ગોપનીયતા નીતિ

અમે આપનું પ્રતિલિપિમાં સ્વાગત કરીએ છીએ અને પ્રતિલિપિને એક અગ્રણી વાર્તા કહેનારો (સ્ટોરિ ટેલિંગમંચ બનાવવામાં આપના સમર્થન બદલ આપનો આભાર માનીએ છીએ.

અમે આપને અમારી ગોપનીયતા નીતિ સંપૂર્ણપણે વાંચી જવા પ્રોત્સાહિત કરીએ છીએ જેથી પ્રતિલિપિ કેવી રીતે આ પ્લેટફોર્મના યુઝર્સ સંબંધિત ડેટા એકત્રિત કરીને તેનો ઉપયોગ કરે છે તેના સઘળાં પાસાં તમે સમજી શકશોઅમારી કામગીરીમાં પારદર્શી રહેવા અને અમારા યુઝર્સના ડેટાની ગોપનીયતા માટેનો અમારો આદર દર્શાવવા અમે સતત કટિબદ્ધ છીએઆ પ્રણાલિથી તમે સંમત ન હોવતો તમને પ્રતિલિપિ એપ અને/અથવા વેબસાઈટનો ઉપયોગ ન કરવાની અમારી સલાહ છે.

 

ગોપનીયતા નીતિ

 

આ ગોપનીયતા નીતિમાં નાસડિયા ટેકનોલોજીસ પ્રા. લિ. (“કંપની”)ની વેબસાઈટ (www.pratilipi.com) (“વેબસાઈટ”) અને એન્ડ્રોઈડ (“એપ્લિકેશન”) પર ઉપલબ્ધ પ્રતિલિપિ એપ્લિકેશનના કોઈ વ્યક્તિ (“યુઝર”/“તમે”/“તમારા”) દ્વારા ઉપયોગને લગતી માહિતીના ઉપયોગ, એકત્રીકરણ અને સંગ્રહના દસ્તાવેજ સામેલ છે. કંપની દ્વારા યુઝરને વિવિધ ભાષાઓમાં તસવીરો અને ઓડિયો (“પ્રકાશિત કાર્ય”) સહિતના પુસ્તકો, કાવ્યો, લેખો વગેરે જેવા સાહિત્યિક કાર્યોને વાંચવા, સાંભળવા અને/અથવા અપલોડ કરવા તેમજ બીજા લોકોના આવા સાહિત્યિક કાર્યોની સમીક્ષા, તેના વિશેની ટિપ્પણીઓને અપલોડ કરવા અથવા કંપની અને/અથવા અન્ય યુઝર્સ સાથે વેબસાઈટ/એપ્લિકેશન (“સર્વિસીઝ”) પર ચેટ (“ઈનપુટ્સ”) દ્વારા સંદેશાવ્યવહાર (કોમ્યુનિકેટ) કરવા જેવી સુવિધા પૂરી પડાય છે.

આ ગોપનીયતા નીતિ ઉપયોગની શરતોનો હિસ્સો છે અને તેની સાથે જ તેને વંચાણે લેવી. વેબસાઈટ/એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે આ ગોપનીયતા નીતિ સાથે સંમત થાવ છો. તમે તેની સાથે સંમત ન થતા હોવ, તો કૃપા કરીને વેબસાઈટ/એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરી દો.

કંપની કઈ માહિતી એકત્ર કરે છે?

 

કંપની માટે યુઝર્સને પોતાની સેવાઓ ઓફર કરવા અને યુઝર્સના અનુભવમાં સતત સુધારો કરવા, કંપની દ્વારા અંગત રીતે ઓળખી શકાય તેવી માહિતી (એવી માહિતી કે જેનો કોઈ વ્યક્તિની ઓળખ માટે ઉપયોગ કરી શકાય) અને બિન-અંગત રીતે ઓળખી શકાય તેવી માહિતી (એવી માહિતી કે જેનો કોઈ વ્યક્તિની સીધી ઓળખ માટે ઉપયોગ કરી ન શકાય)નો (સહિયારી રીતે ‘યુઝરની માહિતી’) સમાવિષ્ટ થતી હોત તેવી ચોક્કસ માહિતી એકત્ર કરાય છે.

 

માહિતીનો પ્રકાર

સામેલ છે

ડેટામાં નોંધણી/લોગ ઈન

નામ, ઈમેઈલ એડ્રેસ/ફેસબુક અથવા ગુગલ લોગ-ઈન વિગતોની સાથે પ્રોફાઈલની વિગતો કે જે જાહેર હોય અથવા આ પ્લેટફોર્મ પર યુઝરના ગોપનીયતા સેટિંગ્સ મુજબ વહેંચી શકાતી હોય.

 

યુઝર દ્વારા જાતિ, વય, શહેર વગેરે જેવી અપાયેલી અન્ય વૈકલ્પિક રીતે અપાયેલી વિગતો

 

આ બાબત કંપની દ્વારા જાહેર કરાયેલી કોન્ટેસ્ટ દ્વારા પ્રકાશિત કાર્યની પ્રસ્તુતિ દરમિયાન યુઝરને પણ લાગુ પડે છે.

ઉપયોગ ડેટા

વેબસાઈટ/એપ્લિકેશન પર યુઝર દ્વારા ઈનપુટ

મુલાકાત લેવાયેલા પાનાં (પેજીસ) અથવા પ્રોફાઈલ્સ, પેજ પર વીતાવેલા સમય, પોર્ટલ, સ્થળ, ભાષા પસંદગી, સર્ચ પગલાં, કોન્ટેસ્ટમાં સહભાગીપણું, અન્ય યુઝર્સ સાથે વાર્તાલાપ, આવા તમાં પગલાંની તારીખ અને સમય સહિત સંબંધિત ડેટા

ડિવાઈસ ડેટા

દરેક એન્ડ્રોઈડ યુઝર, ફોન નિર્માણ, બ્રાઉઝર વર્ઝન અને પ્રકાર, આઈપી એડ્રેસ માટે જનરેટ કરાતો ડિવાઈસ ઓળખકર્તા ટોકન

સંપર્કની યાદી/મિત્રોની યાદી

યુઝર જ્યાં વેબસાઈટ/એપ્લિકેશનના સંદર્ભ માટે યુઝરના સંપર્કોના ફોન નંબરની વહેંચણી કરવા સંમત થતો હોય ત્યાં કંપની તેને માત્ર સંદર્ભ માટે એકત્રિત કરીને ઉપયોગ કરે છે અને આવી માહિતી સંબંધે તે બીજાં કોઈ પગલાં લેતી નથી. સંદર્ભિત સંપર્કો સમક્ષ ડેટાબેઝમાંથી તેમની વિગતોને [email protected] પર પત્રવ્યવહાર કરીને દૂર કરાવવાનો વિકલ્પ રહેશે.

 

યુઝર સંમત થાય, તો કંપની વેબસાઈટ/એપ્લિકેશન પર ફેસબુક દ્વારા લોગઈન થતી વેળાએ ફેસબુક પરના યુઝર્સના ફ્રેન્ડ્સની ફેસબુક ઓળખને એકત્રિત કરી શકે છે. કંપની વેબસાઈટ/એપ્લિકેશન પર પોતાના યુઝર્સ વચ્ચે એન્ગેજમેન્ટ (જોડાણ) વધારવા આવી માહિતીનો ઉપયોગ કરી શકે છે.

ગ્રાહક સહાય

કંપનીના એક્ઝિક્યુટિવ્સને યુઝર સહાય દરમિયાન પૂરી પડાયેલી માહિતી.

પેંમેટ ડેટા 

બિલિંગની માહિતી, ક્રેડિટ કાર્ડની માહિતી, પેમેંટ અને બેન્કિંગ કે માહિતી

 

કંપની એકત્રિત કરાયેલી યુઝરની માહિતીનું શું કરે છે?

 

કંપની યુઝરની માહિતીનો અહીં ઉપયોગ કરે છે:

-        ઉપયોગ માટે કંપનીની શરતોને લાગુ કરવા સહિત વેબસાઈટ/એપ્લિકેશનના ઉપયોગને લાગુ કરીને સુવિધા આપે છે

-        યુઝર્સ માટે ફરજિયાત અને પસંદ કરાયેલા નોટિફિકેશન મોકલવા

-        યુઝર સાથે સંદેશાવ્યવહાર કરવા

-        જ્યારે એક યુઝર કમ્પની દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ કોઈપણ સેવા મેળવવા માટે ચૂકવણી કરે છે ત્યારે પેમેંટ અને બિલિંગ માટે.

-        વેબસાઈટ/એપ્લિકેશનની કામગીરી અને સર્વિસ (યુઝર્સ અને પ્રકાશિત કાર્યની સુરક્ષા માટે સુરક્ષાનાં પગલાંનું સ્તર ઊંચુ લાવવા અને નવા ફીચર્સને પ્રસ્તુત કરવા જેવા) સુધારવા માટે

-        કસ્ટમાઈઝેશન, પર્સનલાઈઝેશન અને ઓપ્ટિમાઈઝેશન દ્વારા યુઝરનો અનુભવ સુધારવા

-        ટ્રબલશૂટિંગ, વિશ્લેષણ, સર્વે કરવા, યુઝરની પ્રકૃતિને સમજવા વગેરે સહિત વેબસાઈટ/એપ્લિકેશનનું સંચાલન કરવા

-        યુઝર્સમાં સમુદાયોનું નિર્માણ કરવા

 

શું યુઝરની માહિતી સુધી ત્રાહિત પક્ષકાર પહોંચ મેળવી શકે?

 

કંપની કોઈ પણ ત્રાહિત પક્ષકારને કદી યુઝરની માહિતી વેચતી કે ભાડે આપતી નથી. ત્રાહિત પક્ષકાર યુઝરની માહિતી સુધી નીચે વર્ણવ્યા મુજબ પહોંચ પ્રાપ્ત કરી શકે છે:

 

  1. બિઝનેસ પાર્ટનર્સ: ત્રાહિત પક્ષના અધિકૃત ભાગીદારો, કે જેઓ નીચેના કોષ્ટકમાં વર્ણવ્યા મુજબ તેમની પોતાની ગોપનીયતા નીતિ અનુસાર યુઝરની માહિતીનું સંચાલન કરે છે, જેને આ માટે જોડે છેઃ

 

           i.          વેબસાઈટ/એપ્લિકેશન અને સર્વિસીઝમાં નીચે મુજબ સુધારા માટે યુઝરની માહિતીનું વિશ્લેષણ કરવું:

 

ઓફર કરાતી સેવાઓ

એકમનું નામ

ગોપનીયતા નીતિની લિંક્સ

વિશ્લેષણ સેવાઓ

એમ્પ્લિટ્યૂડ (સ્થળઃ યુએસએ),

https://amplitude.com/privacy

ક્લેવરટેપ

https://clevertap.com/privacy-policy/

ફેસબુક એનાલિટિક્સ

https://www.facebook.com/policy.php

ગુગલ એનાલિટિક્સ (સ્થળ યુએસએ)

https://www.google.com/policies/privacy/partners/

https://firebase.google.com/support/privacy

https://policies.google.com/privacy#infosecurity

https://support.google.com/analytics/answer/6004245

નોટિફિકેશન સેવાઓ

ગુગલ ફાયરબેઝ (સ્થળઃ યુએસ-સેન્ટ્રલ)

યુઝર્સને કન્ટેન્ટ પૂરું પાડવા

 

લાઈમલાઈટ

https://media.limelight.com/documents/Limelight+Networks+Privacy+Policy+06-2018.pdf

ક્લાઉડફ્લેર

https://www.cloudflare.com/privacypolicy/

ચૂકવણી કરવાં માટે

રેઝરપે

https://razorpay.com/privacy/

 

         ii.          સેવાઓ સુધારવામાં મદદરૂપ થવા સંશોધન, સર્વે વગેરે સંબંધિત વૈવિધ્યપૂર્ણ સેવાઓ કંપનીને સમયાંતરે પૂરી પાડવી કે જે માટે કંપની સારા સંબંધ ખાતર કટિબદ્ધ છે.

 

  1. વિશેષ સંજોગોઃ કંપની યુઝર વિશે અંગત રીતે ઓળખી શકાય તેવી માહિતી જાહેર કરશે

        i.          જ્યારે-જ્યારે કાયદા અથવા કોર્ટ દાવા દ્વારા તે જરૂરી બનશે

        ii.         જો કંપની નિર્ધારિત કરે કે આવું પગલું રાષ્ટ્રીય સુરક્ષા, કાયદાના અમલ અથવા જાહેર મહત્ત્વતાના અન્ય કોઈ મુદ્દા માટે આવશ્યક છે

        iii.        તેની ઉપયોગની શરતોના અમલ માટે

        iv.        ઠગાઈ, સુરક્ષા અથવા ટેકનિકલ મુદ્દાના સંજોગોમાં

       2. કોર્પોરેટ પુનઃમાળખાગઠનઃ કંપનીની અસ્ક્યામતોનું ત્રાહિત પક્ષકારને સંપૂર્ણ અથવા આંશિકપણે વેચાણ, વિલિનીકરણ અથવા જોડાણના પરિણામે યુઝરની માહિતી અન્ય પક્ષકારને તબદિલ કરવાનો કંપની અબાધિત અધિકાર ધરાવે છે.

       3. યુઝર દ્વારા પ્રકાશિત સામગ્રીઃ કંપની લેખકો અને વાચકો વચ્ચેના સામુદાયિક નિર્માણની પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત યુઝર્સને એકબીજા સાથે વાર્તાલાપ કરવા સક્ષમ બનાવે છે. આ કારણે યુઝર્સના નામો, ટિપ્પણીઓ, લાઈક્સ વગેરે જાહેર રહે છે અને બીજા યુઝર્સ તેને જોઈ શકે છે. યુઝર્સે એ સુનિશ્ચિત કરવું રહ્યું કે તેઓ જાહેર કરવા માગતા ન હોય તેવા કોઈ ઈનપુટને વેબસાઈટ/એપ્લિકેશન પર મૂકે નહીં.

 

યુઝરની માહિતીને ક્યાં સ્ટોર કરાય છે અને તે કેવી રીતે સુરક્ષિત છે?

કંપની મુંબઈ, ભારત સ્થિત એમેઝોન વેબ સર્વિસીઝના ક્લાઉડ માળખામાં વેબસાઈટ/એપ્લિકેશન તથા યુઝરની સઘળી માહિતીને હોસ્ટ કરે છે. એમેઝોન વેબ સર્વિસીઝ સંગ્રહિત ડેટાના રક્ષણ માટે તીવ્રતમ સુરક્ષા પ્રણાલિ ધરાવે છે, જેની વિગતો https://aws.amazon.com/privacy/?nc1=f_pr પરથી મેળવી શકાશે. અમુક વિગતોનો ગુગલ ફાયરબેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સંગ્રહ કરાય છે.

કંપની જરૂર લાગે તેમ યુઝર માહિતીને ફક્ત તેના કર્મચારીઓ જ જોઈ શકે તે સુનિશ્ચિત કરવા નીડ-ટુ-નો નીતિને અનુસરે છે. પાસવર્ડને sha512નો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ કરાય છે અને આંતરિક રીતે સંગ્રહ કરાય છે. યુઝર્સે તેમના પાસવર્ડની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની રહે છે અને અનધિકૃત રીતે અન્ય કોઈની પણ સાથે તેની વહેંચણી કરવી નહીં. કોઈ પણ અનધિકૃત ઉપયોગને કારણે યુઝરની માહિતીની સુરક્ષા સાથે સમાધાન થઈ શકે છે.

ઈન્ટરનેટની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને યુઝર્સ એ બાબતનું અનુમોદન કરે છે કે અત્યંત તીવ્રતમ સુરક્ષાનાં પગલાં લેવા છતાં, યુઝરની માહિતીની સુરક્ષાની કોઈ ગેરન્ટી આપી શકાતી નથી.

યુઝરની માહિતી કેવી રીતે એકત્રિત કરાય છે અને ઓપ્ટ-આઉટ માટેના વિકલ્પો કયા છે?

કંપની દ્વારા પ્રાથમિક રીતે નીચેની ઢબે યુઝરની માહિતી એકત્રિત કરાય છે:

યુઝર દ્વારા પૂરી પડાતી માહિતી: વેબસાઈટ/એપ્લિકેશનમાં લોગ-ઈન/રજિસ્ટર થતી વેળાએ અને વેબસાઈટ/એપ્લિકેશનમાં ઈનપુટ પૂરા પાડતી વેળાએ યુઝરે પૂરી પાડેલી વિગતો.

કૂકીઝ દ્વારા એકત્રિત કરાયેલીઃ કૂકીઝ એ બ્રાઉઝર પર રહેતી નાનકડી ફાઈલો છે જેના દ્વારા વેબસાઈટ સુધી પહોંચ પ્રાપ્ત થાય છે. કૂકીઝને કંપની દ્વારા વિવિધ હેતુ માટે ગોઠવાય છે જે નીચે મુજબ છે:

પ્રકાર

કોણ ગોઠવે છે

ટ્રેકિંગનો પ્રકાર

ફરજિયાત

કંપની

યુઝર્સ દ્વારા વેબસાઈટના ઉપયોગને લાગુ કરે છે

વિશ્લેષણાત્મક હેતુઓ

વિશ્લેષણાત્મક

ત્રાહિત પક્ષકારો (ગુગલ, ફેસબુક, એમ્પ્લિટ્યૂડ)

યુઝર્સનું મેપિંગ

વિશ્લેષણાત્મક હેતુઓ

 

 

 

 

 

કોઈ યુઝર તેમના બ્રાઉઝર પર કૂકીઝમાંથી બહાર આવવાનું પસંદ કરી શકે છે. જો કે, આનાથી વેબસાઈટની કામગીરીને અસર થઈ શકે છે.

એપીઆઈ કોલ્સઃ એપીઆઈ કોલ્સમાં એવો ડેટા સામેલ હોય છે જેનું સર્જન જ્યારે યુઝર વેબસાઈટ/એપ્લિકેશન પર વિભિન્ન પેજીસના નેવિગેટિંગ, બટન પર ક્લિકિંગ, કન્ટેન્ટના વાંચન જેવી પ્રવૃત્તિઓ કરે છે ત્યારે થાય છે. આ ડેટાને કંપની એકત્ર કરીને ઉપયોગ કરે છે અને તેની આ ગોપનીયતા નીતિમાં કરેલા ઉલ્લેખ મુજબ અધિકૃત ત્રાહિત પક્ષ સાથે વહેંચણી પણ કરે છે.

પોતાની યુઝર માહિતી સંબંધે યુઝર્સના અધિકારો કયા છે?

નોંધણીઃ યુઝર્સ ફરજિયાત અંગતપણે ઓળખી શકાય તેવી માહિતીની વહેંચણી કરવા માગતા ન હોય તો તેમ કરવું જરૂરી હોય તેવી વેબસાઈટ/એપ્લિકેશન પર રજિસ્ટર ન થવાનો તેમની પાસે વિકલ્પ છે. કંપનીને વાજબી લાગે તે રીતે વેબસાઈટ/એપ્લિકેશનનો ઉપયોગ કરવાની તેમની ક્ષમતા નિયંત્રિત થઈ શકે છે.

સુધારો અથવા રદકરવુઃ યુઝર્સ વેબસાઈટ/એપ્લિકેશન પર તેમના એકાઉન્ટ સેટિંગ્સમાંથી તેમની પ્રોફાઈલ વિગતોને સુધારી કે રદ કરી શકે છે. યુઝર્સને તેમની માહિતી અપ-ટુ-ડેટ રાખવા પ્રોત્સાહિત કરાય છે.

પ્રોફાઈલ રદ કરવી:યુઝર્સ તેમની પ્રોફાઈલ તથા તેમની અંગતરીતે ઓળખી શકાય તેવી માહિતી અને તેની સાથે વેબસાઈટ/એપ્લિકેશન પર તેમણે પ્રકાશિત કરી હોય તેવી કોઈ પણ સામગ્રીને રદ કરવા જણાવી શકે છે. જો કે, યુઝર માહિતીના અમુક વિભાગો ઈન્ટરનેટ પર તેમ છતાં મોજૂદ હોઈ શકે છે. તદુપરાંત, યુઝરનો સઘળો ઇતિહાસ તો કંપની પાસે રહેશે જ.

નોટિફિકેશન:કંપની વેબસાઈટ/એપ્લિકેશન અને ઈમેઈલ દ્વારા વાંચનના સૂચન વગેરે માટે નોટિફિકેશન દ્વારા યુઝર્સ સાથે જોડાયેલી રહેવાનું પસંદ કરશે. કોઈ પણ યુઝર તેમના એકાઉન્ટ સેટિંગ્સ દ્વારા આવા નોટિફિકેશનની અવધિ નિર્ધારિત કરી શકે છે અથવા તે મેળવવાનું સંપૂર્ણપણે બંધ કરાવી શકે છે. જો કે, યુઝરના ખાતા અને વેબસાઈટ/એપ્લિકેશન સંબંધે નોટિફિકેશન મોકલવાનું તો ચાલુ જ રહેશે.

બહાર-નિકળવુઃ કોઈ યુઝર ઈચ્છે છે કે કંપની અહીં ઉલ્લેખિત કોઈ પણ હેતુસર વેબસાઈટ/એપ્લિકેશન પર યુઝરની માહિતીના ઉપયોગને બંધ કરી દે, તો યુઝર તે માટે [email protected] પર લેખિતમાં જાણ કરી શકે છે. કંપની યુઝરને તેમની વિનંતીઓને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થવાની પોતાની પ્રતિબદ્ધતાનું પાલન કરશે. જો કે, આવા કોઈ પણ પગલાંથી વેબસાઈટ/એપ્લિકેશન પર યુઝરની અનુભૂતિને વિપરીત અસર થઈ શકે છે.

આ ગોપનીયતા નીતિમાં ફેરફારો

કંપની સમયાંતરે આ ગોપનીયતા નીતિને અપડેટ કરીને તેમાં સુધારો કરી શકે છે. આ સુધારેલી ગોપનીયતા નીતિને અહીઃ http://www.pratilipi.com/privacy નોટિફિકેશન તરીકે પોસ્ટ કરાશે.

યુઝર્સને સમયાંતરે આ પેજની ચકાસણી માટે સલાહ અપાય છે જેથી તેઓ આ ગોપનીયતા નીતિમાં થતા ફેરફારો વિશે માહિતગાર રહે.

કોઈ યુઝર ગોપનીયતા નીતિમાં કોઈ પણ ફેરફાર સાથે સંમત ન હોય, તો યુઝરે વેબસાઈટ/એપ્લિકેશન/સર્વિસીઝ સુધી પહોંચ પ્રાપ્ત કરવા અથવા તેનો ઉપયોગ કરવાનું ટાળવું. યુઝર્સ સુધારેલી નીતિના પોસ્ટિંગ બાદ પણ ઉપયોગ જારી રાખે છે તો તે આ ફેરફારોનું અનુમોદન કરીને તેને સ્વીકારે છે તેમ સૂચિત કરશે અને યુઝર તેનું પાલન કરવા બંધાયેલા રહેશે.

સંપર્ક

આ ગોપનીયતા નીતિ સંબંધે કોઈ પણ પ્રશ્નો/ શંકા/ કાનૂની પૃચ્છા હોય, તો યુઝર અહીં સંપર્ક કરી શકે છેઃ [email protected]

તકરાર

વેબસાઈટ/એપ્લિકેશન પર ઉપલબ્ધ હોય તેવા અંગ્રેજી અથવા અન્ય કોઈ પણ ભાષામાં આ ગોપનીયતા નીતિના અર્થઘટનમાંથી કોઈ તકરારનું સર્જન થશે તો, અંગ્રેજી આવૃત્તિની શરતો જ માન્ય ગણાશે.

 

શું આ લેખથી આપને મદદ મળી?