શું હું મારી વાર્તામાં કવર ઈમેજ કઈ રીતે ઉમેરી શકું છું?

અન્ય વાંચકોને આપની વાર્તા વાંચવા પ્રોત્સાહિત કરવા અને વાર્તાને વ્યક્તિગત સ્પર્શ આપવા માટે, તેમાં કવર ઈમેજ ઉમેરો!

 

આપ આપના ફોન અને કમ્પ્યુટર પર સાચવેલા ફોટોમાંથી પસંદ કરી શકો છો અથવા પ્રતિલિપિની ઈમેજ ગેલેરીનો ઉપયોગ કરીને કવર બનાવી શકો છો.

 

કૃપા કરીને ધ્યાનમાં રાખો કે ઈમેજ png, jpg અથવા jpeg ફોર્મેટમાં હોવી જરૂરી છે.

 

  1. લખો વિભાગમાં જાઓ

  2. જે-તે રચનામાં જાઓ

  3. માહિતી સુધારો વિભાગમાં જાઓ

  4. કવર ઈમેજમાં ક્લિક કરી ફોનની ગેલેરીમાંથી ઈમેજ ઉમેરો અથવા પ્રતિલિપિની ઈમેજ ગેલેરીમાંથી ઈમેજ ઉમેરો 

 

નોંધ: 

 

  1. આપની ફોન ગેલેરીમાંથી ઈમેજ ઉમેરવા માટે, પ્રતિલિપિને તમારી ગેલેરી, ફાઈલ્સ અને ફોલ્ડર્સને ઍક્સેસ કરવા માટે પરવાનગીની જરૂર પડશે. આ માટે આપના ફોનની પરવાનગી સેટિંગ્સમાં જઈ પરવાનગી આપો.

  2. પ્રતિલિપિની ઈમેજ ગેલેરીની બહારથી ઉમેરવામાં આવેલ કોઈપણ ઈમેજીસ કોપીરાઈટ ફ્રી હોવી જોઈએ. કોઈપણ અન્ય વ્યક્તિની માલિકીની કોઈપણ ઈમેજ જોવા મળે તો તે ઈમેજ રચનામાંથી દૂર થઈ શકે છે.

શું આ લેખથી આપને મદદ મળી?