હું મારા પ્રતિલિપિ એકાઉન્ટમાં ઈમેઇલ કેવી રીતે ઉમેરી/બદલી શકું?

જ્યારે પણ આપ ગુગલ એકાઉન્ટનો ઉપયોગ કરીને નવું પ્રતિલિપિ એકાઉન્ટ બનાવો છો, ત્યારે જીમેલ આઈડી પહેલેથી જ આપના પ્રતિલિપિ એકાઉન્ટમાં ઉમેરવામાં આવે છે.

પરંતુ એવા કિસ્સામાં જ્યાં આપ ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો છો, ત્યારે આપના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે કોઈ ઈમેલ આઈડી જોડાશે નહીં.

શ્રેષ્ઠ રીત તરીકે, અમે દરેક વપરાશકર્તાઓને આપના પ્રતિલિપિ એકાઉન્ટમાં અસ્તિત્વમાં છે તે ઇમેઇલ આઈડી ઉમેરવાની સલાહ આપીએ છીએ જેથી તે આપને આ બાબતોમાં મદદ થઇ શકે:

  • પ્રતિલિપિ તરફથી નિયમિત ન્યૂઝલેટર્સ/સૂચનાઓ મેળવી શકો.
  • પ્રતિલિપિને સંપર્ક કરી શકો.
  • નવી સ્પર્ધાઓ કે પછી પ્રતિલિપિમાં અન્ય શું થઇ રહ્યું છે એ વિશે જાણી શકો. 
  • સ્પર્ધામાં વિજેતા બનો તો વિજેતા રકમ/સર્ટીફીકેટ મેળવી શકો.
  • ખોવાયેલા એકાઉન્ટ્સ/રચનાઓ વગેરે પુનઃપ્રાપ્ત પ્રતિલિપિને સંપર્ક કરી શકો.

- ઈમેલ કેવી રીતે ઉમેરવું/બદલવું?

  1. આપની પ્રોફાઇલ પર જાઓ.
  2. આપની પ્રોફાઇલ પેજ પર ઉપરના ડાબા ખૂણેથી સેટિંગ્સ પર ક્લિક કરો.
  3. એકાઉન્ટ પસંદ કરો.
  4. ઇમેઇલ ઉમેરો પર ક્લિક કરીને નવું mail id ઉમેરો. (અહીં આપ ફક્ત એ જ mail id ઉમેરી શકશો જેના દ્વારા પ્રતિલિપિમાં પહેલેથી એકાઉન્ટ બનેલું હોય નહીં.)

 

એક વેરિફિકેશન લિંક આ નવા ઉમેરાયેલા ઈમેલ પર મોકલવામાં આવશે. એ વેરિફિકેશન લિંકમાં ક્લિક કરીને પ્રતિલિપિ એકાઉન્ટ ખોલો. આનાથી નવું મેઈલ આઈડી આપના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાઈ જશે. કેટલીકવાર, મેલ સર્વર વ્યસ્ત હોવાના કારણે અથવા ખરાબ નેટવર્ક વેરિફિકેશન લિંકને કારણે આપના સુધી પહોંચવામાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે

શું આ લેખથી આપને મદદ મળી?