pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : ફેન-ફિક્શન

15 ફેબ્રુઆરી 2023

પ્રતિલિપિ દ્વારા પ્રથમ વખત અને નવતર પ્રયોગ રૂપે ફેન-ફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય પણ અલગ અને નવો હોવાથી લખવામાં સરળતા રહે એ તો શક્ય નહતું. છતાં ઘણા લેખકોએ આ સ્પર્ધામાં વાર્તા લખવા કોશિશ કરી તેથી તમે તમામ નિયમો પૂર્ણ કરીને સ્પર્ધા ભાગ લઇ શક્યા કે નહિ એના કરતા પણ સૌથી પહેલા તમે કોશિશ કરી એ માટે ખૂબ ખૂબ અભિનંદન!

 

સ્પર્ધામાં આવેલી વાર્તાઓની સંખ્યા અને ક્વોલિટીના આધારે નિર્ણાયકો દ્વારા પરિણામ આપવામાં આવ્યું છે. જે અંતિમ પરિણામ રહેશે.

 

નિર્ણાયકોના શબ્દો, "ફેન ફિક્શન વિષયથી આપણા લેખકો વધુ પરિચિત હોય એવું જણાયું નથી, છતાં જે વાર્તાઓ અમે જોઈ તેમાં સરસ પ્રયત્ન જોવા મળ્યા. ફેન ફિક્શન વાર્તાનો અર્થ એ નથી કે તમે મૂળ રચનાને તમારી રીતે ફરીથી લખો. અમે જોયું હતું કે ફેન ફિક્શન શું હોય અને કેવી રીતે લખવું એના પર પ્રતિલિપિ દ્વારા સારી માહિતી શેર કરવામાં આવી હતી. તમારે મૂળ રચના અથવા પાત્ર પર તમારી નવી વાર્તા લખવાની હોય છે. જે વાસ્તવમાં અઘરું છે કારણ કે, જે-તે પાત્ર કે રચના લોકોના મનમાં પહેલેથી છે. તમારે એ પાત્ર અથવા પ્લોટ પર સંપૂર્ણ નવી વાર્તા ઘડીને, એમાં તમારા અનોખા ટ્વિસ્ટ, સંઘર્ષ કે અન્ય પાત્રો ઉમેરીને વાર્તાને નવી દિશા આપવાની હોય છે.

અમે ફેન ફિક્શન સ્પર્ધામાં આવેલી આશરે 50 જેવી વાર્તાઓમાં નવીનતા, આકર્ષક પ્લોટ, મજબૂત રીતે પાત્રોનું ઘડતર, વાંચવામાં ખલેલ ન પહોંચાડે એવું સામાન્ય વ્યાકરણ જેવી બાબતો ચકાસી છે. જોકે અમને સ્પર્ધાની વિજેતા લિસ્ટમાં આવી શકે એવી વધુ રસપ્રદ વાર્તાઓ જોવા મળી નહીં. જેનું મુખ્ય કારણ સ્પર્ધાનો વિષય અને વાર્તાઓની ઓછી સંખ્યા છે. તેથી ફક્ત 4 રચનાઓ વિજેતા થઇ છે. વિજેતા થવા બદલ લેખકોને અઢળક અભિનંદન! જે લેખકોની વાર્તા વિજેતા નથી બની એમણે નિરાશ થવાની જરૂર નથી. સફળતા ક્યારેક તો ચોક્કસ મળશે!"

 

સ્પર્ધામાં તમામ નિયમો સાથે લખાયેલી ધારાવાહિકમાંથી 4 વિજેતા ધારાવાહિક વાર્તાઓ નીચે મુજબ છે:

- ઉપરોક્ત 4 વિજેતાઓને ઈનામી રકમ અને ફ્રેમ કરેલું પ્રિન્ટેડ પ્રમાણપત્ર ઘરે મોકલીને સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 

 ---

 

અન્ય ચૂંટાયેલી વાર્તાઓ (ક્રમ મહત્વના નથી)

આ સ્પર્ધામાં ભાગ લઈને ફેન ફિક્શન વિષય પર વાર્તા લખવાનો પ્રયાસ કરનાર તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ. અમે આશા રાખીએ છીએ કે આપ પ્રતિલિપિ પર સુંદર વાર્તાઓ લખતા રહેશો. આપની કલમથી કમાલ કરતાં રહો!