હું પ્રતિલિપિમાં રચનાઓ કેવી રીતે વાંચી શકું?

પ્રતિલિપિમાં આપ કોઇપણ રચનાના પેજ પર જઈને વાંચો પર ક્લિક કરીને તે રચના વાંચી શકો છો. એકવાર તમે વાંચવા માટે રચના પસંદ કરી લો પછી, તમે વાંચનને શક્ય તેટલું આરામદાયક બનાવવા માટે તમારી વાંચન સેટિંગ્સ બદલી શકો છો. જો તમે પ્રતિલિપિ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે લાઇન સ્પેસિંગ, ફોન્ટનું કદ, સ્ક્રીનની બ્રાઇટનેસ અને નાઇટમોડ બદલી શકો છો. એ માટે જે રચના આપ વાંચી રહ્યા હોવ એમાં સ્ક્રીન પર કોઇપણ જગ્યાએ ટચ કરતા વિવિધ વિકલ્પ જોવા મળશે.

આપ કોઈ પણ રચનાને વાંચવા માટે એક પેજ વાંચ્યા બાદ જમણી તરફથી ડાબી તરફ 'સ્વાઇપ' કરશો તો આગળનું પેજ ખોલી શકશો. એટલે કે આપ બૂકના પેજ ફેરવતા હોવ એ રીતે પ્રતિલિપિમાં સ્વાઇપ કરતા આગળના પેજ જોઈ શકશો અને કોઇપણ રચનાને સંપૂર્ણ વાંચી શકશો.

હવે, પ્રતિલિપિમાં તમે શોધેલી રચનાઓને સાચવવાની બે રીતો છે:

1. લાઇબ્રેરી: તમારી લાઇબ્રેરી એ તમારી મનપસંદ વાર્તાઓની અપડેટ રાખવાનો અને તમને રસ હોય તેવી બધી વાર્તાઓને સંગ્રહવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમે કોઇપણ રચનાના પેજ પરથી એને તમારી લાઇબ્રેરીમાં ઉમેરી શકો છો, તમારી લાઇબ્રેરી ફક્ત તમે જ જોઈ શકશો. અન્ય કોઈ યુઝર તેને જોઈ શકતું નથી. ઉપરાંત, તમે પ્રતિલિપિ પર વાંચેલી છેલ્લી વાર્તાઓને લાઈબ્રેરીની અંદર વંચાયેલી રચનામાં મેળવી શકો છો.

તમારી લાઇબ્રેરીમાં તમે વાર્તાઓને ડાઉનલોડ કરીને એને ઑફલાઇન પણ સાચવી શકો છો. આ એવી વાર્તાઓ છે જે સીધી તમારી એપ્લિકેશન પર ડાઉનલોડ થશે જેથી તમે ઈન્ટરનેટ વગર પણ તે વાંચી શકો છો.

2. કલેક્શન: કલેક્શન એટલે તમને ગમેલી વાર્તાઓનો સંગ્રહ. કલેક્શનમાં રચનાઓ ઉમેરવાથી એ કલેક્શન તમારી પ્રોફાઈલમાં જોવા મળશે. જેને અન્ય લોકો પણ જોઈ શકશે. તમે કલેક્શનમાં તમને પસંદ આવેલી રચનાઓ અન્ય લોકોને પણ વાંચવા જણાવવા માટે ઉમેરી શકો છો. તમે અલગ અલગ કલેક્શન પણ બનાવી શકો છો.

 

શું આ લેખથી આપને મદદ મળી?