પ્રતિલિપિમાં વધુ વાર્તાઓ કઈ રીતે શોધી શકાય?

પ્રતિલિપિ પર વાર્તાઓ શોધવી ખૂબ સરળ છે.

1. પ્રતિલિપિમાં આપનું હોમપેજ આપને વિવિધ શ્રેણીઓની લીસ્ટ સાથે વિવિધ રચનાઓ બતાવે છે, ઉપરાંત એડિટર પસંદની રચનાઓ તથા સ્પર્ધાઓની રચનાઓ ઉમેરવામાં આવી હોય તો એ પણ જોવા મળી શકે છે. આપનું હોમપેજ આપની વાંચવાની ટેવના આધારે બદલાશે. એટલે કે આપની પસંદના આધારે હોમપેજમાં રચનાઓ આપને દેખાશે. પરિણામે, જો તમે વિવિધ પ્રકારની વાર્તાઓ વાંચવાનું શરૂ કરો છો, તો હોમપેજની વાર્તાઓ પણ એ રીતે બદલાતી રહેશે.

આ ઉપરાંત હોમપેજમાં ટોચના લેખકોની વાર્તાઓ, દૈનિક ધારાવાહિક અને પ્રતિલિપિ પ્રીમિયમ પ્રોગ્રામની ધારાવાહિક પણ છે. પ્રીમિયમ ધારાવાહિક એ પ્રતિલિપિની એડિટર ટીમ દ્વારા પસંદ કરાયેલી ધારાવાહિક છે.

2. જો આપ પ્રતિલિપિના વાર્તાઓના વિશાળ સંગ્રહમાં ઊંડા ઉતરવા માંગતા હોવ, તો આપને ફક્ત સર્ચ બાર પર જવાની જરૂર છે. અહીં આપ એવી વાર્તાઓ અને લેખકો શોધી શકો છો કે જેને આપ કદાચ શીર્ષકો અને પ્રોફાઇલના નામ દ્વારા ઓળખતા હશો. આપ વિષયો સર્ચ કરી શકો છો અથવા શ્રેણી વગેરેનો ઉપયોગ કરીને આપની પસંદગીની વાર્તા શોધી શકો છો.

જો આપને એવી વાર્તા દેખાય છે જેમાં આપને રુચિ છે, તો અમે તેને આપના એકાઉન્ટમાં, આપની લાઇબ્રેરી અથવા કલેક્શનમાં ઉમેરવાની સલાહ આપીએ છીએ. પ્રતિલિપિ પર લગભગ 3 મિલિયન રચનાઓ વચ્ચે, અમે નથી ઈચ્છતા કે આપ સારી વાર્તા ગુમાવો! તેથી વિવિધ રચનાઓ શોધીને આજે જ વાંચન શરુ કરો!

શું આ લેખથી આપને મદદ મળી?