pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

‘ક્રમશ:’ લઘુનવલ સ્પર્ધા : પરિણામ

19 നവംബര്‍ 2018

નમસ્કાર મિત્રો 

જે ક્ષણની તમને બધાને રાહ હતી એ આવી ચૂકી છે. જી હા, ‘ક્રમશ:’ લઘુનવલ સ્પર્ધા' પરિણામ આવી ચૂક્યું છે. 

આ સ્પર્ધામાં પ્રતિલિપિ તરફથી અનુભવી નિર્ણાયકે આપની દરેક રચનાને વાંચીને તેમના સ્વ-અનુભવને આધારે અલગ તારવીને શ્રેષ્ઠ લઘુનવલ જાહેર કરી છે. 

સ્પર્ધાના નિર્ણાયક હતા યુવાનોમાં લોકપ્રિય એવા જાણીતા લેખક  – અભિષેક અગ્રાવત

 

 

નિર્ણાયકનું પરિણામ :- 

 

 

પ્રથમ વિજેતા : ૨૦૦૦/-

લંકાદહન

ભરત ચકલાસિયા 

 

 

 

દ્વિતીય વિજેતા : ૧૫૦૦/-

પીડ પરાઈ જાણે 

શીતલ દેસાઈ 

 

  

તૃતીય વિજેતા : ૧૦૦૦/-

નવું આકાશ 

કામિની મહેતા  

 

 

 

નિર્ણાયક તરફથી આપ સૌ માટે નોંધ:

 

પ્રતિલિપિ દ્વારા આયોજિત લઘુનવલ સ્પર્ધામાં વિજેતા થયેલી રચનાઓ સ્પર્ધાના નિયત થયેલા નિયમો અને નીચે આપેલા જરૂરી મુદ્દાઓને ધ્યાને લઈને વિજેતા ઘોષિત થઈ છે.
 
૧. ભાષાનો ઉપયોગ વૈવિધ્યસભર અને ભરપૂર. 
 
૨. કલ્પનના સ્પર્શ સાથે વાસ્તવિકતા પર પ્રકાશ
 
૩. આત્મકથન ટાળીને વાર્તાકારનું નિજત્વ 
 
૪. પાત્રોના ભાવ સાથે વાચકનું જોડાણ
 
૫. વાર્તાના કેન્દ્રબિંદુની આસપાસ ઘટનાઓનો વિસ્તાર
 
'નવું આકાશ' મમ્મી વિશેની વાર્તા છે. એક સ્ત્રીના મનોજગતના સ્વજનોલક્ષી વમળો લાવા જેવા હોય છે પણ સ્ત્રી તેની ઋજુતા બરકરાર રાખીને આખી જિંદગી ખેંચી કાઢે છે. નવું આકાશની નાયિકા બીજી કોઈ નથી,ક્યાંક આપણી સૌની મમ્મી જ છે. આ ઘરમાં ઘુસી જતી વાર્તા છે. જ્યારે 'પીડ પરાઈ જાણે' આ પેઢીના ઉતાવળિયા જજમેન્ટલ માનસ પટલનો ચિતાર આપે છે. પ્રિયજનની એક હરકતથી તેના પુરા ચારિત્ર્ય અને સ્વભાવનો નિર્ણય લેવામાં મોટાભાગે વાત વણસે છે. વ્યક્તિના રીએક્શનની પાછળ બીજીકોઈ બાબત પણ હોય શકે. આ મુદ્દાને 'પીડ પરાઈ જાણે' માં સરસ વેગ સાથે રજૂ કરાયો છે. પ્રથમ ક્રમે આવેલી 'લંકાદહન' સાંપ્રત સમયનું તાદૃશ ચિત્ર દર્શાવે છે. ઢોંગ ધતિંગના આ કાળમાં બહુરૂપિયા બાબાઓએ જે બજાર ખડી કરી છે તેના શયનખંડમાં જઈને આ વાર્તા ઉભી છે. શબ્દોનો સાર્થક ઉપયોગ અને એકપણ આડવાત વિનાનો વાર્તાનો પ્રવાહ પ્રકરણોમાં સાતત્ય રાખે છે. 
 
અન્ય વાર્તાઓ એના એ જ જુના વિષયો અથવા તો ખૂબ લંબાણ અથવા તો આત્મનિવેદનોની આડમાં કશુંક અસરકારક કહેવાનું ચુકી ગઈ છે.
 
અંતે, સ્પર્ધાના નિર્ણાયક બની રચનાઓ વાંચવાની અને તારવવાની મને મજા આવી. 
 
આભાર. 
 
અભિષેક અગ્રાવત 
 
સૌ વિજેતાઓને અભિનંદન.
 
------------------------------------------------
 
 
અભિષેક અગ્રાવત યુવાનોમાં અતિલોકપ્રિય નીવડેલા એવા બે પુસ્તક 'મહોબ્બત- અહેસાસોની આતિશબાજી' અને 'સ્પર્શ - જીવાઈ રહેલી જિંદગીનો' ના લેખક છે. હાલ તેઓ ગાંધીનગર સચિવાલયમાં કાર્યરત છે. સૌન્દર્ય દ્રષ્ટિ રાખી તેઓ મોજીલા જીવે પોતાની ઘણી રચનાઓ ફેસબુક પર પણ શેર કરતા રહે છે. મસ્ત મને વ્યસ્ત રહેતા તેઓએ પ્રતિલિપિની સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ભજવવા પોતાનો સમય ફાળવ્યો એ બદલ પ્રતિલિપિ તેમનો આભાર માને છે. 
 
------------------------------------------------
 
વિજેતા નીવડેલા સ્પર્ધકોના એકાઉન્ટમાં તેમણે જીતેલી રાશિ જલ્દીથી જમા કરવામાં આવશે.
 
પ્રતિલિપિ તરફથી બીજી સ્પર્ધાઓ પણ યોજાતી રહે છે. આપ તેમાં પણ ભાગ લેશો તેવી આશા અને ઉત્સાહ છે.
 
 આપના સૂચનો આવકાર્ય છે.