pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભીષ્મ થવુ પડ્યું

4.2
2071

શિલ્પા યુ.કે. આવી ત્યારથી ક્યાં તો આખો દિવસ એવી ઝરમર થયા કરે કે જાણે વાદળ નથી વરસી શકતાં કે નથી વરસ્યા વગર રહી શકતાં. કં તો પછી અટકી અટકીને ધીમી ધીમી ધારે વરસ્યા કરે! પરંતુ બહાર ન વરસે મનમાં જ વરસે! ...

હમણાં વાંચો
લેખક વિશે
author
નયના પટેલ

નમસ્તે મિત્રો સર્ટિફિકેટ અને પાસપોર્ટમાં તથા સાસરે નામ 'નયના' પરંતુ પિયરનું લાડકું નામ 'નીના'. સુરતના 'નાનાભાઈ રોડ/મોટીદેસાઈ પોળ'માં જન્મ-૨૪/૦૮/૧૯૪૭ ના રોજ અને ઉછેર સ્કુલોઃ જીવનભારતી, રાઈચંદ દિપચંદ કન્યાશાળા, ચં.ગો. મહિલા વિદ્યાલય, ન્યુએરા ગર્લ્સ હાઈસ્કુલ-વડોદરા કોલેજઃ પ્રથમ બે વર્ષ એમ.ટી.બી કોલેજ-સુરતમાં, છેલ્લા બે વર્ષ એચ કે આર્ટસ કોલેજ-અમદાવાદમા બી.એ.- મુખ્ય વિષયઃગુજરાતી અને સબસીડરીઃસાઈકોલોજી એમ.ટી.બી કોલેજમાં પ્રાધ્યાપકો પાસે અભ્યાસ અકરવાનો લાભ મળ્યોઃ પ્રો. કુંજવિહારી મહેતા, નટવરસિંહ પરમાર, જયંતભાઈ પટેલ, ઠાકરસાહેબ, પરીખસર, જરીવાલાસર(અંગ્રેજીના પ્રધ્યાપકનું નામ યાદ નથી આવતું!) એચ.કે આર્ટસમાં પ્રો./પ્રિન્સિપલ યશવંતભાઈ શુક્લ, નગીનદાસ પારેખ, મધુસૂદનભાઈ પારેખ, રમેશભાઈ ભટ્ટ, પ્રફુલ્લભાઈ. જયંતી સાથે લગ્ન થયા ૧૯૬૭માં અને ૧૯૬૮માં બી.એ.ની પરિક્ષા આપીને તરત જ, છ ભાઈઓ-ભાભીઓ, ભત્રિજા-ભત્રીજીઓ, બહેન-બનેવી ભાણજાઓ અને બા તથા બહોળા પરિવારને છોડી યુ.કે. આવી. નવી સંસ્કૃતિ, ક્યારેય બોલવાની ટેવ ન્હોતી પરંતુ 'શેક્સપીયર' ભણ્યા હતા(ગોખીને સ્તો વળી) એવી અંગ્રેજી ભાષા, ત્રણ દિકરીઓ, ભૂખરી-ભીની કે બરફિલિ મોસમો, પતિ સીવાય કોઈનો ય ન સાથ ન સહકાર, ન પુસ્તકો(ગુજરાતી), ન મિત્રો-પરંતુ આફ્રિકાથી આવેલા અને ભીન્ન રૂચિઓ, સ્વાહીલી મીશ્રિત ગુજરાતી બોલતાં ઓળખીતાઓ ખરાં! જયંતની જોબ સારી છતાં ટેકો કરવા ફેક્ટરીઓથી શરૂ કરી, બાળકો નાના હતાં ત્યારે ઘરે સીલાઈનું કામ આપી જતી ફેક્ટરીઓનું આઉટડોર કામ કરવાથી માંડી, પ્રોજેક્ટ ઓફીસર, હોમ લીએઝન ઓફીસર, ગુજરાતી ટિચર, યુથ વર્કર, હૃદયને લગતાં રોગો માટે એજ્યુકેશનલ વર્કર તરીકે અને દૂભાષિયાનું કામ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે અનુવાદનું કામ કર્યું. આ સીવાય એમ.એ. ટી.વી પર ન્યુઝ રીડર અને સ્વતંત્ર કાર્યક્રમ-'સ્વયંમસિધ્ધ'નું એંકરીંગ કર્યું સાથે સાથે યુ.કેના 'ગુજરાત સમાચાર'નું મીડલેન્ડ માટે રીપોર્ટરનું કામ પણ કર્યું. આમ બહોળો અનુભવ સમેટતાં સમેટતાં ૪૭ વર્ષ ક્યાં નીકળી ગયા ખબર પણ ન પડી!!! ૧૯૮૩/૮૪માં મારી પ્રથમ વાર્તા-'અંત કે આરંભ'ને 'યુ.કે.ની સાહિત્ય એકાડમી તરફથી દ્વિતીય ઈનામ મળ્યું અને 'અસ્મિતા'માં પ્રગટ થઈ. ત્યારથી વાર્તાઓ પ્રકાશિત કરવાની હિંમત આવી. છે.......ક ૨૦૧૧માં ગુજરાત સમાચારમાં મારી નવલકથા 'કેડી ઝંખે ચરણ' ૪૨ અઠવાડિયા સુધી ધારાવાહી રૂપે પ્રગટ થતી રહી. પછી તો ટૂંકી વાર્તાઓ લખવાની મઝા આવવા માંડી અને લખાઈ-'કોણ ન્યાય કરે અને કોને?'(અભયા)-મોનીટરમાં, 'ભીષ્મ થવુ પડ્યું'-સંદેશમાં, 'ડૂસકાંની દિવાલ'-પ્રથમ પારિતોષિક મળ્યું- રીડગુજરાતીમાં, 'આંખ આડે કાન રાખે, કાન આડે શું' વેબગુરજરીમાં, 'પીળા આંસુની પોટલી' ફિલીંગ્સમાં, 'ગૉડ બ્લેસ હર' નવનીતસમર્પણમાં પ્રગટ થઈ. મને લાગે છે મેં વિગતે મારો પરિચય આપ્યો...હવે બસ... આભાર

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Paulomi Patel
    24 நவம்பர் 2017
    So sad. Bhishma Mahabharata ma pan anyay virudha boli shakya nahota.
  • author
    Foram Vala
    27 டிசம்பர் 2017
    nice but sad story
  • author
    Raj
    30 ஏப்ரல் 2019
    સરસ વાત દર્શાવી છે પણ.. અંત અધૂરો છે, આમા હજી બન્ને નું મીલન વર્ણવી શકાય એમ હતું. પછી ભલે બન્ને એક થાય કે નહી પણ સ્ટોરી થોડી લાંબી અને વધુ ઈંટરેસ્ટીંગ હોત.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Paulomi Patel
    24 நவம்பர் 2017
    So sad. Bhishma Mahabharata ma pan anyay virudha boli shakya nahota.
  • author
    Foram Vala
    27 டிசம்பர் 2017
    nice but sad story
  • author
    Raj
    30 ஏப்ரல் 2019
    સરસ વાત દર્શાવી છે પણ.. અંત અધૂરો છે, આમા હજી બન્ને નું મીલન વર્ણવી શકાય એમ હતું. પછી ભલે બન્ને એક થાય કે નહી પણ સ્ટોરી થોડી લાંબી અને વધુ ઈંટરેસ્ટીંગ હોત.