આપણા લેખકોની અત્યાર સુધીની પ્રતિલિપિ પરની લેખન યાત્રામાં આવેલા અમુક લાગણીશીલ ક્ષણો!
1. સપનાને પાંખો મળી પ્રતિલિપિ પર
લેખક રીમા, એક હાઉસવાઈફ તરીકેની તમામ જવાબદારી સાથે તેમણે પ્રતિલિપિ પર પોતાની લેખન કળાને નવી પાંખો આપી. વાંચનના શોખીન રીમાજીએ લેખન પર ઊંડો અભ્યાસ કરીને વાચકોને મોહિત કરતી વાર્તાઓ લખી. પ્રતિલિપિ પરના વાચકોનો પ્રેમ અને સકારાત્મક પ્રતિભાવ મળતાં તેમનો આત્મવિશ્વાસ વધ્યો. આજે તેઓ સતત લેખન સાથે આવક મેળવીને એક સફળ લેખક બન્યા છે. રીમાજીનું ઉદાહરણ સાબિત કરે છે કે, ધીરજ અને સતત પ્રયત્ન કરવાથી કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.
2. શબ્દોના સથવારે માતા માટે ગિફ્ટ
લેખક શિખાની લાંબા સમયથી એક ઈચ્છા હતી કે તેઓ તેમની માતાને હીરાની બુટ્ટી ગિફ્ટમાં આપે. તેમની આ ઈચ્છા પ્રતિલિપિ પર નિયમિત લેખન દ્વારા પૂર્ણ થઈ. સતત ભાગ પ્રકાશન અને વાચકો સાથેનું જોડાણ - આ બે બાબતો દ્વારા તેમણે જે આવક મેળવી તેમાંથી તેમણે માતા માટે હીરાની બુટ્ટી ખરીદી. આ બુટ્ટી તેમની માતા માટે વધુ ખાસ એટલે બની કારણ કે તેમની દીકરીએ પોતાની વાર્તાઓ દ્વારા મેળવેલી આવકમાંથી લીધી. શિખાજીની આ સફળતા દરેક લેખક માટે પ્રેરણા સમાન છે.
3. સપનાને વાસ્તવિકતામાં બદલતી કલમ
લેખક કનકના જીવનમાં એક સુંદર સપનું સાકાર થયું. તેમણે પોતાના શોખથી પ્રતિલિપિ પર લેખન કાર્ય શરુ કર્યું અને વાચકોની મનપસંદ શ્રેણીઓમાં ધારાવાહિક વાર્તાઓ લખીને આવક મેળવી. જેમાંથી તેમણે સ્કૂટી ખરીદી અને તેનું નામ ‘રામપ્યારી’ રાખ્યું. આ સ્કૂટી તેમના માટે માત્ર એક વાહન નથી, પરંતુ કનકજી અને તેમના વાચકો વચ્ચેના શ્રેષ્ઠ સંબંધનું પ્રતીક છે. કનકજીની આ સફળતા એ સાબિતી છે કે, લખવું એ માત્ર શોખ નહિ, પણ સપનાને સાકાર કરવાનું માધ્યમ પણ બની શકે છે.
4. વાચકોએ આપ્યું નવું જીવન
લેખક જવાળામુખીએ પ્રતિલિપિ પર એક સફળ લેખક તરીકે નવી ઓળખ બનાવી છે. ટૂંકી વાર્તાઓથી શરૂ કરીને ધારાવાહિક લખવા સુધીની તેમની સફરમાં વાચકોનો સાથ એક મહત્વનો પાયો બન્યો. તેમનું નિયમિત પ્રકાશન અને વાચકોની પસંદ ધ્યાનમાં રાખીને લેખન એટલું સરસ રહ્યું કે વાચકોના પ્રેમને જોતા તેમણે પ્રતિલિપિ પ્લેટફોર્મ પર ફુલટાઇમ લેખક બનવાનો નિર્ણય કર્યો. તેમનો આ નિર્ણય એ વાતની સાક્ષી પૂરે છે કે લેખક ઈચ્છે તો શ્રેષ્ઠ લેખનમાંથી નિયમિત સારી એવી આવક ઊભી કરી શકે છે.
5. લેખકની કલમથી પિતાનું સપનું
લેખક હકીમનું બાળપણનું સપનું હતું કે, પોતાની પાસે એક સાયકલ હોય. પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે સપનું અધૂરું રહ્યું. મોટા થયા બાદ એક પિતા તરીકે પણ દીકરી માટે સાયકલ ન ખરીદી શકવાનું દુઃખ તેમને વધુ સતાવતું હતું. પ્રતિલિપિ પર સતત લેખન દ્વારા તેમણે આવક મેળવી અને એમાંથી સૌપ્રથમ પોતાની દીકરી માટે જ્યારે સાયકલ ખરીદી ત્યારે તેમને પિતા તરીકેનો નવો અનુભવ થયો. હકીમજીની આ સફળતા દર્શાવે છે કે શબ્દોનો જાદુ બહુ મોટો હોય છે!
6. સંકટથી સફળતા સુધી
લેખક અનુ, એક હાઉસવાઈફ હોવા સાથે પોતાના સપનાને સાકાર કરવામાં સફળ થયા. પ્રતિલિપિ પરથી થયેલી તેમની પ્રથમ આવક એક આશીર્વાદ સમાન સાબિત થઈ, ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે તેમના પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનુજીને પ્રતિલિપિ પર માત્ર આર્થિક સ્વતંત્રતા જ મળી એવું નથી, પરંતુ સારો એવો ફેન બેઝ પણ મળ્યો જેમણે તેમના લેખનને પ્રોત્સાહન આપ્યું. તેમની જર્ની એ સાબિતી છે કે નાના નાના પગલાથી કરેલી શરૂઆત અને સતત પ્રયાસ સફળતા આપે જ છે.
મિત્રો, આવા ઘણા કિસ્સા તમારા પોતાના અથવા તમે પ્રતિલિપિમાં તમારી આસપાસ બનતા જોયા હશે! તો ચાલો, સાથે મળીને આપણા તમામ લેખકો અને વાચકોને તેમના વિવિધ અનુભવો અને અત્યાર સુધીની યાત્રા માટે અભિનંદન આપીએ! આગળની યાત્રા માટે સૌને ઓલ ધ બેસ્ટ!