શા માટે કેટલીક ધારાવાહિક લોક થઈ ગઈ છે અને વાંચી શકાતી નથી?

પ્રતિલિપિ એ એક સેલ્ફ પબ્લિશિંગ પ્લેટફોર્મ છે. જ્યાં કોઈપણ લેખક પોતાની રચનાઓ પ્રકાશિત કરી શકે છે અને પ્લેટફોર્મના માધ્યમથી હજારો/લાખો વાંચકો સુધી પહોંચી શકે છે. અમારા મોટાભાગના લેખકો વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અથવા આવકના વધારાના સ્ત્રોત શોધવા માટે સંઘર્ષ કરતા લોકો છે.

તેથી એમને અને બીજા બધા લેખકોને એમના લખાણ અને વાચકોના સાથ સાથે લખાણમાંથી ખ્યાતિ અને આવક બંને મળી શકે એ માટે અમે પ્રતિલિપિમાં અમારા લેખકોને પ્રોત્સાહિત કરવા માટે સબસ્ક્રિપ્શન મોડલ શરૂ કર્યા છે. 

લેખકો રચાનાઓ લખવા માટે તેમનો કિંમતી સમય કાઢે છે જેથી અમે એમને પ્રોત્સાહિત કરવાના માર્ગ તરીકે સુપરફેન સબસ્ક્રિપ્શન, પ્રતિલિપિ પ્રીમિયમ અને સ્ટીકર્સ રજૂ કર્યા છે. જેથી વાંચકો એમના પ્રિય લેખકોને આવકના રૂપમાં પ્રેમ આપી શકે. આપ પણ પ્રતિલિપિ એપમાં વિવિધ લેખકોની રચનાઓ જોઈને એમને પ્રોત્સાહન આપી શકો છો. ઉપરાંત આપ રચનાઓ ફ્રીમાં અનલોક કરવા માંગતા હોવ તો પણ અમે એ સુવિધા ઉપલબ્ધ રાખી છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?