શું મારી એકાઉન્ટની માહિતી પ્રતિલિપિમાં સલામત છે?

શું આપને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપના એકાઉન્ટના કયા ભાગ લોકોને દેખાઈ રહ્યા છે અને ક્યાં ભાગ ફક્ત આપને દેખાય છે? આપના એકાઉન્ટ કયા ભાગ પ્રાઇવેટ (અંગત) છે અને ક્યાં પબ્લિક (સાર્વજનિક) તે જાણવા નીચેના વિભાગ જુઓ.

 

- પ્રોફાઈલ

આપની પ્રોફાઈલ આપના વિશેની ઘણીબધી માહિતી દર્શાવે છે.

આપનો પ્રોફાઈલ ફોટો, નામ, ઉપનામ એ સાર્વજનિક હોય છે.

આ ઉપરાંત આપના એકાઉન્ટ સેટિંગમાં આપની પાસે આપની જન્મતારીખ ઉમેરવાનો વિકલ્પ હોય છે. જે પહેલેથી જ પ્રાઇવેટ છે.

 

- લાઇબ્રેરી

આપની લાઈબ્રેરીની રચનાઓ પ્રાઇવેટ છે. જો કે આપની લાઈબ્રેરીની વાર્તાઓ આપના હોમપેજ પર સૂચન તરીકે દેખાઈ શકે છે. જો કે આપ એ વાર્તાઓને દુર કે પછી ડીલીટ નહિ કરી શકો.

 

- કલેક્શન

આપના કલેક્શન પબ્લિક છે. તે પ્રાઇવેટ નહિ થઈ શકે. આપના કલેક્શન આપની પ્રોફાઈલ પર દેખાશે અને તે આપને સૂચનો તરીકે પણ જોવા મળી શકે છે.

 

- વાર્તાઓ

આપની વાર્તાઓ પહેલેથી જ પબ્લિક રહેશે. આપ તેને પ્રાઇવેટ નહીં રાખી શકો.

 

- સર્ચ 

આપના દ્વારા કરવામાં આવેલું સર્ચ પ્રાઇવેટ રહેશે. આપ આ સર્ચના પરિણામો ડીલીટ કરી શકો છો. પરંતુ આ પરિણામો આપ એકસાથે નહીં પણ એક પછી એક ડીલીટ કરી શકશો. 

એન્ડ્રોઈડમાં : સર્ચના પરિણામો સામેના ‘X’ દબાવી આપ તેમને ડીલીટ કરી શકશો.

iOS માં : આપ સર્ચના પરિણામો ડીલીટ નહીં કરી શકો.

શું આ લેખથી આપને મદદ મળી?