pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : 10K લેખન ચેલેન્જ સ્પર્ધા

10 મે 2023

પ્રિય લેખકમિત્રો,

 

10K લેખન ચેલેન્જ સ્પર્ધામાં સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર તમામ લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમારી ધારાવાહિક વાર્તા સ્થાન પામી છે કે નહિ તેના કરતા સફળતાપૂર્વક ચેલેન્જ પૂર્ણ કરવી મોટી વાત છે! આ સ્પર્ધામાં 180+ ધારાવાહિક વાર્તાઓ સબમિટ થઈ હતી. જેને વિવિધ પરિમાણો અનુસાર નિર્ણાયકોએ તપાસી છે. 

 

નિર્ણાયકોના શબ્દો, "આ ટૂંકી ધારાવાહિક સ્પર્ધામાં ઘણા લેખકોએ સારી ધારાવાહિક વાર્તા લખવા પ્રયાસ કર્યા. હ્રદયસ્પર્શી રોમાન્સથી લઈને કાળજું કંપાવી દે એવી હોરર વાર્તાઓ પણ જોવા મળી. આટલી વિવિધ લાગણીઓથી તરબતોળ ધારાવાહિક લખનાર લેખકોનું જીવન ઉજ્જવળ છે! 

ખેર સ્પર્ધા હોવાથી વધુ ધારાવાહિકને વિજેતા જાહેર કરવી શક્ય નથી. તેથી પ્લોટ અને પાત્રો જેવી બાબતો સાથે અમે જે શ્રેણી કે થીમમાં વાર્તા લખવામાં આવી હતી તે શ્રેણી કે થીમમાં વાર્તાના શબ્દો, લખાણ, વાંચન માટેની પકડ અને વાંચનમાં રસ દૂર ન કરે તેવા સામાન્ય વ્યાકરણ જેવી બાબતોના આધારે વાર્તાની ગૂંથણી કેવી રહી તે ચકાસ્યું અને પછી ચર્ચા-વિચારણા કરીને વિજેતા ધારાવાહિક વાર્તાઓની પસંદગી કરી.

અહીં પરિણામમાં પ્રકાશિત થયેલી તમામ 50 ધારાવાહિક વાર્તાઓ ઉત્તમ છે. અન્ય ધારાવાહિક વાર્તાઓમાં ઘણા સારા પ્રયત્ન જોવા મળ્યા છે. તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો.”

 

ટોપ 7 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી)

 

→ લિવ મી અલોન - મરિયમ ધૂપલી 

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ આવાસનું અતીત - શિતલ

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ સાયકો - કોમલ રાઠોડ અનિકા

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ ડર: એક ખૂની મહેલ - Dr. Dipak Kamejaliya 'શિલ્પી'

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ એ જિંદગી - Snehal Patel

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ રહસ્યમય સ્ત્રી - રાકેશ ઠક્કર

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 

→ અક્ષ - Shital malani સહજ

(₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

---

 

ટોપ 20 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી)

 

  • ઝલક - Story Concept (ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)

 ---

અન્ય ટોપ 30 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી)

 

 

- ઉપરોક્ત ટોપ 30 વિજેતા લેખકોને ડિજિટલ વિજેતા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે.

 

- આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! 

 

- નવી સ્પર્ધા, નવી તક, નવી દિશા! - 

 

1. ગોલ્ડન બેજ લેખકો માટે:

શું તમને લાગે છે કે વાર્તા લખવાથી પ્રસિદ્ધિ મેળવી શકાય? 60 કરતાં વધુ ભાગમાં લખવામાં આવેલી એક નવલકથા તમારું જીવન બદલી શકે છે. પ્રતિલિપિ શોધી રહ્યું છે ભારતની 9 ભાષાઓમાં શ્રેષ્ઠ લેખકો! લખો તમારી સર્વશ્રેષ્ઠ એક એવી ધારાવાહિક વાર્તા જે તમને લાઈફ ટાઈમ આપશે નિયમિત આવક. ભાગ લેવા અહીં ક્લિક કરો.

 

2. ગોલ્ડન બેજ મેળવવા માંગતા લેખકો માટે:

શું તમારે પણ પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ મેળવીને દર મહિને નિયમિત આવક ઊભી કરવી છે? તો પ્રતિલિપિ ખાસ તમારા માટે જ એક્સક્લુઝિવ તક લઈને આવી છે! ભાગ લો અમારી ટૂંકી ધારાવાહિક સ્પર્ધામાં, 'ગોલ્ડન પેન એવોર્ડ'. ભાગ લેવા અહીં ક્લિક કરો.