pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અમારા વિશે

પ્રતિલિપિ શું છે? 

પ્રતિલિપિ ભારતનું સૌથી મોટું ભારતીય ભાષામાં લેખન અને વાંચનનું પ્લેટફોર્મ છે. આપ પ્રતિલિપિ એન્ડ્રોઈડ એપ્લિકેશન અને વેબસાઈટમાં આપની રચનાઓ(વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ, લેખો વગેરે) લખી અને પ્રકાશિત કરી શકો છો, તે પણ તદ્દન નિ:શુલ્ક! તે જ રીતે આપ 12 ભારતીય ભાષામાં વાર્તાઓ વાંચી શકો છો.

અમારો હેતુ અને મિશન - આવનારા ચાર વર્ષમાં 40 કરોડથી વધુ ભારતીય જે તેમની માતૃભાષામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરશે તેમના માટે પ્રતિલિપિને વાંચન અને લેખનનો માર્ગ બનાવવાનો છે.

પ્રતિલિપિની મૂળ એપ્લિકેશન - વાંચન અને લેખન - ૧૨ ભાષાઓમાં ૩,૦૦,૦૦૦થી વધુ  લેખકો અને ૨,૫૦,૦૦,૦૦૦થી વધુ માસિક સક્રિય વાચકોનું ઘર છે.

અમારી પાસે પ્રતિલિપિ એફએમ એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે. પ્રતિલિપિ એફએમ પ્રતિલિપિની ઓડિયો પ્રોડક્ટ છે જેમાં ૧૦,૦૦૦થી વધુ ઓડિયો બુક્સ, પોડકાસ્ટ અને લોકગીતો તથા ૩,૦૦,૦૦૦ થી વધુ માસિક સક્રિય સાંભળનારાઓ છે.

પ્રતિલિપિની કોમિક એપ્લિકેશન હિન્દી ભાષાની સૌથી મોટી ઓનલાઈન કોમિક એપ્લિકેશન છે જેમાં હજારો કોમિક્સ અને ૫,૦૦,૦૦૦થી વધુ માસિક સક્રિય વાચક છે.

 

'પ્રતિલિપિ'નો અર્થ શું છે?

પ્રતિલિપિ એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નકલ’. અમારું માનવું છે કે આપણે જે કોઈ પુસ્તકો વાંચીએ છીએ ત્યારે તેમાં રહેલી વાર્તાઓના ભાગ બની જઈએ છીએ. તે વાર્તાઓ આપણો ભાગ બની જાય છે. એક કહેવત મુજબ ‘સાહિત્ય એ સમાજનો અરીસો છે’.

 

પ્રતિલિપિમાં હાલ કઈ કઈ ભાષાઓમાં લખી અને વાંચી શકાય છે?

હાલ પ્રતિલિપિ હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ,મલ્યાલમ, પંજાબી, ઉર્દુ અને ઓડિઆમાં વાંચન અને લેખન માટે ઉપલબ્ધ છે. અમે ટૂંક સમયમાં જ અન્ય ભારતીય ભાષાનો પણ સમાવેશ કરીશું.   

 

અમે કોણ છીએ? 

અમે બેંગલુરુ સ્થિત ઊર્જાસભર અને સ્વપ્નશીલ ઈજનરો અને કોમ્યુનિટી મેનેજરોની ટીમ છીએ. અમે સતત લેખકો અને વાચકો માટે પ્રતિલિપિને શ્રેષ્ઠ બનાવવા તરફ કાર્યરત છીએ.  

 

પ્રતિલિપિ સાથે કઈ રીતે જોડાઈ શકો? 

જો આપ વાચક હો તો: આપ પ્રતિલિપિ એન્ડ્રોઈડ એપ કે વેબસાઈટમાં માત્ર સાઈન-અપ કરી નિ:શુલ્ક મેળવો લાખો વાર્તાઓના ખજાનાને. આપ આપના મનગમતા લેખકોને ફોલો અને મેસેજ કરી શકો છો. જો આપ ઓફલાઈન વાંચવા માંગતા હો તો આપ વાર્તાઓ આપની લાઈબ્રેરીમાં ડાઉનલોડ કરી ઓફલાઈન વાંચી શકો છો.

જો આપ લેખક હો તો: આપ પ્રતિલિપિ એન્ડ્રોઈડ એપ કે વેબસાઈટમાં સાઈન-અપ કરી હોમપેજ પર રહેલા પેન આઈકોન પર ક્લિક કરી પ્રકાશન શરૂ કરી શકો છો. અમે ખાતરી આપીએ છીએ કે તમારી પ્રકાશિત રચનાઓ દરરોજ લાખો વાચકો સુધી પહોંચશે.

 

આપને કોઈ પ્રશ્નો છે?

રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો, અમારી ટીમ આપને 24 કલાકની અંદર જવાબ આપશે.