શું હું દરેક વાર્તામાં ફોટો ઉમેરી શકું છું?

પ્રતિલિપિ આપને આપની વાર્તાઓમાં ઈમેજ અને વિડિઓ ઉમેરવાની પરવાનગી આપે છે.

 

મહેરબાની કરીને નોંધ કરશો કે ઈમેજ png, jpg અથવા jpeg ફોર્મેટમાં હોવી જરૂરી છે અને તે 10MBથી ઓછી હોવી જોઈએ. હાલ pdf અથવા ppt ફાઇલો અપલોડ કરવી શક્ય નથી.

 

આપ આપના કમ્પ્યુટર અથવા ફોનમાંથી ઈમેજ પસંદ કરી શકો છો અથવા તે જ ક્ષણે કેમેરામાં લઈ શકો છો. વાર્તામાંથી મીડિયાને દૂર કરવા અમારા લેખમાં આપેલા પગલાને અનુસરીને આપ કોઈપણ સમયે આપે ઉમેરેલ મીડિયાને દૂર પણ કરી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે આપની બધી છબીઓ અમારા કન્ટેન્ટ ગાઈડલાઈનનું પાલન કરે છે. 

 

એપ્લિકેશનમાં: 

 

  1. લખો વિભાગમાં જાઓ

  2. જે-તે વાર્તા કે ભાગમાં જાઓ

  3. લખાણના પેજમાં નીચે જોઈ શકાતા ઈમેજ બટન પર ક્લિક કરો

  4. આપની ગેલેરીમાંથી કે કેમેરા દ્વારા નવો ફોટો લઈ ઉમેરો

 

વેબસાઈટમાં:

 

ડ્રાફ્ટમાં ઈમેજ ઉમેરવા -

 

  1. લખો વિભાગમાં જાઓ

  2. જે-તે ડ્રાફ્ટમાં જાઓ

  3. ઈમેજ બટન પર ક્લિક કરી ઈમેજ ઉમેરો

 

પ્રકાશિત રચનામાં ઈમેજ ઉમેરવા -

 

  1. જે-તે રચના ખોલો.

  2. સુધારો કરો વિકલ્પ પર ક્લિક કરો

  3. ઈમેજ બટન પર ક્લિક કરી ઈમેજ ઉમેરો

 

આપ ફક્ત .jpegs, .pngs અને .gif અપલોડ કરી શકો છો, અને અપલોડ કરો તે પહેલાં પ્રતિલિપિને આપના ફોટા ઍક્સેસ કરવા માટે પરવાનગીની જરૂર પડશે. આ પરવાનગીઓ આપના ફોનના સેટિંગ્સમાં તપાસી શકશો.

 

શું આ લેખથી આપને મદદ મળી?