સખી આજના દી ની નોખી વાત
સખી આજે રવિ પાડે નોખી ભાત
સખી મીટ માંડ તો માંડું વાત
આજે નગર જોવા આવ્યો નાથ
લીધા હાથી લીધા ઘોડા મૂક્યા રાજપ્રાસાદ
સખી વચ્ચે બેઠી બેનડી
ડાબે બલરામ તાત
જમણે મારો કાળિયો ઠાકર
હસતો વિશ્વ સમ્રાટ
સખી નગર જોવા........
ચડ્યો અષાઢ ને વાદળ છાયા
સખી રોમેં રોમમાં નાથ ની માયા
અમીર જોવે ગરીબ જોવે
મૂકી જાતપાત
સખી નગર જોવા......
સખી અમીર જોવે રાંક જોવે
અરે દેવો જોવે એની વાટ
રથ માં બેઠી નગર નિહાળતો
જબરો એનો ઠાઠ
સખી નગર જોવા.......
નગર ને જોવે ને નગર ને જાણે
સખી નગર નું ભાતું નાથ માણે
મુકયા મહેલ ને મૂક્યા ઝરૂખા
સખી આજ બ્રહ્મ ફરે સાક્ષાત
સખી નગર જોવા.......
એ જગત નો રાજા
અને જગત એનું રાજ
રથ માં બેઠો જગને જોવે
વાલો કૃપાળુ જગન્નાથ
કહે "પડકાર" હૃદયે લેજો
આ કવિ ના દિલ ની વાત
સખી મીટ માંડ તો માંડું વાત
આજે નગર જોવા આવ્યો નાથ
આજે નગર જોવા. આવ્યો નાથ
.
:- પ્રતીક સંઘવી (પડકાર) 8490899520
વાંચક વિદ્વાનો આપ ના નાનકડા પ્રતિભાવ ખૂબ સારું તથા વધુ સારું લખવા પ્રેરતા હોય છે
જો આપને મારી કૃતી ગમે અથવા કોઈક સુધારો જણાય તો 8490899520 પર આપનો અમૂલ્ય સમય ફાળવી જણાવવા વિનંતી છે