હું પ્રતિલિપિમાં એકાઉન્ટ કેવી રીતે બનાવી શકું?

આપ નીચે મુજબની રીતે પ્રતિલિપિમાં એકાઉન્ટ બનાવી શકો છો.

 1. જો આપ એન્ડ્રોઈડ કે એપલના ફોનથી લોગ ઈન કરવા ઈચ્છો તો ગુગલ પ્લેસ્ટોર કે એપલસ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી સાઈન-ઈન પર ક્લિક કરો.
 2. જો આપ કમ્પ્યુટરમાંથી લોગઈન કરી રહ્યાં હોય તો gujarati.pratilipi.com પર જઈ જમણી બાજુ ઉપરની તરફ જોઈ શકાતા સાઈન ઈન બટન પર ક્લિક કરી સાઈન ઈન કરી શકશો.

આપ આપના ફેસબુક એકાઉન્ટ અથવા માન્ય ઈમેલ એડ્રેસ સાથે Google એકાઉન્ટનો ઉપયોગ કરીને પ્રતિલિપિમાં સાઇન અપ કરી શકો છો. કૃપા કરીને એવા ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરો જેના ઍક્સેસ તમારી પાસે હોય. આપની કંપની અથવા શાળા વગેરેના mail id દ્વારા લોગીન કરશો નહીં. ફક્ત પર્સનલ mail id દ્વારા લોગીન કરશો. જેથી એકાઉન્ટ બનાવાયા પછી આપ mail id અને પાસવર્ડ યાદ રાખી શકો.

ફેસબુક દ્વારા લોગીન કરતી વખતે અમે ભલામણ કરીએ છીએ કે, એકાઉન્ટ બનાવ્યા પછી પ્રતિલિપિ એપમાં આપની પ્રોફાઈલમાં જશો. અહીં જમણી બાજુ ઉપર સેટિંગ વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરીને એકાઉન્ટ વિકલ્પમાં જશો. અહીં સ્ક્રોલ કરીને નીચેના ભાગમાં આપનું mail id અને પાસવર્ડ ઉમેરીને સેવ રાખશો. જેથી ફરી લોગીન કરવામાં આપ ફેસબુક વાપરતા ન હોવ તો પણ mail id અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને એકાઉન્ટ સક્રિય રાખી શકો.

આપ આપની પ્રોફાઇલમાં આપની મૂળભૂત વિગતો જેમ કે નામ, ઉપનામ/પેન-નામ, જન્મદિવસ, પરિચય (bio), જાતિ વગેરે ઉમેરી શકો છો, પરંતુ મોટાભાગની માહિતી અન્ય વપરાશકર્તાઓને દેખાતી નથી. અન્ય વપરાશકર્તાઓ શું જોઈ શકે છે તે વિશે વધુ વાંચવા માટે, એકાઉન્ટ ગોપનીયતા તપાસો.

તમારા એકાઉન્ટમાં તમે પ્રોફાઈલ ફોટો પણ ઉમેરી શકો છો, પરંતુ એ માટે નીચેની બાબત ધ્યાનમાં રાખશો.

 • જો તમે એપનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો પ્રતિલિપિને તમારા ગેલેરીની ઍક્સેસ જોઈશે. આ તમારા ફોનના સેટિંગ્સમાં ચકાસી શકાય છે. (પ્રતિલિપિને ગેલેરી જોવાની પરમિશન આપશો.)
 • તમે અપલોડ કરો છો તે ફોટો .jpg ફાઇલ હોવી જોઈએ અને તે 1MB કરતાં વધુ ના હોવી જોઈએ.
 • પસંદ કરેલો ફોટો પ્રતિબંધિત હોવો જોઈએ નહીં. તમે અમારી કન્ટેન્ટ ગાઈડલાઈનમાં પ્રતિબંધિત રચના વિશે વધુ જાણી શકો છો.

એકવાર આપનું એકાઉન્ટ સેટ થઈ જાય, પછી અમે આપને આપના એકાઉન્ટ સાથે લિંક કરેલ ઇમેઇલ સરનામું ચકાસવા માટે કહીએ છીએ. આ ઉપરાંત ઇમેઇલ, જો આપ કોઈ સમસ્યા અનુભવો અને આપનો પાસવર્ડ રીસેટ કરવા આપનું પ્રતિલિપિ એકાઉન્ટ પુનઃપ્રાપ્ત કરવા વગેરે માટે જરૂરી છે. આપનું ઈમેલ એડ્રેસ ચકાસવું એ ઝડપી અને સરળ પ્રક્રિયા છે.

એકવાર આપનું એકાઉન્ટ બની જાય, પછી પ્રતિલિપિ પરિવારનો ભાગ બનવા તમે આ કરી શકશો:

 • અન્ય વપરાશકર્તાઓને ફોલો કરો.
 • અન્યની રચનાઓ વાંચો.
 • રચના પર રેટિંગ અને રીવ્યુ (પ્રતિભાવ) આપો.
 • મેસેજ મોકલો.
 • વાર્તા પ્રકાશિત કરો.
 • ઇમેઇલ દ્વારા સૂચનાઓ પ્રાપ્ત કરો.

હવે તમે પ્રતિલિપિ સમુદાય સાથે વાંચવા, લખવા અને જોડાવા માટે તૈયાર છો. અમારી સેવાની શરતો ચકાસો. બધાએ અમારી સેવાની શરતો, કોમ્યુનીટી ગાઈડલાઈન્સ, વગેરેનું પાલન કરવું ફરજિયાત છે.

તો મિત્ર, પ્રતિલિપિમાં આપનું સ્વાગત છે!

શું આ લેખથી આપને મદદ મળી?