pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

Reading

હોમપેજ

હોમપેજ પર તમે 'વાંચન જારી રાખો' વિભાગ જોશો, ત્યાં તે રચનાઓ હશે જે તમે વાંચવાની શરૂ કરી છે અને 'તમારા માટે' વિભાગમાં તમે તમારી પસંદગીના આધારે તમને સૂચવવામાં આવેલી રચનાઓ જોશો.

 

મનપસંદ શ્રેણીઓ 

તમે તમારી મનપસંદ શ્રેણી બદલી શકો છો અને તમારી પસંદગીની રચનાઓ હોમપેજ પર વાંચી શકો છો. 

i. પ્રતિલિપિ એપ્લીકેશનમાં આપની પ્રોફાઈલ ખોલો. ત્યારબાદ જમણી બાજુ ઉપરની તરફ રહેલા સેટિંગ્સ બટન પરક્લિક કરો

ii. ‘મનપસંદ શ્રેણીઓ’ પર ક્લિક કરો. અહીં તમે તમારી પસંદગીના વિષય ઉમેરી અથવા કાઢી શકો છો.

 

તમે અનુસરી રહ્યા છો તે લેખકો 

પ્રતિલિપિ પર, અન્ય વ્યક્તિની એક્ટીવીટીથી અવગત રહેવા માટે આપ તેમને અનુસરી શકો છો. જો તમે કોઈ યુઝરને અનુસરશો તો તેઓ જયારે પણ નવી રચના પ્રકાશિત કરશે ત્યારે નોટીફીકેશન દ્વારા આપને જાણ થશે.

વ્યક્તિને અનુસર્યા બાદ તમે એમને પર્સનલ મેસેજ પણ મોકલી શકો છો. અપડેટ - સૂચનાઓ મેળવવાની બંધ કરવા માટે તમે એમને ગમે ત્યારે અનફોલો કરી શકો છો. 

 

 

ઇન્ટરનેટ વિના વાંચન 

તમે પ્રતિલિપિ પર રચનાઓ ડાઉનલોડ કરીને તેને ઇન્ટરનેટ વિના વાંચી શકો છો. આમ કરવા માટે, 

i) Wi-Fi / મોબાઇલ ડેટા દ્વારા પ્રતિલિપિ એપ્લિકેશન ખોલો. 

ii) તમારી પ્રિય રચના ડાઉનલોડ કરો.

iii) ડાઉનલોડ કરેલા રચનાઓ તમને 'લાઇબ્રેરી' વિભાગમાં મળશે. 'ફોન પર' વિકલ્પ પસંદ કરો.

નોંધ: વેબસાઈટ પર ઓફલાઈન વાંચન શક્ય નથી.

 

નાઈટ મોડ 

તમે રચનાઓ વાંચવા માટે અમારી એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર નાઈટ મોડનો ઉપયોગ કરી શકો છો. નાઇટ મોડને સેટ કરવા માટે:

i) એપ્લિકેશન પરની રચના વાંચતી વખતે, સ્ક્રીનની વચ્ચે એકવાર ક્લિક કરો જેથી સ્ક્રીન નીચે અમુક વિકલ્પો ખુલશે. નાઇટ મોડ વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ થશે.

ii) વેબસાઇટ પર રચના વાંચતી વખતે, સેટિંગ્સનાં ચિહ્ન / પ્રતીક પર ક્લિક કરો અને ‘બેકગ્રાઉન્ડ’માં નાઇટ મોડ સેટ કરો.

 

શોધો 

પ્રતિલિપિ પર તમે તમારી પસંદીદા રચનાઓ અને લેખકો શોધી શકો છો. એપ્લિકેશન અને વેબસાઇટની ટોચ પર સર્ચ ઓપ્શન આપવામાં આવ્યું છે. આપ જે ભાષામાં લખતા લેખક કે જે ભાષામાં લખાયેલી રચના શોધી રહ્યા હો તે ‘રચનાની ભાષા’ સૌપ્રથમ પસંદ કરશો. ત્યારબાદ સર્ચ કરશો.

 

જો તમને સર્ચ કર્યા પછી કોઈ પરિણામ ન દેખાય, તો તે નીચેના કારણોસર હોઈ શકે છે:

1) લેખકે તેમની રચનાને અપ્રકાશિત અથવા ડીલીટ કરી નાખી હોઈ શકે. 

2) તમે શોધી રહ્યા છો એ રચના/લેખક પ્રતિલિપિ પર ઉપલબ્ધ ન હોય ત્યારે એ સર્ચમાં ન બતાવે એમ બને.

3) એ ટેકનીકલ સમસ્યા પણ હોઈ શકે છે. આ માટે, રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો.

 

રચનાઓ સેવ કરવી 

આપ જે રચનાઓ ભવિષ્યમાં વાંચવા માંગો છો તેને આપ લાઈબ્રેરીમાં સેવ કરી શકો છો, જેથી ભવિષ્યમાં તેમને સરળતાથી શોધીને વાંચી શકો. લાઈબ્રેરીમાં રહેલી રચનાઓ માત્ર આપ જોઈ શકો છો. રચનાના સારાંશ વિભાગમાં રહેલ ‘લાઈબ્રેરી’ બટનનો ઉપયોગ કરીને આપ રચનાને લાઈબ્રેરીમાં ઉમેરી કે લાઈબ્રેરીમાંથી  હટાવી શકો છો. શ્રેણી વિભાગમાં જ્યાં રચનાઓની સૂચી આવેલી હોય ત્યાંથી પણ આ પ્રક્રિયા કરી શકાય છે. અપ્લીકેશનમાં, રચનાની બાજુમાં રહેલ ત્રણ ટપકા પર ક્લિક કરીને લાઈબ્રેરી ફંક્શન જોઈ શકશો.વેબસાઈટમાં, + ચિહ્નનો ઉપયોગ કરીને રચનાને લાઈબ્રેરીમાં ઉમેરી કે લાઈબ્રેરીમાંથી હટાવી શકશો.

 

વાંચન લીસ્ટ/કલેક્શન 

માત્ર એપ પર જ: કલેક્શનમાં આપ અલગ અલગ નામ સાથે આપને ગમતી રચનાઓ ઉમેરી શકો છો. અને તે કલેક્શનને આપના મિત્રો સાથે વહેંચી શકો છો. કલેક્શનમાં રહેલી રચનાઓ આપની પ્રોફાઈલ ખોલનાર દરેક વ્યક્તિ જોઈ શકે છે. કલેક્શનમાં રચના ઉમેરવા માટે સારાંશ પેજ પર રહેલા ‘કલેક્શન’ બટનનો ઉપયોગ કરો. અહીંથી આપ નવા કલેક્શન પણ બનાવી શકો છો. તમે તમારી પ્રોફાઈલમાં તમે બનાવેલા કલેક્શન જોઈ શકશો.  

 

વાંચન હિસ્ટ્રી 

માત્ર એપ પર જ: તમે લાઇબ્રેરી વિભાગમાં  અત્યાર સુધી તમે વાંચેલી લેટેસ્ટ રચનાઓની માહિતી મેળવશો.

 

અન્ય 

મારો સવાલ અહીં નોંધાયેલો નથી 

કોઈપણ પ્રકારની જીજ્ઞાસા, સમસ્યા અથવા સૂચન માટે તમે રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો. અમે તમને મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમારી ટીમ 24 થી 48 કલાકની વચ્ચે તમારા મેઇલનો જવાબ આપશે.