પ્રતિલિપિમાં રચનાઓ પ્રકાશિત કરતા પહેલા મારે શું ધ્યાન રાખવું જોઈએ?

એકવાર તમે પ્રતિલિપિમાં એકાઉન્ટ બનાવી લો, પછી તમે રચનાઓ પ્રકાશિત કરી શકશો. પ્રતિલિપિ પર રચના પ્રકાશિત કરવી એ ખૂબ સરળ છે. તમે વાર્તા/કવિતા/લેખ રૂપે રચનાઓ લખી શકો છો, રચનામાં ભાગો ઉમેરીને ધારાવાહિક પણ લખી શકો છો. તેમાં કવર ઈમેજ ઉમેરી શકો છો, તમારી રચનાઓમાં ફોટો ઉમેરી શકો છો ઉપરાંત વાચકોને તે શોધવામાં મદદ મળે એ માટે તમારી રચનાની શ્રેણી પસંદ કરી શકો છો.

તમે કોઇપણ રચના પ્રકાશિત કરો એ પહેલા નીચેની બાબતો ધ્યાનમાં લેશો.

1.  ખાતરી કરો કે તમારી રચના અમારી રચનાની માર્ગદર્શિકા સાથે મળે છે.

2.  પ્રતિલિપિની બહાર પણ તમારા લેખનનો બેકઅપ લો જેથી તમારી પાસે તમારી રચનાની પોતાની એક કોપી હોય.

3.  ખાતરી કરો કે તમારી વાર્તામાં કોઈપણ ફોટો અમારી રચનાની માર્ગદર્શિકા અનુસાર છે. પ્રતિલિપિ પર અપલોડ કરવામાં આવેલા દરેક ફોટો, ડ્રાફ્ટ્સમાંના ફોટો સહિત, અમારી ઇમેજ મોડરેશન પ્રક્રિયામાંથી પસાર થાય છે.

4.  ખાતરી કરો કે, તમારા એકાઉન્ટમાં mail id યોગ્ય રીતે નોંધાયેલ છે. જેથી આપને mail મળી શકે અને એકાઉન્ટમાં આપ mail id અને પાસવર્ડ દ્વારા ફરી લોગીન કરી શકો.

એકવાર તમારી વાર્તા પ્રતિલિપિ પર આવી જાય, તે પછી તમારી વાર્તાને લોકો સુધી પહોંચાડવાનો સમય છે! તમારી વાર્તાને પ્રમોટ કરવાની ઘણી રીતો છે, પ્રતિલિપિ પર અને તેની બહાર પણ. તમારી વાર્તાને પ્રમોટ કરવા માટે તમે અમારા લેખમાં કેટલીક ટીપ્સ શોધી શકો છો, અને તમે અમારા ઓફીશિયલ હેન્ડલમાં આ અંગેની ઘણી રચના પણ શોધી શકશો.

પ્રતિલિપિ પર તમારી વાર્તા સાથે કેટલા વાચકો જોડાઈ રહ્યા છે તે ટ્રૅક કરવાની ઘણી રીતો પણ છે. તમે તમારી વાંચવાની સંખ્યા, રેટિંગ અને દરેક વાર્તાના ભાગ અથવા એકંદર વાર્તા પર મળેલા પ્રતિભાવોની સંખ્યા ચકાસી શકો છો. તમે તમારા લેખનના આંકડા તપાસીને વધુ ઊંડાણમાં જોઈ શકો છો, જે તમને તમારા વાચક વર્ગની તમારી વાર્તા સાથેના જોડાણની માહિતી આપે છે.

આ સાથે એ પણ યાદ રાખો કે, મહાન લેખકો વાંચીને વધુ સારા બને છે. જ્યારે તમે તમારી પોતાની વાર્તાઓ પર કામ કરો છો, ત્યારે પ્રતિલિપિ પરની કેટલીક અન્ય વાર્તાઓ પણ વાંચશો. જેથી લેખનજગતમાં આપ આગળ વધી શકો.

શું આ લેખથી આપને મદદ મળી?