IP ગાઇડલાઇન્સ

પ્રિય લેખકમિત્રો,

અમે હંમેશા પ્રતિલિપિ પર લેખકો માટે સારી અને યોગ્ય તકો ઉભી કરવા માટે પ્રયત્નશીલ છીએ. એટલે અમને એ જોઈને આનંદ થાય છે કે આપણા ઘણા લેખકો હવે પ્રીમિયમ, ઓડિયોબુક્સ, કૉમિક્સ, બુક્સ, વેબસિરીઝ, મૂવીઝ, એનિમેશન વગેરે જેવા પ્રોજેક્ટ્સ પર વિવિધ ઑફર્સ મેળવવા પણ સક્ષમ બની રહ્યા છે. 

પરંતુ છેલ્લા અમુક સમયમાં, અમને એવા રિપોર્ટ પણ પ્રાપ્ત થયા છે કે જેમાં, અમુક ફ્રોડ/છેતરપિંડી કરનાર કંપનીઓ અને વ્યક્તિઓ આપણા પ્રતિલિપિના લેખકો સાથે કોન્ટ્રાકટ કરે છે. આવા ઘણા કિસ્સાઓમાં, તેઓ અધૂરી માહિતી આપે છે, નકલી ઑફર કરીને એગ્રીમેન્ટ પર લેખકની સાઈન લઈ લે છે, જેમાં અમુક કલમો અને મુદ્દાઓનો સમાવેશ હોય છે જેની જાણ લેખકોને હોતી નથી. આથી એ ખૂબ જરૂરી છે કે જ્યારે પણ કોઈ તમારી સાથે એગ્રીમેન્ટ કરે અને તમારી વાર્તાઓના કોઈપણ 'રાઇટ્સ/અધિકારો' ખરીદવા માંગે, ત્યારે તમારે જાણવું જોઈએ કે તમે કેવા પ્રકારનો કોન્ટ્રાકટ સાઈન કરી રહ્યાં છો.

તેથી, અમે આપણા લેખકોને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરવા માટે નીચે મુજબના મહત્વપૂર્ણ પ્રશ્નો અને માહિતી તૈયાર કરી છે. જે લેખકે, કોઈપણ એગ્રીમેન્ટ પહેલા જે-તે કંપની/વ્યક્તિને પૂછવી જોઈએ જયારે તેઓ તમારી વાર્તાઓના કોઈપણ ‘રાઇટ્સ’ મેળવવા માટે તમારો સંપર્ક કરે છે.

આ બાબતે આગળ વધતા પહેલાં, અમે સમજાવવા માંગીએ છીએ કે, 'કોપીરાઈટ' અથવા 'રાઇટ્સ/અધિકારો' નો અર્થ શું થાય છે. લેખક તરીકે, જ્યારે તમે મૂળ રૂપે નવી વાર્તા અથવા કોઈપણ સાહિત્યિક રચના બનાવો છો, ત્યારે તમે તે વાર્તા/રચનાના કોપીરાઈટ ઓનર/માલિક બની જાવ છો. તેથી જ્યારે પણ કોઈ તમારી વાર્તાનો કોઈપણ ફોર્મેટમાં ઉપયોગ કરવા માંગે, ત્યારે તેમણે તમારી પાસેથી કોપીરાઈટ માલિકની પરવાનગી લેવી જરૂરી બને છે. આ પરવાનગી જ એ 'રાઇટ્સ/અધિકારો' છે જે તમે તેમને આપી રહ્યા છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ કંપની/વ્યક્તિને તમારી વાર્તા પર આધારિત ઑડિયોબુક બનાવવાના ‘રાઇટ્સ’ આપો, ત્યારે તમે આવશ્યકપણે તેમને ઑડિયોબૂક બનાવવા અને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપો છો.

નોંધ રાખો કે: જો તમે પ્રતિલિપિ પર કોઈ વાર્તા પ્રકાશિત કરી હોય, તો તે વાર્તાના સંપૂર્ણ કોપીરાઈટ તમારા છે. જો પ્રતિલિપિ તમારી વાર્તા પર કોઈપણ રાઇટ્સ માટે તમારી પરવાનગી લેવા માંગશે, તો અમારી ટીમ તમારો સંપર્ક કરશે, કોન્ટ્રાકટ સાઈન કરશે અને દરેક બાબતો યોગ્ય રીતે પરસ્પર વિશ્વાસ માટે સમજાવશે.

જ્યારે કોઈ વ્યક્તિ લેખકની વાર્તાઓના રાઇટ્સ મેળવવા માટે તેમનો સંપર્ક કરે ત્યારે તેમને પૂછવા માટેના પ્રશ્નો,

જે કંપની/વ્યક્તિ રાઇટ્સ ખરીદવા માંગે છે તેને સંબંધિત પ્રશ્નો.

રાઇટ્સ ખરીદવામાં રસ ધરાવતી કંપની/પ્લેટફોર્મ અથવા વ્યક્તિ કોણ છે?

જે-તે વાર્તા માટેના રાઇટ્સ અંગેના જરૂરી પ્રશ્નો.

કઈ વાર્તાના રાઇટ્સ માટે વાત કરવામાં આવી રહી છે અને એ રાઇટ્સ કયા છે?

  1. શું ખરીદનારને તમામ ઉપલબ્ધ રાઇટ્સ જોઈએ છે? (જો તમે કોઈને તમામ ઉપલબ્ધ રાઇટ્સ આપો છો, તો તેઓ તમારી વાર્તાનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકે છે.)

ઉદાહરણ તરીકે: તમામ ઉપલબ્ધ રાઇટ્સમાં પ્રકાશન રાઇટ્સ, ઓડિયો રાઇટ્સ, ઈબુક પ્રકાશનના રાઇટ્સ, વિડીયો ફોર્મેટના રાઇટ્સ, કોમિક રાઇટ્સ, વગેરેનો સમાવેશ થાય છે.

  1. શું ખરીદનાર અમુક આંશિક રાઇટ્સ લઈને વાર્તાને અમુક ચોક્કસ પ્રકારના ફોર્મેટમાં કન્વર્ટ કરવા ઈચ્છે છે? (જો તમે કોઈને અમુક ચોક્કસ પ્રકારના રાઇટ્સ આપો છો, તો તે તમારી વાર્તાનો ફક્ત તે ચોક્સસ પ્રકારના ફોર્મેટમાં ઉપયોગ કરી શકે છે.)

ઉદાહરણ તરીકે: શું ખરીદનાર તે વાર્તાના ફક્ત ઑડિયો રાઇટ્સ ઇચ્છે છે? તો પછી તેઓ તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરી શકે નહીં. તેથી તમારે જાણવું જોઈએ કે તમે કયા આંશિક રાઇટ્સ આપી રહ્યા છો.

  1. શું ખરીદનારને વાર્તાના વર્તમાન સાહિત્યિક ફોર્મેટમાં જ વિતરણ માટે ઉપયોગ કરવાના રાઇટ્સ જોઈએ છે?

ઉદાહરણ તરીકે: ધારો કે તમે તે વાર્તાને ઇબુક તરીકે પ્રકાશિત કરી છે. તો ખરીદનારને તે વાર્તાનો સમાન ફોર્મેટમાં ઉપયોગ કરવા અને અન્ય ચેનલોમાં વિતરિત કરવાના રાઇટ્સ જોઈએ છે?

  1. શું તે એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ છે? શું સમાન રાઇટ્સ બીજા કોઈને પણ આપી શકાય?

એક્સક્લુઝિવ એગ્રીમેન્ટનો અર્થ એ છે કે એકવાર તમે ખરીદનારને રાઇટ્સ (તમામ ઉપલબ્ધ રાઇટ્સ અથવા આંશિક રાઇટ્સ) આપ્યા પછી, તમે બીજા ખરીદનારને સમાન રાઇટ્સ આપી શકો નહીં.

ઉદાહરણ તરીકે: જો તમે એક કંપનીને ઓડિયો માટે વાર્તાના એક્સક્લુઝિવ રાઇટ્સ આપ્યા છે. તો તમે એ જ વાર્તાના ઓડિયો રાઈટ્સ બીજી કંપનીને આપી શકતા નથી.

  1. રાઇટ્સ આપવા માટે કોન્ટ્રાકટ સાઈન કર્યા પછી, વાર્તા (મુખ્ય/બેઝ સ્ટોરી) ના કોપીરાઈટ કોની પાસે હશે. ઉપરાંત, રાઇટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં/પ્રોડયુઝ કરવામાં આવેલી કૃતિ પર કોપીરાઈટ માલિકી કોની હશે?

ઉદાહરણ તરીકે: તમે તમારી નવલકથાના ફિલ્મ નિર્માણ માટેના રાઇટ્સ ખરીદનારને આપ્યા છે, તો પછી શું તમારી પાસે ‘બેઝ સ્ટોરી’ (આ કિસ્સામાં તમારી નવલકથા) ના કોપીરાઈટ રહેશે? કે પછી કોપીરાઈટ તેઓના થઈ જશે? આ જ રીતે તમારી નવલકથા પર આધારિત ફિલ્મના રાઇટ્સ, શું તમે ધરાવો છો કે ખરીદનાર? 

  1. જે રાઇટ્સ આપવાના છે તેના માટેનો સમયગાળો કેટલો છો અને અન્ય ફોર્મેટમાં પ્રોડયુઝ કરેલી કૃતિનો ઉપયોગ કેટલા સમય સુધી કરવામાં આવશે?

ઉદાહરણ તરીકે: તમે તમારી વાર્તામાંથી વિડિઓ જાહેરાત બનાવવાના રાઇટ્સ આપ્યા છે અથવા તમે તમારી વાર્તાને હાર્ડકોપી પુસ્તક તરીકે પ્રકાશિત કરવાના રાઇટ્સ આપ્યા છે. તો પછી તેઓ તે જાહેરાતનો કેટલા સમય માટે ઉપયોગ કરી શકશે અથવા તેઓ તે પુસ્તક ક્યાં સુધી છાપી શકશે?

વાર્તાના આધારે ભવિષ્યમાં બનતી કૃતિઓ અંગેના પ્રશ્નો.

  1. જો કોન્ટ્રાકટ સાઈન કર્યા પછી વાર્તામાં કોઈ ઉમેરો અથવા સુધારો કરવામાં આવે, તો અપડેટ કરેલ વાર્તાના રાઈટ્સનું શું થશે?

ઉદાહરણ તરીકે: તમારી વાર્તા રાજા અને રાણી સાથે 14મી સદીના યુગ પર આધારિત હતી. હવે ખરીદનારે તેમાં ફેરફાર કરીને એ યુગને આજના સમયમાં બદલ્યો અને કેટલાક પાત્ર ઉમેર્યા, તો એ અપડેટ કરવામાં આવેલી વાર્તાના રાઇટ્સ કોણ રાખશે? 

  1. જો મૂળ વાર્તા સાથે જોડાયેલ પ્રિક્વલ, સિક્વલ અથવા કોઈપણ પાત્રની સ્પિન-ઑફ વાર્તા બનાવવામાં આવે, તો એ નવી રચનાઓના રાઇટ્સનું શું થશે?

લેખકની અન્ય વાર્તાઓ અંગેના પ્રશ્નો.

  1. શું આ એગ્રીમેન્ટ લેખકની અન્ય વાર્તાઓ પર કોઈપણ રીતે અસર કરશે?

નાણાકીય લાભો અને શીર્ષક ક્રેડિટ સંબંધિત પ્રશ્નો.

  1. ચુકવણી માળખું (પેમેન્ટ સ્ટ્રક્ચર) શું છે? 

  2. આવકનો હિસ્સો કેવી રીતે ગણવામાં આવશે? 

  3. આવકનો હિસ્સો ક્યારે અને કેવી રીતે ચૂકવવામાં આવશે?

  4. શું રેવન્યુ શેર પેમેન્ટ સામે, અપફ્રન્ટ પેમેન્ટનું એડજસ્ટમેન્ટ થશે?

  5. વાર્તાના રાઇટ્સનો ઉપયોગ કરીને પ્રોડયુઝ કરેલ કોઈપણ કૃતિમાં શીર્ષક ક્રેડિટ લેખકને કેવી રીતે આપવામાં આવશે?

કોન્ટ્રાક્ટમાં એરેન્જમેન્ટ/ગોઠવણી અંગેના પ્રશ્નો.

  1. જો વાર્તાનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેની પરવાનગી ન હોય અથવા જો સમયસર ચુકવણી ન મળે, તો લેખક પાસે શું ઉપાય છે?

 

આ પ્રશ્નો અને માહિતી શેર કરવા સાથે, અમારો ઉદ્દેશ્ય લેખકોને એમની વાર્તાઓના રાઈટ્સ અંગે, કોઈપણ સાથે વાતચીત કરવા માટે શિક્ષિત અને સક્ષમ કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી લેખકોને તેઓ જે એગ્રીમેન્ટ પર સાઈન કરી રહ્યા છે તેના વિશે વધુ જાગૃત રાખવામાં મદદ કરશે. તમારે કોઈપણ એગ્રીમેન્ટ પર સાઈન કરતા પહેલા આ તમામ પ્રશ્નોના જવાબો મેળવવા જોઈએ. આ રીતે તમારી પોતાની વાર્તા માટેની તમારી મહેનતને સુરક્ષિત કરો.

જો તમને હજુ પણ કોઈ શંકા/પ્રશ્નો હોય, તો નિઃસંકોચ [email protected] પર અમારો સંપર્ક કરશો.

કોઈપણ વધુ સહાય માટે અને આવી વધુ માહિતી માટે પ્રતિલિપિ ગુજરાતી પ્રોફાઇલને ફોલો કરશો.

 

શું આ લેખથી આપને મદદ મળી?