લેખકમિત્રો, જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 10 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં નવા ઉભરતા લેખકો (પ્રતિલિપિ સ્ટાર્સ) માટે અમે આ સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ.
નવા ઉભરતા અમારા પ્રતિલિપિ સ્ટાર્સ લેખકોને હાર્દિક અભિનંદન!
લાંબી ધારાવાહિક વાર્તા લખવી એ નાની વાત નથી, પરંતુ લેખન જગતમાં સફળતા મેળવવા માટે લાંબી ધારાવાહિક લખવી અતિ આવશ્યક છે. જ્યારે એમાં પ્રથમ વખત 80+ ભાગની લાંબી ધારાવાહિક તમે લખી છે, ત્યારે એ એક મોટી સિદ્ધિ છે! સ્પર્ધાના સમયગાળામાં એક નવી વાર્તા શરૂ કરીને એને યોગ્ય અંત આપીને નવા ઉભરતા અમારા પ્રતિલિપિ સ્ટાર્સ લેખકોને હાર્દિક અભિનંદન!
ઉપરોક્ત તમામ લેખકોને [email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર આવનારા દિવસોમાં મેઈલ પ્રાપ્ત થશે. અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!
તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!
શુભકામનાઓ,
ટીમ પ્રતિલિપિ