pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

નવમી ચમકારો સ્પર્ધા - પરિણામ

30 મે 2019

નમસ્કાર મિત્રો, 

 

નવ અઠવાડિયા સુધી ચાલેલી આ સફર ઘણી સુંદર રહી. નવીન દિશામાં સાહિત્યસર્જન થવા પામ્યું અને ઘણી નવી શક્યતાઓ વાર્તાઓની દિશામાં પણ અને વ્યક્તિગત સ્તરે લેખકને પણ પોતાના લખાણોમાં જાણવા, માણવા મળી હશે. આંતરિક અને બાહ્ય એવો આ 'ચમકારો' જ આ સ્પર્ધાનો મૂળ ઉદ્દેશ્ય હતો. અગાઉ જણાવ્યા મુજબ આ સાથે જ ચમકારો સ્પર્ધા સમાપ્ત થાય છે. પણ જલ્દી જ બીજી સીઝન જરૂરથી લાવીશું. આ પુરા અનુભવથી શીખ લઈને અને જે મૂળભૂત તત્વ છે એને જાળવી રાખીને!

 

છેલ્લા અઠવાડિયાનો મૂળ વિષય તરુણાવસ્થા અને એની સમસ્યાની આસપાસ હતો. આ બાબતે ચર્ચા જેટલી થવી જોઈએ એટલી થતી નથી કે તરુણોની માનસિકતા સમજવા માટે પૂરતા પ્રયત્નો થતા નથી એ દરેક ફેક્ટ ને બદલવા માટે તત્પર હોય એમ લેખકોએ એકથી એક ઉત્તમ વાર્તાઓ સ્પર્ધામાં પ્રકાશિત કરી. દરેક લેખકનો ખુબ ખુબ આભાર!

 

 આટલી પૂર્વભૂમિકા સાથે અહીં સ્પર્ધાનું પરિણામ જાહેર થાય છે.

 

સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) યુવાનો/તરુણોની માનસિક અવસ્થાનું શક્ય તેટલું સત્યની નજીક નિરૂપણ કરી શકે તેવું લખાણ 

3) નવીન અને અલગ કલ્પના 

4) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. ટેકરીને શિખર...દ્વિજેશ ભટ્ટ

2. બેવડાં સપનાયામિની પટેલ

3. ડિપ્રેશનજીગર સાગર

4. રૂમમેટAshish Vedani

4. શક્તિદાયી વિચારDr. Arti Rupani

5. ક્ષિતિજChandubhai Prajapati

5. યુવાન સપનાંની પાંખોકાજલ ચૌહાણ

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે. (પ્રસ્તુત દરેક વાર્તા અલગ અલગ પાસાઓમાં ઘણી સારી હોવાથી ક્રમાંક આપવામાં આવ્યા નથી. તે દરેકને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.)

 

આનંદRachana

પપ્પાને નહીં ગમેભક્તિ શાહ

સિક્સ સિકન્દરBhartiben Dave

દરવાજોનમ્રતા કંસારા

ચાલ ભણી લઈએભરત ચકલાસિયા

સપનાંનો ગાઈડ મનીષ સુતરીયા

ધુનીપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

તરુણ અવસ્થાના મારા સ્વપ્નહિરલ પુરોહિત

સુનેહરા સપનાઓDharnee Variya

આપણું ભવિષ્યમુકુંદ પાલ

ફુગ્ગો ખુશીનોહરગોવન પ્રજાપતિ

ધો. 11 સાયન્સસુનીલ અંજારીયા

જીગરીaateka

ભાઈ ની શોધ..ગઢવી રમેશદાન મોજુદાન

શૂન્યથી સોદિનેશ પ્રજાપતિ

ધ્યેયShivangi Modi

રિઝલ્ટ કી ઐસી કી તૈસી ! - Solanki Dharmendra.C

 

દરેક લેખકને અભિનંદન!!

 

આ ઉપરાંત વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

 

નવી રાહ:આસ્થા-અ પ્યોર મ્યુઝીકલ સોલરાકેશ ઠાકર

 
 
 
 
 
 
 

આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન!

 

સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં 20 દિવસની અંદર ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.