pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તૃતીય ચમકારો સ્પર્ધા - પરિણામ

12 એપ્રિલ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ તૃતીય ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 ગુજરાતી સાહિત્યમાં સાયન્સ ફિક્શન વાર્તાઓ ઓછી લખાય છે એવી વાતોને ભૂતકાળ બનાવવા તરફનું પગલું ભરવામાં અભૂતપૂર્વ યોગદાન આપવામાં મદદ કરનારા સર્વે લેખકોને અભિનંદન. આ સ્પર્ધામાં ગુણવત્તાસભર વાર્તાઓનો જાણે ઢગલો થયો અને એકથી એક ચડિયાતી સાયન્સ ફિક્શન વાર્તાઓ આવી. આમ થતા પરિણામ આપવાનું કામ પણ અમારા માટે કપરું બન્યું! આ વખતે માટે જ અમે વધુ વાર્તાઓને વિજેતા જાહેર કરવાનું નક્કી કર્યું છે. 

 

સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) વિજ્ઞાન સાથે શક્ય તેટલા નજીક રહીને ઘડાયેલી વાર્તા અને રસાળ રીતે થયેલું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અનોખી કલ્પના 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

(નોંધ - વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને.)

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1.  મિશન વેગા - જીગર સાગર

1.  કમિંગ હોમ ડિયરBhavin Borkhatariya 

2.  શુક્રેન : એક સિક્રેટ પ્લાનેટકૃણાલ જાદવ

2.  પાંચમાં ગ્રહની શોધમાં... - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

3. અજાણ્યા ગ્રહના એલિયન્સકાજલ ચૌહાણ

3. સિલ્વરબર્ગદિવ્યાબા જાડેજા વાઘેલા

4.  વોયેજર-૧ની વાપસી !!!umang chavda

4. વી વીલ બી બેક...અમિષા શાહ

5. "શું એલીયન્સ છે?"ઉજાસ વસાવડા

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે. 

 

6. અલિપ્તપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

7. તક્તીટ્વીન્કલ

8. આ તે કેવા જીવ - bakul

8. અજાણ્યો છતા ઓળખીતો - mansi Parekh

9. પરગ્રહવાસીAkshay Bavda

10.  બ્રહ્માંડ એક ગામડું..!! Devji Sankhat

 

વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

આગિયાનું અજવાળું - Nirav Vyas  (આ વાર્તા ઘણો આગળનો ક્રમ મેળવી શકે તેવી છે. જોકે હજી અધુરી હોવાથી ઉપરના ક્રમાંકમાં સમાવી શક્યા નહિ.)

પરગ્રહવાસી અને કરસનભાઇ...દિવ્યાંગ વેગડા

પારસમણિKetan Dattani

Journey Of Planetvibha kikani

પ્રેમનું સામ્રાજ્યKinj

_______________________

જૂની ભૂલનું પરિણામRutvik Kuhad

સમયચક્રધવલ ભટ્ટ

સ્પીડોસ સાથે સંપર્કવેગરાણી

એલિયન્સ : એક રહસ્યShahina Multani

પૃથ્વીની પેલે પારBhartiben Dave

 
 
 
 
 
 
 
 
 
 
 
આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન! આપ સૌએ આટલી માત્રામાં સરસ સાયન્સ ફિક્શન વાર્તાઓ રચીને ગુજરાતીમ સાહિત્યમાં ઈતિહાસ સર્જ્યો છે. ફરીથી સૌને અભિનંદન! 
 
સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે. 
 
 
નોંધ - ઘણી જગ્યાએ એક સ્થાન પર બે વિજેતા જાહેર થયા હોઈ નિયત વિજેતા રકમ એ બંને વિજેતાઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાનો નિર્ણય લેવાયો છે. આ બાબતે હજી ફેરવિચારણાને અવકાશ છે.