પ્રતિલિપિમાં ચર્ચા વિભાગનો ઉપયોગ કેવી રીતે કરવો?

પ્રતિલિપિ ચર્ચા વિભાગ અમારા લેખકો અને વાચકો માટે એક વિશિષ્ટ ફીચર છે જ્યાં અમે દૈનિક ધોરણે વિવિધ પ્રકારના વિવિધ પ્રશ્નો મુકીએ છીએ. આપ જે-તે વિષય પર આપના કિંમતી પ્રતિભાવો, વિચારો અથવા અનુભવ લખી શકો છો અને સાથી સભ્યો સાથે તેની ચર્ચા કરી શકો છો.

 

ચર્ચાઓ અને રચનાત્મક દલીલો હંમેશા આપણી સંસ્કૃતિનો મુખ્ય સાર રહ્યો છે. અમે માનીએ છીએ કે ઉંમર કે વ્યવસાય ગમે તે હોય, દરેક વ્યક્તિ પાસે વહેંચવા માટે અલગ-અલગ જ્ઞાન અને અનુભવ હોય છે. આમ, કોઈપણ વ્યક્તિ સાથી સભ્યો સાથે દૈનિક વિષયો પરના એમના વિચારો શેર કરવા માટે અમારી દૈનિક ચર્ચા સુવિધાનો ઉપયોગ કરી શકે છે. 

 

પ્રતિલિપિના હોમ પેજ પર, જો આપ થોડું નીચે સ્ક્રોલ કરશો, તો આપને વિવિધ રંગોથી ચિહ્નિત થયેલ દૈનિક પ્રશ્નો દેખાશે. ફક્ત એક દિવસના પ્રશ્ન પર ક્લિક કરો અને આપને વિષય પર આપના જવાબ પોસ્ટ કરવા તેમજ અન્ય સભ્યોના જવાબો પર લાઈક અને ટિપ્પણી કરવાના વિકલ્પો દેખાશે.

 

વધુ લાઈક્સ અને ટિપ્પણીઓ મેળવવા માટે રસપ્રદ જવાબ પોસ્ટ કરો અને લેખક તરીકે વધુ દૃશ્યતા મેળવવા માટે દરરોજ ભાગ લો. કારણ કે હજારો લોકો દરરોજ આ વિભાગની મુલાકાત લે છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?