સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ શું છે?

સુપરફેન સબસ્ક્રિપ્શન એ ઓથર લેવલનું સબસ્ક્રિપ્શન છે. જ્યાં વાચક તેમના મનપસંદ લેખક પ્રત્યે લાગણી અને પ્રોત્સાહન બતાવી શકે છે અને બદલામાં કેટલાક વધારાના લાભો મેળવી શકે છે. કોઈ લેખકનું સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાથી નીચે મુજબના લાભ મળશે:

  • તે લેખકની સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ ચાલુ ધારાવાહિકના નવીનતમ ભાગ 5 દિવસ પહેલા વાંચી શકો.
  • તે લેખકની પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગ હેઠળ પૂર્ણ થયેલ ધારાવાહિકના તમામ ભાગ અનલોક કરી શકો.
  • તે લેખકના સુપરફેન ચેટરૂમમાં જોડાઈ શકો.
  • તે લેખકની પ્રોફાઈલમાં સુપરફેન લીસ્ટની યાદીમાં જોડાઈ શકો.
  • તે લેખકની રચના/પોસ્ટ પર પ્રતિભાવ આપતી વખતે સુપરફેન બેજ મેળવી શકો.
  • ખાસ સબસ્ક્રાઈબર માટેની પોસ્ટ અનલોક કરી જોઈ શકો.
  • તે લેખકની નવી ઉમેરાતી કોઈપણ સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળની ચાલુ ધારાવાહિક/પ્રીમિયમ એક્સક્લુઝિવ પેઇડ ધારાવાહિકને પહેલેથી જ અનલોક કરી શકો.
  • ભવિષ્યમાં, વધુ સારા વાંચન અનુભવ માટે વિશિષ્ટ સુપરફેન સબસ્ક્રિપ્શન સુવિધાઓના લાભ મેળવી શકશો.

બધા લેખકો કે જેમના ઓછામાં ઓછા 200 ફોલોઅર્સ છે અને છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછી 5 રચનાઓ પ્રકાશિત કરી છે તેઓ સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવે છે. આપ તેના માટે યોગ્ય છો કે નહીં તે તપાસવા માટે, ગુગલ પ્લે સ્ટોર પર પ્રતિલિપિ એપ્લિકેશનની નવી અપડેટ તપાસીને પછી જો આપને આપના પ્રોફાઈલ ફોટો પર ગોલ્ડન બેજ દેખાય, તો આપ આ પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવો છો.

 

શું આ લેખથી આપને મદદ મળી?