pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિપાવલી સંસ્મરણ સ્પર્ધા : પરિણામ

22 જાન્યુઆરી 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ જાહેર કરતા આનંદ થાય છે કે ‘દિપાવલી સંસ્મરણ સ્પર્ધા'નું પરિણામ આવી ચૂક્યું છે. અમારી એડીટીંગ ટીમે આપની બધી જ રચનાઓ મુલવી ગુણવત્તા, દિવાળી સાથે જોડાયેલ યુનિક વિષયવસ્તુ અને ભાષા શુદ્ધતા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આ પરિણામ જાહેર કર્યું છે. 

 

એમાં કોઈ શક નથી કે આ સ્પર્ધાને લેખકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો. માત્ર રચનાઓની સંખ્યા જ નહિ પરંતુ રચનાઓની ગુણવત્તા પણ એક ઉમદા સ્તરે આ સ્પર્ધામાં સબમિટ થયેલ રચનાઓમાં જોવા મળી. વાર્તાઓ હોય, લેખ હોય કે કવિતાઓ હોય, દરેક પ્રકારમાં અઢળક સારી રચનાઓ મળી. અને એટલે જ એક હદ પછી કઈ રચનાને પુરસ્કૃત કરવી એનો નિર્ણય લેવો પણ અઘરો બન્યો, જે ખરેખર પ્રતિલિપિના લેખકો માટે સારી બાબત છે. 

 

એટલે જ અમે આ પરિણામની સાથે 'દિપાવલી સંસ્મરણ સ્પર્ધા'માં સબમિટ થયેલી રચનાઓનું અલાયદું મેગેઝીન પ્રકાશિત કરી રહ્યા છીએ. એટલે જો આપની રચનાને અહીં પુરસ્કાર ન મળે છતાં પણ નિરાશ થવાની જરૂર નથી. સ્પર્ધામાં સબમિટ થયેલી શ્રેષ્ઠ 70+ રચનાઓનું અલાયદું મેગેઝીન પ્રતિલિપિ દ્વારા જલ્દી જ પ્રકાશિત થશે. જેની લીંક અહીં પણ મુકીશું અને આપને એ અંગેનો ઈમેઈલ પણ મળશે. 

 

આ સાથે જ સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર કરીએ છીએ. 

 

 

કવિતા: 

 

પ્રથમ વિજેતા: 1000/- 

સ્પર્શ ની ભાષા 

Dr. Arti Rupani

 

 

દ્વિતીય વિજેતા : 500/-

દિવાળી નું કારણ

કૃણાલ જાદવ

 

 

 

લેખ :

 

પ્રથમ વિજેતા: 1000/

હાસ્ય લેખ (-દિવાળીની સાફસફાઈ)

Rena Mistry

 

 

 

દ્વિતીય વિજેતા : 500/-

‘બાળપણની એ દિવાળી’

Prerana Buch

 

 

 

વાર્તા: 

 

પ્રથમ વિજેતા: 1000/

ચિરપરિચિત

નમ્રતા કંસારા

 

 

 

દ્વિતીય વિજેતા : 500/-

એક અનોખી દિવાળી

Dr. Arti Rupani

 

 

 

'કવિતા'માં દ્વિતીય સ્થાને વિજેતા કવિતા 'દિવાળીનું કારણ' માં શરૂઆતથી અંત સુધી પૂરી દિવાળીનો ઘટનાક્રમ સરસ અને સતત ફ્લો સાથે રજુ કરાયો છે. જયારે પ્રથમ સ્થાને વિજેતા કવિતા 'સ્પર્શની ભાષા'માં જાણીતી વાત અલગ જ દ્રષ્ટિકોણ સાથે રજુ થઇ છે. 

 

'લેખ'માં દ્વિતીય સ્થાને વિજેતા લેખ 'બાળપણની એ દિવાળી' એક પ્રોપર દિપાવલી લેખ કહી શકાય. જયારે પ્રથમ સ્થાને વિજેતા હાસ્યલેખ 'દિવાળીની સાફસફાઈ'માં દિવાળીની સાફસફાઈની ઘટના અને એ સંપૂર્ણ માહોલને ક્લીશે ફોર્મેટમાં ફસાયા વગર એકદમ અલગ અને રમુજી દ્રષ્ટિકોણ સાથે આલેખ્યો છે. 

 

'વાર્તા'માં હરીફાઈ કટોકટીની રહી. ઘણી બધી સારી વાર્તાઓ સ્પર્ધામાં સામેલ થઇ. દ્વિતીય સ્થાને વિજેતા વાર્તા 'એક અનોખી દિવાળી'માં દિવાળીએ દાન આપવાની બીજી પણ અમુક વાર્તામાં નિરુપાઈ હોય એવી કોમન ઘટનાને ઊંડી સમજણ અને સાચા દ્રષ્ટિકોણ સાથે મુલવવામાં આવી છે. જયારે પ્રથમ સ્થાને વિજેતા વાર્તા 'ચિરપરિચિત' તેની ભાષા સજ્જતા અને માવજતભર્યા શબ્દોના ઉપયોગને કારણે મેદાન મારી જાય છે. 

 

સ્પર્ધા માટે મોકલાયેલ મોટાભાગની રચનાઓ અભિવ્યક્તિની નિખાલસતાની દ્રષ્ટીએ ઘણી ઉમદા કહી શકાય. જાણે દરેક લેખકે પોતાનું હૃદય રચનામાં ઠાલવી દીધું હતું. એ રીતે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રતિલિપિ શુભેચ્છા પાઠવે છે. 

 

તથા અંતે, આ સાથે જ સમગ્ર પ્રતિલિપિ ટીમ તરફથી વિજેતાઓને અભિનંદન! 

 

------------------------------------------------
 
વિજેતા નીવડેલા સ્પર્ધકોના એકાઉન્ટમાં તેમણે જીતેલી રાશિ જલ્દીથી જમા કરવામાં આવશે.
 
પ્રતિલિપિ તરફથી બીજી સ્પર્ધાઓ પણ યોજાતી રહે છે. આપ તેમાં પણ ભાગ લેશો તેવી આશા અને ઉત્સાહ છે.
 
 આપના સૂચનો આવકાર્ય છે.