હું રચના અથવા ધારાવાહિક કેવી રીતે દૂર કરી શકું?

જો આપે અકસ્માતે નવો ભાગ પ્રકાશિત કર્યો હોય અથવા જો આપને ખાતરી હોય કે આપને હવે વાર્તાનો ભાગ જોઈતો નથી, તો આપની પાસે તેને દૂર કરવાનો વિકલ્પ છે. આપ ડ્રાફ્ટ અને પ્રકાશિત ભાગો તેમજ સમગ્ર વાર્તા બંનેને દૂર કરી શકો છો.

 

સંપૂર્ણ ખાતરી કરો કે આપ વાર્તાના ભાગને દૂર કરવા માંગો છો, કારણ કે તે દૂર કર્યા બાદ તેને ફરી પ્રકાશિત  કરવાની કોઈ રીત નથી. જો આપ વાર્તાનો ભાગ કાઢી નાખો છો, તો આપના વાંચન/રેટિંગ્સની કુલ સંખ્યામાંથી આ ભાગના તમામ વાંચન અને રેટિંગ્સ પણ દૂર થશે.



એપ્લિકેશન માટે: 

 

ભાગ દૂર કરવા:

 

  1. લખો બટન પર ક્લિક કરો

  2. જે-તે રચનામાં જાઓ

  3. વધુ જાણો બટન પર ક્લિક કરો

  4. અપ્રકાશિત કરો પસંદ કરો

 

હવે અપ્રકાશિત ભાગ ધારાવાહિકની અંદર જ ધારાવાહિકના ડ્રાફ્ટ તરીકે અલગથી જોઈ શકાશે. કોઈ ભાગને દૂર કરવાને બદલે, આપની પાસે તેને અપ્રકાશિત કરવાનો વિકલ્પ પણ છે, અને વાર્તાનો ભાગ પાછો ડ્રાફ્ટમાં ફેરવવામાં આવશે, જેથી ફક્ત તમે જ તેને જોઈ શકો.

 

જો આપ તે ભાગ દૂર કરવા ઈચ્છો તો

 

  1. ડ્રાફ્ટમાં વધુ જાણો બટન પર ક્લિક કરો

  2. દૂર કરો પર ક્લિક કરો

  3. દૂર કરો પસંદ કરી ખાતરી આપો

 

સંપૂર્ણ ધારાવાહિક દૂર કરવા માટે દરેક ભાગ એક એક કરી પસંદ કરો અને ઉપર મુજબના પગલાં ભરો



વેબસાઈટમાં:

 

ભાગ દૂર કરવા માટે:

 

  1. આપની પ્રોફાઈલમાં જાઓ

  2. જે-તે વાર્તા પસંદ કરો

  3. અપ્રકાશિત કરો પર ક્લિક કરો

  4. દૂર કરો પસંદ કરો

  5. સંમતિ આપો

 

સંપૂર્ણ ધારાવાહિક દૂર કરવા માટે દરેક ભાગને એક એક કરીને પસંદ કરી ઉપર મુજબના પગલા ભરો.

 

શું આ લેખથી આપને મદદ મળી?