pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રથમ ચમકારો સ્પર્ધા - પરિણામ

28 માર્ચ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ પ્રથમ ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

સ્પર્ધાને ટૂંકા ગાળામાં આપેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ આપ સૌનો આભાર અને અભિનંદન. સ્પર્ધામાં એકથી એક ચડિયાતી એવી ઘણી વાર્તાઓ આવી. દરેક લેખક અને તેમની રચનાનું અમારા દ્વારા વિશ્લેષણ કરાયા બાદ પરિણામ જાહેર કરી રહ્યા છીએ. માટે જો કોઈ લેખક અહીં વિજેતા તરીકે પોતાનું નામ ન જુએ પણ પોતાની રચના અને લખાણ અંગે ફીડબેક મેળવવા માંગે તો અમને વોટ્સેપ નંબર 8160724375 પર મેસેજ દ્વારા જણાવી શકે છે, અમે તેમની ચોક્કસ મદદ કરીશું. 

 

સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) રહસ્યમય વળાંકો અને સંજોગોનું જકડી રાખે તેવું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અનોખી કલ્પના 

5) વાર્તાનો અભિગમ 

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

 

1. ડાર્ક સિક્રેટઅમિષા શાહ

 

2. કહાની એક લાશનીપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

 

3. મરણીયો બાપ! - દિવ્યાંગ વેગડા

 

4. કૃષ્ણાકુંજ - Bhavin Borkhatariya

 

5. મદદગાર - ચમકારો -  Ketan Dattani

 

દરેક લેખકને અભિનંદન! 

 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની પાંચ વાર્તાઓ આ મુજબ છે. 

 

6. વેર - દિવ્યાબા જાડેજા વાઘેલા

 

7. ગઢઝરીયો - જય પરીખ

 

8. તલાશ - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

 

9. અસત્યાભાસAbhijeetsinh Gohil

 

10.  વળગાડ - Badal Panchal

 

 

જોકે, પહેલા જણાવ્યું એમ આ સ્પર્ધામાં એકથી એક ચડિયાતી એવી ઘણી બધી વાર્તાઓ આવી છે. વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન! 
 
સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર બે દિવસની અંદર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.