શું હું સબસ્ક્રિપ્શન વિના લોક થયેલી ધારાવાહિકને વાંચી શકું?

પ્રતિલિપિએ વાચકો અને લેખકો બંનેના હિતમાં સબસ્ક્રિપ્શન મોડેલ શરુ કર્યા છે. પ્રતિલિપિમાં જે વાચકો સબસ્ક્રાઈબ કર્યા વિના વાંચવા માંગે છે એમના માટે પણ લોક ધારાવાહિક ફ્રીમાં વાંચવા ઉપલબ્ધ છે.

1. સુપરફેન સબસ્ક્રિપ્શન:

કોઈપણ સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળની ધારાવાહિકના નવા ભાગ 5 દિવસ માટે લોક રહેશે. ત્યારે ફક્ત સબસ્ક્રાઈબર જ એ ભાગ વાંચી શકશે. તેથી જે વાચકો એ ભાગને ફ્રીમાં અનલોક કરવા માંગતા હોય એમણે 5 દિવસ રાહ જોવી પડશે. જો તમે લેખકને અનુસરો છો, તો તમને ભાગ અનલોક થયાની નોટિફિકેશન પ્રાપ્ત થશે. જેથી તમને ભાગ અનલોક થયા વિશે ખ્યાલ આવી શકે.

જો આપને નવો ભાગ ત્વરિત વાંચવો હોય તો આપ એ લેખકના સુપરફેન બનીને તેમના તમામ ભાગ એકસાથે અનલોક કરીને લેખકને પ્રોત્સાહન આપી શકો છો અથવા પ્રતિલિપિ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લઈને પ્લેટફોર્મ રહેલી તમામ ધારાવાહિકને એકસાથે અનલોક કરી શકો છો.

2. પ્રીમિયમ સબસ્ક્રિપ્શન:

પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાં રહેલી પૂર્ણ ધારાવાહિકના પ્રથમ 5 અથવા 10 ભાગ પહેલેથી જ અનલોક રહેશે. ત્યારબાદના ભાગ લોક રહેશે. જો આપ આગળના ભાગ ફ્રીમાં અનલોક કરવા માંગતા હોવ તો પાછલો ભાગ સંપૂર્ણ (અંતિમ પેજ - રેટિંગ/પ્રતિભાવ આપવાના પેજ સુધી) વાંચવો જરૂરી છે. જેથી બીજા દિવસે આગળનો ભાગ ઓટોમેટિક અનલોક થઇ જશે. નવો ભાગ અનલોક થતા આપને નોટિફિકેશન દ્વારા જાણ પણ કરવામાં આવશે.

સિક્કા દ્વારા ભાગ અનલોક કરવા: પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાં રહેલી પૂર્ણ ધારાવાહિકના લોક ભાગને આપ પાછલો ભાગ સંપૂર્ણ (અંતિમ પેજ - રેટિંગ/પ્રતિભાવ આપવાના પેજ સુધી) વાંચીને આગળના ભાગ 5 સિક્કા દ્વારા પણ અનલોક કરી શકો છો.

જો તમારી પાસે કોઈ ભાગને અનલોક કરવા માટે સિક્કાઓની અછત હોય તો તમે તમારા વાંચનનો સારો અનુભવ શરૂ રાખવા માટે હંમેશા અમારા સ્ટોરમાંથી સિક્કા ખરીદી શકો છો.

ધ્યાન રાખો કે, કોઈપણ લોક ભાગ ત્યારે જ ફ્રીમાં અથવા સિક્કા દ્વારા અનલોક થઇ શકશે જયારે એની પહેલાનો ભાગ સંપૂર્ણ વાંચવામાં આવ્યો હોય.

જો આપને બધા ભાગ ત્વરિત વાંચવા હોય તો આપ પ્રતિલિપિ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લઈને પ્લેટફોર્મ રહેલી તમામ ધારાવાહિકને એકસાથે અનલોક કરી શકો છો.

 

 

શું આ લેખથી આપને મદદ મળી?