pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તમારા પાત્રોએ પ્રતિલિપિની દુનિયા સજાવી છે.

30 ಡಿಸೆಂಬರ್ 2025

પ્રિય લેખક,

હું રણજીત પ્રતાપ સિંહ છું.

ઘણા લાંબા સમયથી મારી ઈચ્છા હતી કે હું તમારી સાથે કંઈક શેર કરું. આજે હું એક સીઇઓ કે ફાઉન્ડર તરીકે આપણા લેખક મિત્રો સાથે વાત નથી કરી રહ્યો. આજે હું એક એવા વ્યક્તિ તરીકે લખી રહ્યો છું જેના સપના અને વિઝનનું અસ્તિત્વ ફક્ત તમારા કારણે છે.

મારે એક સ્વપ્ન હતું, એવું પ્લેટફોર્મ બનાવવાનું, જ્યાં કોઈપણ વાર્તાકાર ભાષા કે ટેક્નોલોજીની કોઈ અડચણ વગર પોતાની વાર્તાઓ આખી દુનિયા સુધી પહોંચાડી શકે.

મને બેંગ્લોરનો એ નાનકડો ફ્લેટ બરાબર યાદ છે, જ્યાં અમે પાંચ જણાએ પ્રતિલિપિની શરૂઆત કરી હતી. અમારી પાસે સાધનો ઓછા હતા અને અમને કોઈ ઓળખતું નહોતું. પણ ત્યારે જ... તમે આવ્યા!

તમે તમારા પાત્રો અને તમારું હૃદય એક એવા પ્લેટફોર્મ પર મૂક્યું, જે હજુ તો આ દુનિયામાં પોતાની જગ્યા શોધી રહ્યું હતું.

છેલ્લા 11 વર્ષની આ સફર સહેલી નહોતી. અનેકવાર એવો સમય આવ્યો જ્યારે લાગતું હતું કે હવે આગળ વધવું અશક્ય છે. પણ જ્યારે પણ હું હિંમત હારવા જેવો થતો, ત્યારે પ્રતિલિપિ એપ ખોલતો અને તમારામાંથી જ કોઈની નવી વાર્તા વાંચતો. સાચું કહું તો, તમે માત્ર વાર્તાઓ નથી આપી, તમે અમને નવી આશા આપી છે. તમે માત્ર એક આઈડિયાને સ્ટાર્ટઅપ નથી બનાવ્યું, પણ એક સ્ટાર્ટઅપને 'પરિવાર' બનાવી દીધો છે.

આ પરિવારમાં એન્જિનિયર્સ, મેનેજર્સ અને વકીલો તો છે જ, પણ સૌથી ખાસ તમે અમારા સર્જકો છો. તમે જ તો છો, જે આ બધી મહેનતને સાચો અર્થ આપો છો.

મા સરસ્વતી તમારી કલમમાં સત્ય અને અપાર જ્ઞાન પૂરતા રહે. 2026નું વર્ષ એવું રહે જ્યાં તમારી કલ્પના એક અનંત નદીની જેમ વહેતી રહે અને તમારા શબ્દો વાચકોની દુનિયાને વધુ સુંદર બનાવે.

અમારું મિશન તો હજુ શરૂ થયું છે! મારું સૌથી મોટું અંગત સપનું બહુ સરળ છે: હું એક એવી દુનિયા જોવા માંગુ છું જ્યાં કોઈ પણ લેખકે ઘર ચલાવવા માટે બીજી નોકરી ન કરવી પડે. તમારી કળા જ તમારી કમાણી બને અને પ્રતિલિપિની આવકથી જ તમારો પરિવાર ખુશીથી રહી શકે. તમને એ લખવાની આઝાદી મળવી જોઈએ જેના માટે તમારો જન્મ થયો છે.

હું જાણું છું કે અમે પરફેક્ટ નથી. પણ હું વચન આપું છું કે અમે હંમેશા તમને સાંભળીએ છીએ, પછી ભલે તે વખાણ હોય કે કોઈ સલાહ. અમે આ ઘરને વધુ સુરક્ષિત અને તમારા વિશ્વાસને લાયક બનાવવા રોજ કામ કરી રહ્યા છીએ. અમારો લેખક પરિવાર જ અમારું સર્વસ્વ છે.

જો તમારે તમારી સફર વિશે વાત કરવી હોય કે અમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે તે જણાવવું હોય, તો મને [email protected] પર લખી શકો છો. હું ભલે કદાચ દરેકને જવાબ ન આપી શકું, પણ હું ખાતરી કરીશ કે તમારી વાત યોગ્ય વ્યક્તિ સુધી જરૂર પહોંચે.

તમને અને તમારા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

અમારી સાથે પ્રતિલિપિની આ વાર્તા લખવા બદલ આભાર!

હૃદયપૂર્વક,
રણજીત પ્રતાપ સિંહ
ફાઉન્ડર, પ્રતિલિપિ