હું આ વિજેટમાં મારી ધારાવાહિક કેવી રીતે રાખી શકું?

દૈનિક ધારાવાહિકનું ફીચર માત્ર ધારાવાહિક માટે ઉપલબ્ધ છે. તેમાં આવનારા સાત દિવસમાં પ્રકાશન માટે શેડ્યુલ થયેલી ધારાવાહિક હોમપેજમાં દર્શાવવામાં આવે છે.

 

 દૈનિક ધારાવાહિક વિજેટમાં કોઈપણ ધારાવાહિક ઉમેરવા માટે ધારાવાહિકનો ઓછામાં ઓછો એક ભાગ આવનારા અઠવાડિયાના કોઈ દિવસ માટે શેડ્યુલ થયેલો હોવો જોઈએ.

 

શેડ્યુલીંગ ફીચર માત્ર એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે.

 

શેડ્યુલ કઈ રીતે કરવું?

 

શેડ્યુલીંગ ફીચર માત્ર ધારાવાહિક માટે છે.

 

ધારાવાહિકના ભાગ શેડ્યુલ કરવા માટે તે ભાગ ડ્રાફ્ટમાં હોવો જરૂરી છે.

 

  1. લખો વિભાગમાં જાઓ

  2. જે-તે ધારાવાહિક ખોલો

  3. નવો ભાગ ઉમેરો પર ક્લિક કરો

  4. રચના લખ્યાં બાદ સુરક્ષિત કરો

  5. ધારાવાહિકના ડ્રાફ્ટ વિભગામાં આપ તે સુરક્ષિત ભાગમાં શેડ્યુલ કરો વિકલ્પ જોઈ શકશો

  6. કેલેન્ડરમાં સમય અને તારીખ નક્કી કરો

  7. શેડ્યુલ કરો

 

નોઁધ:

 

  1. જો આપ અગાઉ નક્કી કરેલી તારીખ અને સમય બદલવા માંગતા હોવ તો તમે હંમેશા શેડ્યુલ તારીખ અને સમયમાં અપડેટ કરી શકો છો.

  2. શેડ્યુલ ભાગમાં કોઈપણ સુધારો પ્રકાશનના શેડ્યુલ્ડ સમયથી 30 મિનિટ પહેલાં થવો જોઈએ.



જો આપ ધારાવાહિકનો ભાગ શેડ્યુલ કરવામાં કોઈ સમસ્યા અનુભવી રહ્યાં હોય તો જરૂર અમારો સંપર્ક કરશો. અમે આપની મદદ કરવા તૈયાર છીએ.

 

શું આ લેખથી આપને મદદ મળી?