હું રીડિંગ ચેલેન્જ વિશે જાણવા માંગુ છું.

1. રિડીંગ ચેલેન્જ શું છે?

પ્રતિલિપિની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં રિડીંગ ચેલેન્જના દિવસો અનુસાર દરરોજ ઓછામાં ઓછી 1 રચના પૂર્ણ વાંચીને આપ ફ્રી સિક્કા જીતી શકો છો. 

 

2. રિડીંગ ચેલેન્જ કેવી રીતે શરૂ કરવી?

રિડીંગ ચેલેન્જમાં ભાગ લેવા આપે નીચેના પગલા અનુસરી ચેલેન્જ શરુ કરવાની રહેશે:

(1) આપની પ્રોફાઇલ પર જાઓ.
(2) રિડીંગ ચેલેન્જ વિભાગ પર ક્લિક કરો.
(3) રિડીંગ ચેલેન્જ એક્સેપ્ટ કરો.

 

3. સિક્કા જીતવા માટે મારે કેટલા દિવસ વાચવું પડશે?

અહીં બે પ્રકારની ચેલેન્જ છે:

I. 7 દિવસ ચેલેન્જ - તેમાં 7 દિવસ સુધી દરરોજ એક રચના પૂર્ણ વાંચવાની રહેશે. જો આપ આ ચેલેન્જ પૂર્ણ કરો તો આપને 5 સિક્કા મળશે.

II. 21 દિવસ ચેલેન્જ - તેમાં 21 દિવસ સુધી દરરોજ એક રચના પૂર્ણ વાંચવાની રહેશે. જો આપ આ ચેલેન્જ પૂર્ણ કરો તો આપને 25 સિક્કા મળશે. જેમાં 7 દિવસ ચેલેન્જના 5 સિક્કા 7 દિવસના અંતે આપના એકાઉન્ટમાં જમાં થશે અને 20 સિક્કા 21 દિવસના અંતે જમા થશે.

એકવાર આપની ચેલેન્જ પૂર્ણ થાય પછી આપે રિડીંગ ચેલેન્જ એક્સેપ્ટ કરીને નવી ચેલેન્જ ફરીથી શરુ કરવાની રહેશે.

 

4. જો હું એક દિવસ ચૂકી જાઉં તો શું થશે?

તે કિસ્સામાં આપ ચેલેન્જની બહાર થશો અને આપે નવેસરથી રિડીંગ ચેલેન્જ એક્સેપ્ટ કરીને નવી ચેલેન્જ ફરીથી શરુ કરવાની રહેશે.

 

5. જો 7 દિવસનો ચેલેન્જ પૂર્ણ કર્યા બાદ હું એક દિવસ ચૂકી જાઉં તો શું હું 21 દિવસ ચેલેન્જમાંથી બહાર થઈશ?

હા. આપ 21 દિવસ ચેલેન્જમાંથી બહાર થશો. જો કે 7 દિવસ ચેલેન્જ પૂર્ણ કરવા બદલ આપના અકાઉન્ટમાં 5 સિક્કા પ્રાપ્ત કરવા ઉપલબ્ધ રહેશે.

 

6. જો હું વાંચન માટે પ્રતિલિપિ વેબસાઈટનો ઉપયોગ કરુ તો શું તે માન્ય ગણાશે?

ના. આ સમયે અમે રિડીંગ ચેલેન્જ વેબસાઈટ અને આઈઓએસ એપ્લીકેશનમાં સપોર્ટ કરતા નથી. આપ માત્ર એન્ડ્રોઈડ એપ્લીકેશનનો ઉપયોગ કરીને જ ચેલેન્જમાં ભાગ લઈ શકો છો.

 

7. શું હું એક વાર ચેલેન્જ પૂર્ણ કર્યા બાદ ફરી ચેલેન્જનો ભાગ બની શકું છું?

હા, આપ ઈચ્છો તેટલી વાર ચેેલેન્જના ભાગ બની શકો છો. જોકે દર વખતે આપે રિડીંગ ચેલેન્જ એક્સેપ્ટ કરીને નવી ચેલેન્જ ફરીથી શરુ કરવાની રહેશે.

 

8. રિડીંગ ચેલેન્જમાંથી જીતેલા સિક્કા હું ક્યાં જોઈ શકું અને કેવી રીતે પ્રાપ્ત કરું?

જો આપે રિડીંગ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરી હશે તો આપના સિક્કા 'રિડીંગ ચેલેન્જ' વિભાગમાં સિક્કા પ્રાપ્ત કરવાના વિકલ્પમાં ઉપલબ્ધ થશે. આપ ત્યાંથી સિક્કા પ્રાપ્ત કરી શકશો. આપના સિક્કાના ટ્રાન્ઝેક્શન આપ હોમપેજમાં ઉપર રહેલા ડાયમંડના ચિન્હ પર ક્લિક કરીને 'સિક્કા વિભાગ'માં જઈને તપાસી શકશો.

 

9. રિડીંગ ચેલેન્જ પૂર્ણ કર્યા છતાં મને સિક્કા ના મળે તો મારે શું કરવું જોઈએ?

રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો. અમે 24-48 કલાકની અંદર સમસ્યાની તપાસ કરીશું.

શું આ લેખથી આપને મદદ મળી?