પ્રતિલિપિ એપ્લિકેશનમાં લાઈબ્રેરી શું છે?

પ્રતિલિપિ એપ ખોલતા નીચેના ભાગમાં આપને લાઇબ્રેરી વિભાગ જોવા મળશે. જેના પર ક્લિક કરતા આપ લાઇબ્રેરીમાં જઈ શકશો.

આપની લાઇબ્રેરી એ રચનાઓનો સંગ્રહ કરવાની જગ્યા છે. આપ કોઇપણ રચનાના મુખ્ય પેજ પર જઈને એને લાઇબ્રેરીમાં ઉમેરવાના વિકલ્પ દ્વારા લાઈબ્રેરીમાં ઉમેરી શકો છો. જેથી આપ જો કોઈ રચના ભવિષ્યમાં વાંચવા માંગતા હોવ તો એને લાઇબ્રેરીમાં ઉમેરીને સેવ રાખી શકો છો. તથા રચનાને ડાઉનલોડ કરીને લાઇબ્રેરીમાં વિભાગના માધ્યમથી એને ઓફલાઈન પણ વાંચી શકો છો. 

આ ઉપરાંત આપે અગાઉ જે રચનાઓ વાંચી છે એનું લીસ્ટ પણ આપ લાઇબ્રેરીમાં જોઈ શકશો. તેથી આપની લાઇબ્રેરી આપને વિવિધ બાબતો માટે ખૂબ ઉપયોગી છે. 

આજે જ નવી રચનાઓ લાઈબ્રેરીમાં સેવ કરો અને એને વાંચવાનો આનંદ ઉઠાવો!

નોંધ: આપની લાઈબ્રેરી ફક્ત આપના જ એકાઉન્ટમાં જોઈ શકશો. અન્ય લોકો આપની લાઈબ્રેરી જોઈ શકશે નહીં.

શું આ લેખથી આપને મદદ મળી?