pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

Writing

પ્રતિલિપિ પર કોણ પ્રકાશન કરી શકે?

પોતાની અભિવ્યક્તિ કરવા માંગે છે કે પોતાના વિચારો વ્યક્ત કરવા માંગે છે એવી કોઈ પણ વ્યક્તિ પ્રતિલિપિ પર લખી શકે. તમે અમારી વેબસાઈટ કે એપ પર સાઈન અપ કર્યા બાદ લખી શકો છો. 

 

પ્રતિલિપિ પર પ્રકાશન કઈ રીતે શરુ કરવું?  

મોબાઈલ ફોનના ઉપયોગથી પ્રકાશન કરવા માટે:

i. કૃપા કરીને પ્રતિલિપિની મોબાઈલ એપ ડાઉનલોડ કરો.

ii. જો તમે નવા ઉપયોગકર્તા છો તો કૃપા કરીને ફેસબુક કે ગુગલ એકાઉન્ટ દ્વારા પ્રતિલિપિમાં સાઈન અપ કરશો. જો તમારું પ્રતિલિપિ પર એકાઉન્ટ છે જ તો આપ યોગ્ય માહિતી દ્વારા કે ફેસબુક કે જીમેઇલ દ્વારા સાઈન ઇન કરી શકો છો.

iii. એકવાર તમે એપના હોમપેજ પર પહોંચી જાઓ ત્યારબાદ ‘લખો’ બટન પર ક્લિક કરો (પેનનું ચિહ્ન) - તમને તે નીચે રહેલા બટનમાં દેખાશે.

iv. ડ્રાફ્ટ પર ક્લિક કરો અને લખવાનું શરુ કરો.

 

લેપટોપ કે ડેસ્કટોપની મદદથી પ્રકાશન કરવા માટે:

i. કૃપા કરીને http://www.pratilipi.com ઓપન કરો અને આપને જોઈતી ભાષા પસંદ કરો.  

ii. પ્રતિલિપિ પર સાઈન ઇન કરો. જો તમે નવા ઉપયોગકર્તા છો તો કૃપા કરીને ફેસબુક કે ગુગલ એકાઉન્ટ દ્વારા પ્રતિલિપિમાં સાઈન અપ કરશો. જો તમારું પ્રતિલિપિ પર એકાઉન્ટ છે જ તો આપ ઈમેઈલ આઈડી દ્વારા કે ફેસબુક કે જીમેઇલ દ્વારા સાઈન ઇન કરી શકો છો.

iiii. જમણી બાજુ ઉપરની તરફ તમને ‘લખો’ બટન દેખાશે.  (પેનનું ચિહ્ન). ત્યાં ક્લિક કરો. પેજ લોડ થયા બાદ વચ્ચે રહેલા ‘લખો’ બટન પર ક્લિક કરો.

iv. પોપ-અપ બોક્સમાં રચનાનું નામ, પ્રકાર વગેરે માહિતી ભરો અને સબમિટ કરો 

v. તમે લેખનપેજ પર આવશો. કૃપા કરીને અહીં તમારી રચના લખો, પછી રચનાને પ્રકાશિત કરવા માટે 'સાચવો' અને 'પ્રકાશિત કરો' ક્લિક કરો. 

 

લેખન કોર્નર 

આ વિભાગમાં ડ્રાફ્ટ્સ, બ્લોગ્સ, ઓનલાઇન સ્પર્ધાઓ વગેરે વિશેની માહિતી સામેલ છે.

લેખન કોર્નરમાં જવા માટે:

એપ્લિકેશન પર: એપ્લિકેશનના હોમપેજ પર, 'લખો' (પેન આઈકન) પર ક્લિક કરો.

વેબસાઇટ પર: જમણી બાજુ ઉપર તરફ, તમને 'લખો' (પેન આઇકન) નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

 

ડ્રાફ્ટ 

તમે સેવ કરી હોય પણ પ્રકાશિત ન કરી હોય તેવી રચના ડ્રાફ્ટ છે. આપનો ડ્રાફ્ટ માત્ર આપને જ દેખાય છે. 

 

ગુજરાતીમાં ટાઈપ કરો 

ગુજરાતીમાં ટાઈપ કરવા માટે,

1) અમારી વેબસાઈટમાં - પ્રતિલિપિ પર ગુજરાતીમાં લખવા માટે એક બિલ્ટ ઇન ટુલ છે. દાખલા તરીકે ‘નામ’ લખવા માટે તમે naam ટાઈપ કરશો એટલે તે ટુલ તેને ટ્રાન્સલીટરેટ કરીને તેનું ‘નામ’માં રૂપાંતરણ કરશે.

2) અમારી એપમાં - આપ પોતાનું ડીફોલ્ટ કીબોર્ડ વાપરીને પોતાની ભાષામાં લખી શકો છો. જો આપનું ડીફોલ્ટ કીબોર્ડ ગુજરાતી ભાષા સપોર્ટ ન કરતું હોય તો, કૃપા કરીને ‘ગુગલ ઈન્ડીક કીબોર્ડ’ ડાઉનલોડ કરો. આ અંગેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે ક્લિક કરો - ગુજરાતીમાં ટાઈપ કરતા શીખો  

 

 

રચના ખોવાઈ જવા પર 

i. જો તમે તમારી રચનાને ડીલીટ કરવાનું પસંદ કરો છો, તો તે કાયમીરૂપે ડીલીટ થઇ જશે. આવી સ્થિતિમાં પ્રતિલિપિ ટીમ તમારી મદદ કરી શકશે નહીં.

ii. અમુક પરિસ્થિતિઓમાં એપમાં આવેલી ટેકનીકલ ખામીને કારણે જો આપની રચના ડીલીટ થઇ જાય તો પ્રતિલિપિ ટીમનો સંપર્ક કરશો. અમે આપની રચના રિસ્ટોર કરવામાં આપની મદદ કરીશું. 

પ્રકાશન અસફળ 

જો તમને પ્રકાશન સમયે કોઈ પણ સમસ્યા આવે તો રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો.

 


રચનાઓમાં સુધારો કઈ રીતે કરવો? 

એપ્લિકેશન પર - 'લેખન કોર્નર'નો વિભાગ તમારા ડ્રાફ્ટ્સ અને પ્રકાશિત રચનાઓની સૂચિ આપે છે. તમે સુધારો કરવા માંગો છો તે રચનામાં  સુધારો કરો' પર ક્લિક કરો.

વેબસાઇટ પર - ડ્રાફ્ટમાં સુધારો કરવા માટે, ‘લેખન કોર્નર' પર જાઓ. પહેલેથી પ્રકાશિત રચનામાં સુધારો કરવા તમારી પ્રોફાઇલ પર જાઓ. તમને ટોચની જમણી બાજુના વિભાગમાં આ બંને વિભાગ મળશે.


રચના પ્રમોટ કઈ રીતે કરવી? 

પ્રતિલિપિ પર લોકોનું ધ્યાન મેળવવું એ કોઈ મોટું કામ નથી. દ્રઢતા એ ચાવી છે. અમારી પાસે એવા અનેક લેખકો છે જેમણે નાની શરૂઆત કરી હતી પરંતુ વાર્તાના નવા ભાગો પ્રકાશિત કરવામાં તેમની દ્રઢતાના કારણે તેમને ઓછા સમયમાં એક મિલિયનથી પણ વધુ વાંચકોની સંખ્યા હાંસલ કરી છે.

નીચે આપેલા અમારા કેટલાક લેખો વાંચી આપ સમજી શકશો કે પ્રતિલિપિ યાત્રા શરૂ કરતી વખતે વ્યક્તિએ કયા મુખ્ય પરિબળોની કાળજી લેવી જોઈએ. આ લેખો અમારા કેટલાક ટોચના વંચાયેલા, સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લેખકોના ઇન્ટરવ્યુમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. તેઓએ તેમના ફોલોઅર્સનો આધાર પ્રાપ્ત કરવા માટે તેમણે અનુસરેલી ટીપ્સ, તેઓ કેવી રીતે પ્રતિલિપિમાં તેમનું લેખન જાળવી રાખવાનું સંચાલન કરે છે વગેરે બાબતો આ લેખમાં જાણી શકશો.

આપની વાર્તા વધુ વાચકો સુધી પહોંચાડવા માટે - 1

આપની વાર્તા વધુ વાચકો સુધી પહોંચાડવા માટે - 2

વાર્તા લેખન માટેની પાયાની બાબતો જાણવા માટે અહીં ક્લિક કરશો.

વિવિધ શ્રેણી/કેટેગરીમાં વાર્તા લખવા માટેની પાયાની બાબતો જાણવા માટે અહીં ક્લિક કરશો.

 

 

સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે 

અમે નિયમિતપણે ઓનલાઇન લેખન સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. આ માટે વધુ માહિતી માટે, કૃપા કરીને લેખન કોર્નરમાં ‘ઓનલાઈન સ્પર્ધાઓ’ વિભાગ પર જાઓ.

 

અન્ય 

મારો સવાલ અહીં નોંધાયેલો નથી.

કોઈપણ પ્રકારની જીજ્ઞાસા, સમસ્યા અથવા સૂચન માટે તમે રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો. અમે તમને મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમારી ટીમ 24 થી 48 કલાકની વચ્ચે તમારા મેઇલનો જવાબ આપશે.