હું મારી બેંક એકાઉન્ટની માહિતી કેવી રીતે ઉમેરી શકું?

આપ પ્રતિલિપિમાંથી આપની આવક આપના બેંક ખાતામાં માસિક ધોરણે ઉમેરી શકો છો. આ માટે, આપે માન્ય બેંક ખાતાની માહિતી આપવી જરૂરી છે. 

 

આપની પ્રોફાઇલમાં બેંક એકાઉન્ટ ઉમેરવા માટે,

 

એન્ડ્રોઈડમાંથી:

 

ટોચના જમણા ખૂણે હોમપેજ પરથી સિક્કાના ચિહ્નને ટેપ કરો.

મારી આવક વિભાગ પર જાઓ 

'પાછલી આવક' પર ક્લિક કરો

"આવક શરૂ કરવા માટે બેંક વિગતો ઉમેરો" પર ક્લિક કરો અને સૂચનાઓને અનુસરો.

 

'મારી આવક' વિભાગ ફક્ત ત્યારે જ મળી શકે છે જો આપની પાસે આપની આવકમાં ઓછામાં ઓછા 1 INR હોય.

એકવાર આપણી કમાણી 50 રૂપિયાને વટાવી જાય તો પછી બેંકની વિગતો પ્રતિલિપિમાં ઉમેરી શકાય છે. આપની બેંક વિગતો ઉમેરવા અને માન્ય કરવા માટે કૃપા કરીને એપની ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

 

એકવાર આપ આપની બેંક વિગતો ઉમેરી દો છો, ત્યારબાદ આપ માસિક ધોરણે ચૂકવણી કરવા માટે પાત્ર છો.

 

પ્રતિલિપિ તેના લેખકોને દર મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂકવણી કરે છે. એકવાર ચૂકવણી થઈ જાય, પછી આપ 'પાછલી આવક' વિભાગમાં જઈ તપાસી શકો છો અને ભૂતકાળની આવક સ્ક્રોલ કરીને જોઈ શકો છો. આ આવકને ‘જમા’ તરીકે અપડેટ કરવામાં આવશે.

શું આ લેખથી આપને મદદ મળી?