pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકને હાર્દિક અભિનંદન!

12 மே 2023

પ્રિય લેખકમિત્રો,

 

અમે એક સ્પેશિયલ ન્યુઝ લઈને આવ્યા છીએ!

 

જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 4 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં જે લેખકોએ 100 કે વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખીને સફળતાપૂર્વક ભાગ લીધો છે તેઓને પ્રતિલિપિ તરફથી સ્પેશિયલ ઇનામ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

100 કે વધુ ભાગની નવલકથા લખવી એ મોટો પડકાર હતો. સમય, યોગ્ય પ્લોટ, આયોજન, લેખનમાં શિસ્ત આ બધું મળીને 100+ ભાગની રસપ્રદ નવલકથા લખવા માટે લેખકોને હાર્દિક અભિનંદન! તમારો લેખન પ્રત્યેનો પ્રેમ તમારી આ મહાસિદ્ધિ વર્ણવે છે!

વાસ્તવમાં અમે લેખકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદને જોઈને સ્તબ્ધ હતા! ભારતની 9 ભાષામાં યોજાયેલી આ લેખન સ્પર્ધામાં ઘણા લેખકોએ આ પડકારને પૂર્ણ કર્યો. 100/200/300 ભાગ કે તેનાથી પણ વધુ ભાગની નવલકથા લખવામાં આવી છે. આ લેખકોની પ્રશંસા કરવા શબ્દો ઓછા પડશે!

પ્રતિલિપિ પ્લેટફોર્મ પર આવા અદ્દભુત લેખકો હોવાથી અમે પોતાને ભાગ્યશાળી ગણીએ છીએ. અમને ગર્વ છે અમારા એ તમામ લેખકો પર જે એમની આગામી ધારાવાહિકને એક નવી ચેલેન્જના રૂપમાં જુએ છે અને સતત આગળ વધવાનું લક્ષ્ય રાખીને લખે છે. અમને વિશ્વાસ છે કે લેખકોનું લેખન પ્રત્યેનું સર્વોચ્ચ સમર્પણ, જુસ્સો અને સખત મહેનત ભવિષ્યમાં એમનું નામ અવશ્ય મોટું કરશે.

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. 

 

'સુપર રાઇટર્સ એવોર્ડ - 4’માં 100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે આ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ. [email protected] પરથી આ લેખકોને જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 

 

ગુજરાતી ભાષામાં આ સ્પર્ધામાં પ્રકાશિત થયેલી સૌથી લાંબી ધારાવાહિક નવલકથાનું બિરૂદ પ્રાપ્ત કરનાર નવલકથા:

 

100 કે તેથી વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ ધારાવાહિક નવલકથા લખનાર અન્ય તમામ લેખકોની યાદી:

 

 

અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!

હંમેશા આ જુસ્સા સાથે વાચકોને પસંદ આવે તેવી ધારાવાહિક નવલકથા લખતા રહો. તમારું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે!

 

તમારી બેસ્ટ આગામી નવલકથા લખવા માટે અત્યારે જ તમારી પાસે સોનેરી તક છે!

લેખનની દુનિયામાં આગળ વધવા અને વાચકોને વધુ રસપ્રદ ધારાવાહિક નવલકથા પીરસવા માટે ભાગ લો ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધામાં, 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'. સ્પર્ધામાં 60 ભાગની ધારાવાહિક નવલકથા લખીને પરિણામમાં સ્થાન મેળવવા માટે ઓલ ધ બેસ્ટ! 60 ભાગની ધારાવાહિક લખવા તમારી પાસે પૂરતો સમય છે. 

સ્પર્ધાની લિંક: gujarati.pratilipi.com/event/6jewmnolup

 

તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!