મને પ્રતિલિપિ એકાઉન્ટમાં લોગઈન કરવામાં મુશ્કેલી આવી રહી છે, મારે શું કરવું જોઈએ?

શું આપને આપના પ્રતિલિપિ એકાઉન્ટ જે જીમેલ સાથે લિંક છે તેમાં લોગીન કરવામાં મુશ્કેલી આવી રહી છે? શું નવું એકાઉન્ટ બનાવતી વખતે આપનું ઈમેઇલ સાથે પહેલેથી જ એક એકાઉન્ટ લિંક થયેલ છે એવું આવે છે? અથવા સાઈન ઈન કર્યા પછી આપની કોઈપણ વાર્તાઓ, ફોલોઅર્સ વગેરે જોઈ શકતા નથી?

બની શકે કે આપે આપના હાલના એકાઉન્ટમાં સાઈન ઇન કરવાને બદલે ભૂલથી નવું પ્રતિલિપિ એકાઉન્ટ બનાવી દીધું હોય, જેના કારણે આપના ઓરીજીનલ એકાઉન્ટને બદલે અન્ય એકાઉન્ટ ખુલ્યું હોય. એટલે આપના એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને આપના પ્રતિલિપિ એકાઉન્ટમાં લોગ ઇન કરવાનો પ્રયાસ કરો જેનો આપ પ્રથમ વખત સાઈન અપ કરતી વખતે ઉપયોગ કર્યો હતો.

જો ત્યારબાદ પણ સમસ્યા રહે, તો જે એકાઉન્ટ આપનું છે એ નામ પ્રતિલિપિમાં સર્ચ કરીને એ એકાઉન્ટ રીપોર્ટ કરીને અમને જાણ કરો.

 

શું આ લેખથી આપને મદદ મળી?