જો મારી ધારાવાહિક (ચાલુ/પૂર્ણ) પ્રતિલિપિ પ્રીમિયમ માટે યોગ્યતા ધરાવે છે, તો હું તેમાંથી કેવી રીતે આવક મેળવી શકું?

જો આપની કોઈ પૂર્ણ રચના પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગનો ભાગ છે તેમજ કોઈ ધારાવાહિક સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ ચાલુ છે અને જો કોઈ વાચક (પ્રતિલિપિ પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન ધરાવનાર) આપની સબસ્ક્રિપ્શન હેઠળ આવેલી રચનાઓ વાંચે છે, તો આપ પ્રીમિયમ આવક માટે પાત્ર છો.

આપની આવકનો હિસ્સો એ પ્રીમિયમ વાચકો દ્વારા જે-તે મહિનામાં આપની પ્રતિલિપિ પ્રીમિયમ ધારાવાહિકને કુલ કેટલી વખત વાંચવામાં આવી છે તેના પર નિર્ભર હશે. વાંચનની સંખ્યા જેટલી વધુ હશે, તેટલો આવકનો હિસ્સો વધારે હશે.

આ આવક દર મહિનાના અંતે આપની 'મારી આવક' હેઠળ જોવા મળશે. જ્યાં સબસ્ક્રિપ્શન હેઠળની દરેક ધારાવાહિકમાંથી મળેલી આવક આપને જોવા મળશે.

પ્રતિલિપિમાં નિયમિત લેખન દ્વારા આવક મેળવવા વિશે જાણવા કૃપા કરી આ વિડીયો ધ્યાનપૂર્વક જોશો: https://youtu.be/DsWU6KUKCPU
 
આ વિડીયો દ્વારા આપ પ્રતિલિપિના આવક માટેના ફીચર્સ વિશે સરળતાથી જાણકારી મેળવી શકશો.

શું આ લેખથી આપને મદદ મળી?