હું દરરોજ હોમસ્ક્રીન પર આવતા નવા વિષયોનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

પ્રતિલિપિ “નવા વિષયો નવી વાર્તાઓ” ફીચર એ અમારા લેખકો માટે એક વિશિષ્ટ ફીચર છે જેમાં અમે દૈનિક ધોરણે વિવિધપ્રકારના વિવિધ વિષયો પોસ્ટ કરીએ છીએ. અમારો મુખ્ય હેતું અમારા લેખકોને નવા વિચારો, પ્લોટ અને પ્રેરણા પૂરી પાડવાનો છે જેથી તેઓ નિયમિત ધોરણે વાર્તાઓ, નિબંધો, કવિતાઓ વગેરે લખી શકે અને તેમના લેખનનો પ્રવાહ ક્યારેય સમાપ્ત ન થાય.

 

આપ જેટલું વધુ લખો છો, તેટલી જ આપની લેખનકળા ખીલશે. પરંતુ આપણે જાણીએ છીએ કે લેખકો માટે રોજરોજ નવા પ્લોટની કલ્પના કરવી અને પસંદ કરવું કેટલું મુશ્કેલ છે. પ્રતિલિપિની આ સુવિધા લેખકોને પાંખો આપે છે કારણ કે તેઓ દરરોજ નવા ઉત્તેજક વિષયો મેળવે છે જેનો તેઓ તેમની નવી વાર્તાઓ માટે પ્લોટ અથવા પ્રેરણા તરીકે ઉપયોગ કરી શકે છે અને દરરોજ લખવાનું ચાલુ રાખી શકે.

 

પ્રતિલિપિનું આ ફીચર એપના હોમપેજ પર જોઈ શકાય છે અને દરરોજ હજારો વાચકો તેની મુલાકાત લે છે. તે જુના તેમજ ઉભરતા નવા લેખકો માટે ખૂબ જ સારું માધ્યમ પૂરૂ પાડે છે જ્યાં તેઓ નિયમિતપણે તેમના લખાણો પોસ્ટ કરી શકે છે અને લેખક તરીકે વધુ વાચકો, વાંચન સંખ્યા, રેટિંગ, પ્રતિભાવો મેળવી શકે છે.

 

દરરોજ સવારે 12 વાગ્યે અમે ફોટો સાથે એક નવો વિષય પોસ્ટ કરીએ છીએ જે આપને આપની આગળની વાર્તા લખવા અને સૌથી અગત્યનું, નિયમિત લખવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપી શકે છે.

 

જો આપ ત્યાં વાર્તા લખો અને પ્રકાશિત કરો છો, તો તે બોક્સ હેઠળ પ્રતિલિપિના હોમપેજ તેમજ આપની પોતાની પ્રોફાઇલ પર જોઈ શકાશે. આમ, તેમાં દરરોજ રચનાઓ પ્રકાશિત કરવાથી લેખકોને વધુ દૃશ્યતા, વાંચન સંખ્યા, રેટિંગ, પ્રતિભાવો અને ફોલોઅર્સ ઝડપથી મેળવવાની વિશિષ્ટ તક મળી શકે છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?