વપરાશના નિયમો

Last updated on : 19th February, 2021 

Below is translation of our Terms of use. To refer origional text, please scroll down or click here

 

અમે આપનું પ્રતિલિપિમાં સ્વાગત કરીએ છીએ અને પ્રતિલિપિને એક અગ્રણી વાર્તા કહેનારો (સ્ટોરિ ટેલિંગમંચ બનાવવામાં આપના સમર્થન બદલ આપનો આભાર માનીએ છીએ.

પ્રતિલિપિના ઉપયોગને શક્ય હોય તેટલી યુઝર-ફ્રેન્ડલી બનાવવા અમે પ્રતિબદ્ધ છીએ, તેમ છતાં આ પ્લેટફોર્મને બીજાના અધિકારો પર તરાપ મારનારી, વાંધીજનક અથવા કોઈ પણ રીતે ગેરકાયદે હોય તેવી સામગ્રીથી મુક્ત રાખવા તેમજ અમારા યુઝર્સની કાનૂની માલિકી ધરાવતી સામગ્રીના કોઈ પણ અનધિકૃત ઉપયોગને રોકવામાં અમને મદદરૂપ થવા દરેક યુઝર પર અમો આધાર રાખીએ છીએ. અમે નીચે લખેલા નિયમો અને શરતોને સંપૂર્ણપણે વાંચી જવા ગંભીરપણે આપને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તમો એ સમજી શકો કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વેળાએ શું કરવું અને શું ન કરવું. કોઈ પણ પૃચ્છા હોય તો અમારો સંપર્ક કરતા ખચકાશો નહીં.

 

ઉપયોગની શરતો

 

ઉપયોગની આ શરતો નાસદીય ટેકનોલોજીસ પ્રા. લિ. (“કંપની”)ની વેબસાઈટ (www.pratilipi.com) (“વેબસાઈટ”) અને એન્ડ્રોઈડ (“એપ્લિકેશન”) પર ઉપલબ્ધ પ્રતિલિપિ એપ્લિકેશનના કોઈ વ્યક્તિ (“યુઝર”/“તમે”/“તમારા”) દ્વારા ઉપયોગનું સંચાલન કરે છે. કંપની દ્વારા યુઝરને વિવિધ ભાષાઓમાં તસવીરો અને ઓડિયો (“પ્રકાશિત કાર્ય”) સહિતના પુસ્તકો, કાવ્યો, લેખો વગેરે જેવા સાહિત્યિક કાર્યોને વાંચવા, સાંભળવા અને/અથવા અપલોડ કરવા તેમજ બીજા લોકોના આવા સાહિત્યિક કાર્યોની સમીક્ષા, તેના વિશેની ટિપ્પણીઓને અપલોડ કરવા અથવા કંપની અને/અથવા અન્ય યુઝર્સ સાથે વેબસાઈટ/એપ્લિકેશન (“સર્વિસીઝ”) પર ચેટ (“ઈનપુટ્સ”) દ્વારા સંદેશાવ્યવહાર (કોમ્યુનિકેટ) કરવા જેવી સુવિધા પુરી પડાય છે.

 

વેબસાઈટ/એપ્લિકેશનમાં બ્રાઉઝ કરીને અને સર્વિસીઝ પ્રાપ્ત કરીને, તમે ગોપનીયતા નીતિના વાંચનની સાથે આ નિયમો અને શરતોનું પાલન કરવા સંમત થાવ છો અને પ્રસ્તુતિ કરો છો કે તમે 18 વર્ષથી વધુ વયના છો અને/અથવા કંપની સાથે લેખિતમાં કરાર કરવાની અધિકૃતતા ધરાવો છો. જો તમે 18 વર્ષથી ઓછી વયના છો, તો તમારે તમારા માતા-પિતા અથવા કાનૂની વાલી પાસેથી સંમતિ મેળવવી ફરજિયાત છે જેઓ ઉપયોગની આ શરતોની તમારા દ્વારા સ્વીકૃતિ અને અનુસરણ માટે જવાબદાર રહેશે. જો તમે તમારા માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ ધરાવતા નથી તો તમારે આ વેબસાઈટ/એપ્લિકેશનના ઉપયોગ/તેના સુધીની પહોંચ મેળવવાનું બંધ કરવું પડશે.

 

આ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને તેના હેઠળના નિયમો અંતર્ગતનો એક ઈલેક્ટ્રોનિક રેકર્ડ છે. આ કારણે, યુઝર પર આ શરતોના પાલન માટે કોઈ હસ્તાક્ષર લેવાની જરૂર નથી. ગોપનીયતા નીતિની સાથે આ ઉપયોગની શરતોનું ગઠન ઈન્ફોર્મેશન ટેકનોલોજી (ઈન્ટરમીડિયેટરીઝ ગાઈડલાઈન્સ) એન્ડ રૂલ્સ, 2011ના નિયમ 3 (1) હેઠળ જરૂરી બને તે રીતે કરાયું છે.

 

યુઝરની ફરજો

 

આ સર્વિસીઝનો ઉપયોગ કરીને, યુઝર નીચે ઉલ્લેખિત ફરજોનું પાલન કરવા બંધાય છેઃ

 

  1. સચોટતાઃ વેબસાઈટ/એપ્લિકેશન પર નોંધણી કરાવતી વેળાએ સંપૂર્ણ અને સચોટ વિગતો પૂરી પાડવા અને આવી માહિતીમાં કોઈ પણ ફેરફાર થાય તો કંપનીનો સંપર્ક કરવા. તદુપરાંત, યુઝરે બીજા કોઈ વ્યક્તિ તરીકે ઓળખ ન આપવી.
  2. ગોપનીયતાઃ યુઝરના એકાઉન્ટની વિગતોની સંપૂર્ણ ગોપનીયતા જાળવવી અને યુઝરના એકાઉન્ટ દ્વારા સર્વિસીઝના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેવું.
  3. માલિકીપણાઃ એ સુનિશ્ચિત કરવું કે અપલોડ કરાયેલા પ્રકાશિત કાર્યના કોપીરાઈટ્સ યુઝરની સંપૂર્ણ માલિકીના છે અને તેનાથી કોઈ પણ ત્રાહિત પક્ષની પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઈટ અથવા અન્ય સંપદા અધિકારોનું ઉલ્લંઘન નથી થતું.
  4. કન્ટેન્ટની માર્ગદર્શિકાઓઃ પ્રકાશિત કાર્યો/ઈનપુટથી નીચેની ‘કન્ટેન્ટ માર્ગદર્શિકાઓ’નું ઉલ્લંઘન ન થાય તે સુનિશ્ચિત કરવું.
  5. પુનઃનિર્માણઃ વેબસાઈટ/એપ્લિકેશન પરથી બીજા કોઈ યુઝરના કોઈ પણ પ્રકાશિત કાર્યનું પુનઃનિર્માણ તેમજ મંજૂરી વિના બીજા કોઈ પ્લેટફોર્મ પર તેનું પ્રકાશન આર્થિક લાભ કે અન્ય કોઈપણ કારણોસર ન કરવું.
  6. લાઈસન્સઃ કંપનીને આપવું
    1. વેબસાઈટ/એપ્લિકેશન પર અપલોડ કરાયેલા પ્રકાશિત કાર્યોને સમર્પિત કરવા તેમના નામ/યુઝરનેમ જાહેરમાં દર્શાવવાનું લાઈસન્સ;
    2. એક વિશ્વવ્યાપી, રોયલ્ટી-મુક્ત, બિનએક્સક્લુઝિવ અધિકાર અને કંપની તરફથી લાઈસન્સ જેથી નકલયુક્ત કામને સ્વીકૃત, પ્રકાશિત, પુનઃનિર્માણ, રચી શકાય અને/અથવા પ્રકાશિત કાર્ય અને તેની નકલનું કોઈ પણ માધ્યમ પર અથવા કોઈ પણ વિતરણ પદ્ધતિ દ્વારા વિતરણ, ફેલાવો, તબદિલી કરી શકાય; અને
    3. યુઝરને આગોતરી જાણ કર્યા વિના કોઈ પણ સંભવિત સહકારના હેતુ માટે ત્રાહિત પક્ષને કોઈ પણ પ્રકાશિત કાર્ય દર્શાવી શકાય.
  7. ગેરકાયદે પ્રવૃત્તિઓઃ આ સર્વિસીઝનો કોઈ પણ ગેરકાયદેસર રીતે પ્રદર્શન માટે આગ્રહ અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ હાથ ધરવા અથવા ત્રાહિત પક્ષના અધિકારોનો ભંગ થવા તરફ દોરી જતી કોઈ પણ પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકાશે નહીં.
  8. વાઈરસઃ સોફ્ટવેર વાઈરસ, અથવા અન્ય કમ્પ્યૂટર કોડ, ફાઈલ્સ અથવા સર્વિસીઝને પૂરી પાડવા ઉપયોગમાં લેવાતા કોઈ પણ કમ્પ્યૂટર રિસોર્સની કામગીરીમાં ખલેલ, મર્યાદિત કરવા કે નષ્ટ કરવા તયાર કરાયેલા અન્ય કોઈ કમ્પ્યૂટર કોડ, ફાઈલ્સ અથવા પ્રોગ્રામ્સ ધરાવતી કોઈ પણ સામગ્રીને અપલોડ કરવી નહીં.
  9. જાહેરાતઃ વેબસાઈટ/એપ્લિકેશન પર કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીઝની જાહેરાત કે આગ્રહ કરવો નહીં.
  10. સુરક્ષાઃ એ) હાનિકારકતાની ચકાસણી, સ્કેન કે પરીક્ષણ કરવા નહીં બી) નેટવર્ક અથવા વેબસાઈટ/એપ્લિકેશન સંબંધે નેવિગેશન માળખાને ટાળવા અથવા અધિકૃતતા માપવા અથવા સુરક્ષાનો ભંગ કરવા અથવા વિક્ષેપ કરવો નહીં સી) વેબસાઈટ/એપ્લિકેશનના કોઈ પણ ભાગને "ક્રોલ" અથવા "સ્પાઈડર" કરવા કોઈ મેન્યુઅલ અથવા ઓટોમેટેડ સોફ્ટવેર, ડિવાઈસીઝ અથવા અન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરવો નહીં ડી) કોઈપણ છળ, શોષળ, ઓટોમેશન, સોફ્ટવેર, બોટ્સ હેક્સનો ઉપયોગ કે અનઓથોરાઈઝડ થર્ડ પાર્ટી સોફ્ટવેર કે સેવાઓ કે ફીચર સાથે છેડછાડ કે અંગત લાભ માટે ઉપયોગ ન કરવો. ઈ) કંપનીના માળખા પર ગેરવાજબી ભારણ આવે અથવા તેની યોગ્ય કામગીરીમાં નડતર ઊભું કરવું નહીં.
  11. અનુચિત વ્યવહાર: આવક કે સિક્કા મેળવવાં માટે, વેબસાઈટ/એપ્લિકેશનમાં ઉપલબ્ધ અન્ય યોજનાઓનો લાભ લેવા માટે અનુચિત વ્યવહાર કે વેબસાઈટ/એપ્લિકેશન પર ફ્રોડ ગતિવિધિઓ કરવો નહીં. 
  12. પહોંચઃ વેબસાઈટ/એપ્લિકેશન મંજૂર કરાયેલા હોય તે સિવાયના અન્ય કોઈ માધ્યમે પહોંચવું નહીં અથવા અન્ય પ્રકાશિત કાર્ય પ્રાપ્ત કરવું નહીં.
  13. યુઝર ડેટાઃ અન્ય યુઝરને લગતી કોઈ માહિતી ટ્રેસ કરવી નહીં અથવા આવી કોઈ માહિતીને એકત્રિત કે સ્ટોર કરવા સહિત તેનો દુરુપયોગ કરવો નહીં.
  14. ટ્રેડમાર્ક અને ડિઝાઈનઃ વેબસાઈટ/એપ્લિકેશનની કોઈ પણ ડિઝાઈન અથવા ટ્રેડમાર્ક ‘પ્રતિલિપિ નો કોઈ પણ અનધિકૃત વ્યક્તિ માટે ઉપયોગ, દુરુપયોગ કે ગેરવહીવટ કરવો નહીં કે જે કંપનીની માલિકીના હોય.

 

કંપનીના અધિકારો

 

યુઝર કંપનીના નીચે ઉલ્લેખિત અધિકારોનું અનુમોદન કરે છેઃ

 

  1. કન્ટેન્ટ હટાવવુઃ કંપનીને લાગે કે કોઈ પણ પ્રકાશિત કાર્ય/ઈનપુટ વાંધાજનક અથવા વિક્ષેપાત્મક છે તો તે પોતાની મુનસફીને આધિન રહીને અથવા કાયદા મુજબ તેને હટાવવાનો અધિકાર ધરાવે છે.
  2. સસ્પેન્શનઃ કંપની પોતાની મુનસફી મુજબ સર્વિસીઝના કોઈ પણ ભાગ અથવા સંપૂર્ણ સુધી કોઈ પણ યુઝરની પહોંચને નિયંત્રિત/અટકાવી દેવા/રદ કરવાના અધિકાર ધરાવે છે જેમાં યુઝર દ્વારા ઉપયોગની આ શરતોના ઉલ્લંઘનનો પણ સમાવેશ થાય છે.
  3. માર્ક્સ, ડિઝાઈન પર માલિકીપણુઃ કંપની દ્વારા વેબસાઈટ/એપ્લિકેશન પર રચાયેલા કે તયાર કરાયેલા બધા લોગો, ટ્રેડમાર્ક, બ્રાન્ડનેમ, સર્વિસ માર્ક્સ, ડોમેઈન નેમ્સ ઉપરાંત ડિઝાઈન અને ગ્રાફિક્સ તથા કંપનીની એક્સક્લુઝિવ માલિકીના વેબસાઈટ/એપ્લિકેશન પરના અન્ય નોખા તરી આવતા બ્રાન્ડ ફીચર્સ.
  4. અંગત ડેટાઃ કંપનીએ ગોપનીયતા નીતિ મુજબ પ્રસ્તુત કરાયેલા યુઝર્સના અંગત ડેટાને પણ પ્રોસેસ કરવાના રહેશે.
  5. કંપનીના કંટેટ: કોઈપણ કંટેટ જે કંપનીની ના હોય કે તેના લાઈસેંસર અને અસાઈંર્સના હોય. યુસર્સને 'ઉપયોગની શર્તો' મુજબ સર્વિસનો યોગ્ય ઉપયોગ કરવા સિવાય કોઈપણ અઘિકાર ટ્રાંસફર કરવામાં આવ્યા નથી.
  6. ચુકવણી: કંપની વેબસાઈટ/એપ્લિકેશન પર વર્ચુઅલ કરંસીથી સંબંધિત અને યુઝર તેનો ઉપયોગ કરી શકે તે માટે કોઈપણ ફિચર સાથે જો઼ડાયેલા નિયમ અને શરતો નક્કિ કરી શકે છે. તેવા નિયમોના વિષયમાં અહિં સુચના આપવામાં આવશે અથવા વેબસાઈટ/એપ્લિકેશન દ્વારા યુઝરને સુચિત કરવામાં આવશે.
  7. કાનૂની જાહેરઘોષણાઃ કંપની પ્રકાશિત કાર્યો/ઈનપુટ અંગેની અન્ય વિગતો અથવા કોઈ પણ યુઝરને લગતી વિગતો જાહેર કરી શકે છે અથવા કાયદા મુજબ કે પછી સાયબર સિક્યુરિટીના બનાવોની તપાસ માટે અધિકૃત એવી સરકારી એજન્સી દ્વારા અપાયેલા કાયદેસરના આદેશ મુજબ જરૂરી એવા કોઈ પણ અન્ય પગલાં લઈ શકે છે.
  8. સુરક્ષાનાં પગલાં વિસ્તારવાઃ કંપની યુઝર્સ અથવા ત્રાહિત પક્ષના કોપીરાઈટ્સના ભંગને રોકવા અનુકૂળ લાગે તે રીતે સમયાંતરે સુરક્ષા સ્તર વધારી શકે છે અથવાં ટેકનિકલ પગલાં લઈ શકે છે.

 

કન્ટેન્ટની માર્ગદર્શિકાઓ

 

પ્રકાશિત કાર્યો/ઈનપુટ જેને વેબસાઈટ/એપ્લિકેશન પર લોડ કરાયા હોય તે:

 

  1. વાંધાજનક કે ગેરકાયદે ન હોવા જોઈએઃ પ્રકાશિત કાર્ય/ઈનપુટ કે જે સાર્વત્રિક રીતે હાનિકારક, વિક્ષેપાત્મક, સતામણીયુક્ત, ઈશનિંદક, બદબોઈયુક્ત, અરૂચિકર, અશ્લીલ, બાળઅશ્લીલ, વિધ્વંસક, બીજાની અંગતતા પર તરાપ મારનારા, ઘૃણાસ્પદ, અથવા વંશીય, જાતિય રીતે વાંધાજનક, પીડાયુક્ત, નાણાંની હેરફેર કે જુગાર સંબંધિત કે તેને પ્રોત્સાહિત કરનારું, અથવા અન્ય કોઈ પણ રીતે ગેરકાયદે હોવું ન જોઈએ.
  2. રાષ્ટ્રહિત વિરોધી ન હોવું જોઈએઃ એવું કોઈ પ્રકાશિત કાર્ય/ઈનપુટ ન રાખવું કે જેનાથી ભારત, તેના મિત્ર રાષ્ટ્રોની એકતા, અખંડતા, સુરક્ષા, સંરક્ષણ અથવા સાર્વભૌમત્ત્વ અથવા જાહેર વ્યવસ્થા સામે ખતરો પેદા થાય અથવા કોઈ પણ નોંધનીય ગંભીર ગુનાના આચરણ તરફ દોરી જાય અથવા અન્ય રાષ્ટ્રનું અપમાનકર્તા હોય.
  3. સગીરોનું રક્ષણ- એવું કોઈ પ્રકાશિત કાર્ય/ઈનપુટ ન રાખવું કે જેનાથી કોઈ પણ રીતે સગીરોને હાનિ પહોંચે.
  4. ગેરમાર્ગે દોરનારુંવિરોધકર્તા ન હોયઃ એવું કોઈ પ્રકાશિત કાર્ય/ઈનપુટ ન રાખવું કે જેનાથી વાચક તે કન્ટેન્ટની ઉત્પત્તિ અંગે છેતરાય કે ગેરમાર્ગે દોરાય અથવા એવી કોઈ માહિતીનો સંદેશાવ્યવહાર કરે કે જે હળાહળ વિરોધકર્તા અથવા બદબોઈયુક્ત હોય.

 

સસ્પેન્શન/ટર્મિનેશન

 

  1. યુઝર દ્વારા ઉલ્લંઘનઃ વેબસાઈટ/એપ્લિકેશનના કોઈ પણ યુઝર આ ઉપયોગની શરતો અને/અથવા ગોપનીયતા નીતિનું બિન-અનુસરણ કરશે તો તેમના પહોંચ સુધીના અધિકારો કે ઉપયોગને આંશિક કે સંપૂર્ણપણે બંધ કરવા કે સ્થગિત કરવાના સંપૂર્ણ અધિકારો કંપની પાસે રહેલા છે.

 

મારા સિક્કા, આવક અને સબસ્ક્રિપ્શન 

  1. મારા સિક્કા: એક યુઝર પાસે વિકલ્પ હોય શકે કે તેઓ પોતાના અકાઉન્ટની વર્ચ્યુઅલ કરંસી, જે તેમણે ખરીદી હશે અથવા ‘મારા સિક્કા’ દ્વારા આપવામાં આવી શકે, તેના દ્વારા વેબસાઈટ/એપ્લિકેશનમાં થોડી વિશેષ સુવિધાઓનો ઉપયોગ કરી શકે. ઉપયોગ કરવા માટે મારા સિક્કાની સંખ્યા વેબસાઈટ/એપ્લિકેશનમાં ઉપલબ્ધ હશે. દરેક સિક્કાની ખરીદ કિંમત ભારતિય રુપીયામાં 50 પૈસા હશે. સિક્કાનો ઉપયોગ કઈ સુવિધાઓ માટે કરી શકાઈ તે પણ સમયાંતરે કંપની દ્વારા નક્કી કરવામાં આવશે. ‘મારા સિક્કા’નું વાસ્તવિક દુનિયામાં કોઈ મૂલ્ય નથી અને તેનો ઉપયોગ યુઝર માત્ર વેબસાઈટ/એપ્લિકેશનમાં કરી શકે છે.
  2. મારા સિક્કાનો ઉપયોગ: યુઝર્સ પાસે વિકલ્પો હશે જેથી તે મારા સિક્કાનો ઉપયોગ કરી શકે (i) કોઈ લેખકને સબ્સક્રાઈબ કરી શકે અને/અથવા (ii) ‘મારા સિક્કા’ દ્વારા કોઈ લેખકને વર્ચ્યુઅલ ગિફ્ટ કે સ્ટિકર આપી શકે અને/અથવા (iii) સમયાંતરે કંપની દ્વારા નક્કી કરેલા કારણો માટે ઉપયોગ કરી શકે. (iii) કંપની દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવનારા હેતું માટે. કપંની દ્વારા નક્કી કરાયેલા હેતું માટે મારા સિક્કાનો વેબસાઈટ/એપ્લિકેશનમાં ઉપયોગ કરવાથી યુઝર વેબસાઈટ/એપ્લિકેશનમાં કંપની દ્વારા નક્કી કરાયેલ અને સૂચિત કરાયેલ અમુક લાભ જેવા કે સબસ્ક્રાઈબ કરેલ લેખકની રચના પહેલા વાંચવાની તક વગેેરે લાભો મેળવી શકે છે. રચનાને ટ્રાન્સફર કરવા, વેચવા અને અન્ય કોઈ પણ રીતની માલિકીનો અધિકાર યુઝર પાસે રહેશે નહીં.
  3. મારા સિક્કાનો ત્યાગ કરવો: યુઝર ક્યારેય પણ ‘મારા સિક્કા’ની ખરીદીનો ત્યાગ કરી શકશે નહીં. ‘મારા સિક્કા’ વોલેટ નથી અને તેના બદલે વાસ્તવિક રૂપિયા પ્રાપ્ત થઈ શકે નહીં.
  4. બોનસ ‘મારા સિક્કા’: કંપની સમયાંતરે વેબસાઈટ/એપ્લિકેશનમાં સૂચિત કર્યાં મુજબ રિડીંગ ચેલેન્જ કે અન્ય કોઈપણ પ્રોમોશનલ પ્રવૃત્તિ હેઠળ, વેબસાઈટ/એપ્લિકેશનમાં યુઝર દ્વારા મારા સિક્કાનો ઉપયોગ જોઈ બોનસ સિક્કા પણ આપી શકે છે. જ્યારે પણ યુઝર સિક્કાનો ઉપયોગ કરશે ત્યારે ખરીદેલા સિક્કા પહેલા વાપરવામાં આવશે.
  5. સબસ્ક્રિપ્શન: કંપની દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવ્યા મુજબ યુઝર વેબસાઈટ/એપ્લિકેશનમાં અમુક લેખકને સબસ્ક્રિપ્શનની કિંમત("સબસ્ક્રિપ્શન કિંમત") ચૂકવી સબસ્ક્રાઈબ કરી શકે છે. સબસ્ક્રિપ્શનની કિંમત કપંની દ્વારા નક્કી કરાયેલા સબસ્ક્રિપ્શન મોડન મુજબ દર મહિને દરેક લેખકને ચૂકવી શકાશે. કોઈ લેખકને સબસ્ક્રાઈબ કરવા એક યુઝરે નક્કી કરાયેલા સમયગાળામાં આપોઆપ સબસ્ક્રિપ્શનની કિંમતની ચૂકવણી કરવા વેબસાઈટ/એપ્લિકેશનમાં યોગ્ય ચૂકવણીનો સ્ત્રોત જોડવો પડશે. જે યુઝરના અકાઉન્ટમાં ચાલીસ(40)થી વધુ મારા સિક્કા છે તેમને  કોઈ પણ લેખકને પહેલી વાર સબસ્ક્રિપ્શન કિંમતની ચૂકવણીમાં વિકલ્પ આપવામાં આવશે કે તેઓ તેમની પાસે રહેલા મારા સિક્કાનો ઉપયોગ કરી શકે અને ત્યારબાદ તેમણે જોડેલા ચૂકવણીના સ્ત્રોતમાંથી આપોઆપ ચૂકવણી થશે.
  6. યુઝર વોરંટી: જો એક યુઝર ‘મારા સિક્કા’ને ખરીદવાનું પસંદ કરે છે તો તે વોરંટી આપે છે કે (i) તેની પાસે આ કાયદાકીય અધિકાર છે કે તે વેબસાઈટ/એપ્લિકેશન પર સિક્કા ખરીદી તેનો વેબસાઈટ/એપ્લિકેશન પર જ ઉપયોગ કરી શકે (જો યુઝર સગીર હોય તો તેમના વાલીએ તેમને અનુમતી આપે છે) (ii) વેબસાઈટ/એપ્લિકેશન પર ક્રેડિટ કાર્ડ કે કોઈ પણ પેમેંટ સર્વિસનો ઉપયોગ કરવાનો તેની પાસે કાનુની રીતે અધિકાર છે અને (iii) ટ્રાન્ઝેક્શનથી જોડાએલી બધી માહિતી સાચી અને સચોટ છે.
  7. ચૂકવણીની રીત: એક યુઝર વેબસાઈટ/એપ્લિકેશન પર નીચેના વિકલ્પોમાંથી મારા સિક્કા ખરીદી શકે છે. (a) વેબસાઈટ/એપ્લિકેશન સાથે જોડાયેલા વોલેટ્સ દ્વારા  (b) ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ (c) યુનિફાઈડ પેમેંટ ઈંટરફેસ (d) નેટ બેંકિંગ અને (e) આવા જ અન્ય પેંમેટના વિકલ્પો દ્વારા જે સમય-સમય પર વેબસાઈટ/એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરવામાં આવેલા હોય. આ પેમેંટની સુવિધાઓ થર્ડ પાર્ટી સર્વિસિસના દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેથી તેનો ઉપયોગ કરવા પર જે નિયમો અને શરતો લાગુ થસે તે પણ થર્ડ પાર્ટી સર્વિસિસ દ્વારા નક્કી કરવામાં આવશે. યુઝર તેનાથી સહમત છે કે તેમના દ્વારા થર્ડ પાર્ટી સર્વિસિસની પેંમેટની સુવિધાઓનો ઉપયોગ કરવો જ તેમની પાસે એકમાત્ર વિકલ્પ છે અને જોખમની જવાબદારી તેમની છે.
  8. આવક: જ્યારે એક યુઝર મારા સિક્કાનો ઉપયોગ કરી કોઈ લેખકને  કોઈ પણ લેખકને આપવા માટે કે કોઈ લેખકને સબસ્ક્રિપ્શન કિંમત ચૂકવી સબસ્ક્રાઈબ કરવા કરશે ત્યારે તે લેખક(આવક મેળવનાર)ના યુઝર અકાઉન્ટમાં મારા સિક્કા પ્રાપ્ત થશે. એક સિક્કાનું મૂલ્ય ભારતિય રુપિયામાં 50 પૈસા છે. દરેક આવક મેળવનારને મારા સિક્કા અને સબસ્ક્રિપ્શન દ્વારા મળેન આવકની ભારતીય ચલણમાં 42% મેળવવાનો અધિકાર હશે. મારા સિક્કા દ્વાર મળેલ આવકનું ભારતિય રુપિયામાં મૂલ્ય લેખકના અકાઉન્ટમાં પણ જોઈ શકાશે.
  9. આવકને રૂપિયામાં બદલવું : દર મહિનાના અંતમાં જો રકમ 50/- રૂપિયાથી વધુ હશે કે જે રકમ કંપની દ્વારા નક્કી કરવામાં આવી હશે તેથી વધુ હશે તો આવક મેળવનારને તેના અકાઉન્ટમાં જોઈ શકાતી રકમ તેમના દ્રારા ઉમેરવામાં આવેલ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ રકમ પ્રાપ્ત કરવા માટે આવક મેળવનાર માટે જરૂરી છે કે તે વેબસાઈટ/એપ્લિકેશન પર પોતાની બેંક અકાઉન્ટની માહિતી ઉમેરી આ પેમેંટ ઉપર લાગતો કર કે અન્ય ચાર્જની જવાબદારી આવક પ્રાપ્ત કરનારની રહેશે.
  10. નોન-ટ્રાન્સફરેબલ: મારા સિક્કા અને/કે આવક જે યુઝરના હશે તે કોઈ અન્ય વ્યક્તિનો ટ્રાન્સફર કરી શકશે નહીં. તે જ રીતે મારા સિક્કા દ્વારા કે સબસ્ક્રિપ્શન કિંમત ચૂકવી અનલોક કરવામાં આવેલા ફીચર કોઈ અન્ય યુઝરને ટ્રાન્સફર કરી શકાશે નહીં. આવક મેળવનાર પાસે તે અકાઉન્ટ પર પૂરો નિયંત્રણ હશે જે તેમણે પોતાના યુઝર અકાઉન્ટમાં ઉમેર્યું હશે. પોતાના યુઝર અકાઉન્ટમાંથી કરવામાં આવેલી દરેક પ્રવૃત્તિ માટે યુઝર પોતે જવાબદાર હશે.
  11. મારા સિક્કા અને આવકનું જપ્ત થવું: a) યુઝર દ્વારા ઉપયોગની શરતોના ભંગ બદલ તેનું અકાઉન્ટ જપ્ત થતા તેના અકાઉન્ટમાં રહેલા બધા સિક્કા અને આવક પણ જપ્ત થશે. b) જો એક યુઝર વેબસાઈટ/એપ્લિકેશન પર એક વર્ષ સુધી સક્રિય થાય નહીં તો તેના અકાઉન્ટમાં રહેલા બધા સિક્કા અને આવક જપ્ત થશે અને તે રીતે આવક બેન્ક અકાઉન્ટ ના જોડવાના કારણે ટ્રાન્સફર ન કરી શકતા કંપની દ્વારા ઉપલબ્ધ સંપર્ક સુવિધા દ્વારા સંપર્ક કરવાના ત્રણ મહિના પછી તે અકાઉન્ટમાં રહેલા બધા સિક્કા અને આવક પણ જપ્ત કરવામાં આવશે. c) જો કંપનીને જાણ થશે કે યુઝરે કોઈ અનુચિત રીત કે ફ્રોડ દ્વારા બોનસ મારા સિક્કા કે આવક મેળવી છે તો તેમના અકાઉન્ટમાં રહેલા બધા સિક્કા અને રિવોર્ડ જપ્ત કરવામાં આવશે.
  12. રિફંડ: જો કંપની કોઈપણ સમયે કોઈપણ કારણોસર વેબસાઈટ/વેબસાઈટમાં મારા સિક્કાનો વિકલ્પ દૂર કરે તો કંપનીના નિર્ણયના આધારે મારા સિકકાને ગૂગલ સર્વિસ માન્ય ચાર્જ કે કાનૂનીરૂપે માન્ય ચાર્જથી રિફંડ આપી શકાય છે.
  13. પરિવર્તન: જો મારા સિક્કા કે આવક ફીચરમાં કોઈ પણ પરિવર્તન કરવો જરૂરી હશે તો કંપની બધા યુઝર્સને પહેલા સૂચના આપી શકે છે.
  14. કંપેટિબિલિટી: કંપની સમય-સમય પર તે નક્કી કરી શકે છે કે મારા સિક્કા અને/કે આવકનું ફીચરને માત્ર વેબસાઈટ પર ઉપલબ્ધ કરવું છે કે એપ્લિકેશન હોય તો માત્ર થોડા વિશેષ ડિવાઈસ પર ઉપલબ્ધ કરવું છે. જો કોઈ યુઝર પોતાના અકાઉન્ટમાંથી લોગઈન કરે છે તો પણ તે પ્લેટફોર્મમાં તે ફીચરનો ઉપયોગ કરી શકશે નહીં જ્યાં આ ફીચર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી.

 

કંપની એક ઈટરમીડિયેટરી

 

  1. યુઝર પાસે સામગ્રીનું નિયંત્રણ છેઃ પોતાની વેબસાઈટ/એપ્લિકેશન દ્વારા કંપની સંપૂર્ણપણે યુઝર વતી પ્રકાશિત કાર્ય/ઈનપુટ પ્રાપ્ત, સંગ્રહિત અને તબદિલ કરે છે. પ્રકાશિત કાર્ય/ઈનપુટની સંપૂર્ણ માલિકી અને લેખન યુઝર પાસે જ રહે છે. તદુપરાંત કંપની પ્રકાશિત કાર્ય/ઈનપુટના પ્રકાશન કે વાંચનને કોઈ રીતે નિયંત્રિત કે મર્યાદિત કરતી નથી કે પછી વેબસાઈટ/એપ્લિકેશન પર તેને અપલોડ કરતાં પહેલાં તેમાં સુધારા કરતી નથી.
  2. કંપની એક ઈન્ટરમીડિયેટરી’ અને કોઈ જવાબદારી નહીઃ કંપની ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને તેના હેઠળના નિયમોમાં કરાયેલી વ્યાખ્યા મુજબ એક ‘ઈન્ટરમીડિયેટરી’ છે અને વેબસાઈટ/એપ્લિકેશન પર અપલોડ કરાયેલા પ્રકાશિત કાર્ય/ઈનપુટ માટે જવાબદાર નથી.
  3. કાયદા મુજબ પગલાં લેવાની ફરજઃ એક ઈન્ટરમીડિયેટરી તરીકે કંપનીની ફરજ બને છે કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને તેના હેઠળના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ પ્રકાશિત કાર્ય/ઈનપુટ પ્રત્યે તેનું ધ્યાન દોરાય તો તેના માટે તે જરૂરી પગલાં ભરે અને યુઝરે કંપનીના આવા પગલાંનું પાલન કરવું પડશે.

 

જવાબદારી

 

  1. કોઈ પણ પ્રકારની વૉરન્ટી નહીઃ વેબસાઈટ/એપ્લિકેશન પર ઓફર કરાતી તમામ સેવાઓ અને પ્રકાશિત કાર્ય "જેમ છે તેમ" ધોરણે ઓફર કરાય છે જેની કોઈ અભિવ્યક્ત કે અમલની રીતે વૉરન્ટી અપાતી નથી. કંપની/વેબસાઈટ/એપ્લિકેશન અભિવ્યક્ત કે અનભિવ્યક્ત એમ કોઈ પણ રીતે વેબસાઈટ/એપ્લિકેશન પરના કોઈ પણ પ્રકાશિત કાર્ય, કન્ટેન્ટ અથવા સર્વિસીઝને ટેકો કે અનુમોદન આપતી નથી. કંપની/વેબસાઈટ/એપ્લિકેશન એ બાબતે વૉરન્ટી આપતા નથી કે વેબસાઈટ/એપ્લિકેશનમાં ઉલ્લેખિત સેવાઓ અને કામગીરી બિનવિક્ષેપિત અને ક્ષતિમુક્ત છે, અથવા વેબસાઈટ/એપ્લિકેશન કે તેનું સર્વર વાઈરસ કે હાનિકારક ઉપકરણોથી મુક્ત છે અને આ સાથે યુઝર વેબસાઈટ/એપ્લિકેશનના યુઝરના ઉપયોગ સાથે સંલકિત કોઈ પણ કે તમામ જોખમોને અભિવ્યક્ત રીતે સ્વીકારે છે.
  2. ઉલ્લંઘન માટે યુઝર જવાબદારઃ ઉપયોગના નિયમો અને શરતો હેઠળ તમારી ફરજોના કોઈ પણ ઉલ્લંઘન અને તેના પરિણામો (આવા કોઈ પણ ઉલ્લંઘનને લીધે કંપની અથવા તેના સહયોગીઓ અથવા તેના યુઝર્સને થનારા કોઈ પણ નુકસાન કે હાનિ સહિતના) માટે કંપની અને કોઈ પણ ત્રાહિત પક્ષ પરત્વે તમે જ સંપૂર્ણ જવાબદાર રહેશો.
  3. કવચ (ઈન્ડેમ્નિટી):યુઝર દ્વારા વેબસાઈટ/એપ્લિકેશન પર પ્રકાશિત થતા અથવા પૂરા પડાતા કોઈ પણ પ્રકાશિત કાર્ય/ઈનપુટના કોઈ પણ ઉપયોગ માટે કંપની/વેબસાઈટ/એપ્લિકેશનને કોઈ પણ નુકસાનમાંથી ઉગારી લેવા માટેનું કવચ પૂરું પાડવા યુઝર અભિવ્યક્ત રીતે સંમત થાય છે. કંપની આવો કોઈ પણ કાનૂની તકરાર ઉદભવે તો પોતાનું રક્ષણ કરવાનો, અને યુઝર દ્વારા આવી કાર્યવાહીમાં થયેલા ખર્ચને રિકવર કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
  4. કોઈ પરોક્ષ જવાબદારી નહીં:કંપની અન્યો દ્વારા વેબસાઈટ/એપ્લિકેશનના ઉપયોગ અથવા સેવાની જોગવાઈને લીધે ઉદભવનારા યુઝર અથવા ત્રાહિત પક્ષ પરત્વેના કોઈ પણ અને સઘળા વિશેષ, પ્રાસંગિક, પરોક્ષ, પરિણામકારક અથવા દંડાત્મક નુકસાન, હાનિના ખર્ચ માટે કંપની કોઈ દાવો કરતી નથી.

 

 

તકરાર અધિકારી

 

કોઈ પણ યુઝરને કન્ટેન્ટ માર્ગદર્શિકાઓ સહિત આ ઉપયોગના નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈ પણ પ્રકાશિત કાર્ય દ્વારા અસર થાય, તો યુઝર તેમના પ્રશ્નો [email protected] પર લેખિતમાં જાણ કરી શકે છે. અમે ત્રીસ (30) દિવસમાં જ આ પ્રશ્નને ઉકેલવા કટિબદ્ધ છીએ.

ઉપયોગના આ નિયમોનું ઉલ્લંઘન કરનારા અન્ય કોઈ પણ પ્રકાશિત કાર્ય વિશે કોઈ અન્ય વ્યક્તિને ખબર પડશે, તો આવી વ્યક્તિ નીચેની વિગતો સાથે તકરાર અધિકારીનો સંપર્ક કરી શકે છેઃ

-        ફરિયાદીનું નામ અને સંપર્ક વિગતો જેવીકે સરનામું, ટેલિફોન નંબર અને માન્ય ઈમેઈલ એડ્રેસ

-        ઉપયોગના નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રકાશિત કાર્યનું વિવરણ

-        પ્રકાશિત કાર્ય સામેની ફરિયાદનો પ્રકાર

-        આવું પ્રકાશિત કાર્ય હોસ્ટ કરાયું હોય તે યુઆરએલની વિગતો

-        લાગુ પડે તો સહાયક દસ્તાવેજો/સ્ત્રોતો, જેથી ફરિયાદને આધાર મળે

-        જાતે સહી કરેલો અથવા ઈલેક્ટ્રોનિક સહી ધરાવતો ફરિયાદનો દસ્તાવેજ

 

પરચૂરણ

 

  1. સુધારોઃ કંપની આ ઉપયોગની શરતોમાં પોતાની મુનસફી મુજબ સુધારો કે ફેરફાર કરવાનો અબાધિત અને સંપૂર્ણ અધિકાર ધરાવે છે અને આવા સુધારા કે વધારા તાત્કાલિક અસરથી અમલમાં આવશે. યુઝરની ફરજ બને છે કે તે સમયાંતરે શરતોને ચકાસતો રહીને આ જરૂરિયાત વિશે અપડેટેડ રહે. જો યુઝર આવા કોઈ ફેરફાર બાદ વેબસાઈટ/એપ્લિકેશનનો ઉપયોગ ચાલુ રાખે છે, તો એવું ધારી લેવાશે કે યુઝરે ઉપયોગની શરતોમાં કરાયેલા તમામ ફેરફારો/સુધારાને સ્વીકૃત સંમતિ આપી છે.
  2. તકરારોઃ યુઝર અભિવ્યક્ત રીતે ઉપયોગની શરતો, ગોપનીયતા નીતિ અને કંપની તથા યુઝર્સ વચ્ચે થનારી અન્ય કોઈ પણ સમજૂતિ સાથે અભિવ્યક્ત સંમતિ પાઠવે છે કે જેનું સંચાલન ભારતના કાયદા, નિયમો અને નિયમનો હેઠળ થાય છે અને બેંગ્લોર ખાતેની અદાલતનું પક્ષકારો વચ્ચે થનારી કોઈ પણ તકરારો પરનું સંપૂર્ણ અધિકારક્ષેત્ર રહેશે.
  3. ઘર્ષણઃ વેબસાઈટ/એપ્લિકેશન પર અંગ્રેજી અને અન્ય કોઈ પણ ભાષામાં ઉપલબ્ધ ઉપયોગની શરતોના અર્થઘટનને કારણે કોઈ પણ ઘર્ષણ ઊભું થશે તો, અંગ્રેજી આવૃત્તિમાંની તમામ શરતો માન્ય રહેશે.

 

શું આ લેખથી આપને મદદ મળી?