pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દ્વિતીય ચમકારો સ્પર્ધા - પરિણામ

04 ഏപ്രില്‍ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ દ્વિતીય ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

સ્પર્ધાને આપેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ આપ સૌનો આભાર અને અભિનંદન. 

 

સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) રહસ્યમય વળાંકો અને સંજોગોનું જકડી રાખે તેવું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અનોખી કલ્પના 

5) વાર્તાનો અભિગમ 

 

નોંધ - વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને. 

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

 

1. અધૂરી નોટબુક - Ketan Dattani

2. એક અધૂરી પ્રેમકહાની - રૂસ્તમ રાઠોડ

 
4. અગમવાણી - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
 
5. મારી આવતીકાલ - દિવ્યાબા જાડેજા વાઘેલા
 
 

દરેક લેખકને અભિનંદન! 

 

 આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની પાંચ વાર્તાઓ આ મુજબ છે. 

 

6. અજવાળું રોમેરોમ - હરગોવન પ્રજાપતિ


7. આજની આગાહી - સુનીલ અંજારીયા


8. તારી આંખોનો દરિયો મારી આંખોમાં - વૈશાલી રાડિયા ભાતેલીયા


9. ફાટેલી સાડી - Sweety Patel


10.Unexpected : અણધાર્યો ચમકારો - કૃણાલ જાદવ


10.. તાજી ભવિષ્યવાણી - ભરત ચકલાસિયા (દસમાં ક્રમે બે વાર્તાઓ આવી છે. )

 

વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

છુ લો આસમાન - શૈલેષ પંચાલ

કાલ : એક માયાજાળ - અંજલિ બીડીવાલા

પાનાં નં. ૪૨ - CA Dhaval Khamar

અગોચર વિશ્વ - ઉજાસ વસાવડા

સંયોગની કરામત - સંદીપ કાનાણી

આપ સે મિલકર અચ્છા લગા... - નમ્રતા કંસારા
 
 
 
આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન! 
 
સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે. 
 
 
નોંધ - પ્રથમ અને દ્વિતીય એમ બંને સ્પર્ધાનું મુલ્યાંકન એ રીતે કરાયું છે કે આપેલા પાંચ પાસાઓમાંથી ક્યાં આપની વાર્તા ગુણ મેળવી ગઈ કે પાછળ રહી ગઈ એ પ્રકારનું માર્ગદર્શન આપી શકાય. પણ ફીડબેક માટેની ઘણી બધી માંગણીને કારણે દરેક વ્યક્તિને ફીડબેક આપવો શક્ય બન્યો નથી. આ બાબતે જલ્દી જ કોઈ સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું.