હું મારો પાસવર્ડ ભૂલી ગયો છું, મારે શું કરવું જોઈએ?

આપનો પાસવર્ડ એ આપના એકાઉન્ટમાં લોગીન કરવાની ચાવી છે. આપ તેને કોઈપણ સમયે બદલી શકો છો અથવા જો આપ તેને ભૂલી ગયા હોવ તો તેને ફરીથી સેટ કરી શકો છો.

આપના પાસવર્ડ વિશે અહીં કેટલીક મુખ્ય માહિતી છે:

- તે 6 થી 20 અક્ષરોની વચ્ચે હોવો જોઈએ.

- આપ અપર અને લોઅરકેસ અક્ષરો [A-Z, a-z], સંખ્યાઓ [0-9] અથવા ^%$& જેવા પ્રતીકોનો ઉપયોગ કરી શકો છો

જ્યારે આપે આપના એકાઉન્ટમાંથી લોગીન અથવા લોગઆઉટ હોવ ત્યારે આપનો પાસવર્ડ રીસેટ થઈ શકે છે.

1. જો તમે તમારો પાસવર્ડ જાણો છો, તો તમે તેને તમારા સેટિંગ્સમાં બદલી શકો છો.

Android ફોન માંથી:

  1. તમારી પ્રોફાઇલ પર જાઓ (ઉપર જમણી બાજુએ તમારા પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો).
  2. ઉપરના જમણા ખૂણામાં સેટિંગ્સ પર ક્લિક કરો.
  3. એકાઉન્ટ સેટિંગ્સ પસંદ કરો.
  4. પાસવર્ડ બદલો પર ક્લિક કરો.
  5. જુનો અને નવો પાસવર્ડ ઉમેરીને સેવ કરો.

 

વેબ પરથી:

  1. ઉપરના જમણા ખૂણે પ્રોફાઇલ પર ક્લિક કરો.
  2. સેટિંગ્સ પસંદ કરો.
  3. 'અપડેટ પાસવર્ડ' પર ક્લિક કરો.
  4. તમારો જૂનો પાસવર્ડ અને તમારો નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરો.
  5. ફેરફારો સાચવો પર ક્લિક કરો.

 

2. જો આપને આપનો પાસવર્ડ ખબર નથી અથવા યાદ નથી, તો આપ તેને રીસેટ કરી શકો છો. 

Android ફોન માંથી:

  1. આપના એકાઉન્ટમાંથી લોગઆઉટ કરો.
  2. એપ્લિકેશન ખોલો.
  3. ઇમેઇલ સાથે સાઇન ઇન પર ટેપ કરો.
  4. આપના એકાઉન્ટ સાથે લિંક કરેલ ઇમેઇલ દાખલ કરો.
  5. ‘પાસવર્ડ યાદ નથી’ પર ક્લિક કરો.

હવે, આપને પાસવર્ડ રીસેટની લિંક mail દ્વારા પ્રાપ્ત થશે.

નોંધ: પાસવર્ડ રીસેટની વિનંતીઓની સંખ્યાના આધારે આપની પાસવર્ડ રીસેટ લિંક મેળવવામાં 24 કલાક જેટલો સમય પણ લાગી શકે છે. જો આપને 24 કલાક પછી પણ પાસવર્ડ રીસેટ લિંક ન મળે, તો આ વિશે માહિતી સાથે રીપોર્ટ કરીને અમને જાણ કરો.


વેબ પરથી :

  1. www.pratilipi.com પર જાઓ.
  2. ઉપરના જમણા ખૂણામાં સાઇન ઇન પર ક્લિક કરો.
  3. ‘પાસવર્ડ યાદ નથી’ પર ક્લિક કરો. (સાઇન ઇન બટન હેઠળ)
  4. તમારા એકાઉન્ટ સાથે લિંક કરેલ ઇમેઇલ દાખલ કરો.

હવે, આપને પાસવર્ડ રીસેટની લિંક mail દ્વારા પ્રાપ્ત થશે.

નોંધ: પાસવર્ડ રીસેટની વિનંતીઓની સંખ્યાના આધારે આપની પાસવર્ડ રીસેટ લિંક મેળવવામાં 24 કલાક જેટલો સમય પણ લાગી શકે છે. જો આપને 24 કલાક પછી પણ પાસવર્ડ રીસેટ લિંક ન મળે, તો આ વિશે માહિતી સાથે રીપોર્ટ કરીને અમને જાણ કરો.

મહેરબાની કરીને નોંધ કરો: આપનો પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં; આપનું એકાઉન્ટ સુરક્ષિત રાખો! આપ ફક્ત આપના એકાઉન્ટ સાથે લિંક કરેલ ઇમેઇલમાંથી જ આપનો પાસવર્ડ રીસેટ કરી શકો છો. પાસવર્ડ રીસેટ ઈમેલ અન્ય કોઈપણ ઈમેલ પર મોકલી શકાતો નથી. આનો અર્થ એ છે કે જો આપે ખોટા ઈમેલ એડ્રેસથી આપનું એકાઉન્ટ બનાવ્યું હોય, તો આપ આપનો પાસવર્ડ રીસેટ કરી શકશો નહીં.

શું આ લેખથી આપને મદદ મળી?