધુ મહેનત અને સજ્જતા સાથે સુધારો જરૂર થઈ શકે.'

 

તો આ સાથે જ છેલ્લે,  ભાગ લેનારા દરેક લેખકોને અભિનંદન!

 

લખતા રહેશો :) 

 

નોંધ - સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.