pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : પ્રતિલિપિ ન્યુ ઓથર્સ એવોર્ડ

12 જાન્યુઆરી 2024

‘પ્રતિલિપિ ન્યુ ઓથર્સ એવોર્ડ’ સ્પર્ધામાં સફળતાપૂર્વક વાર્તા લખનાર તમામ નવા લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમે સ્થાન પામ્યા છો કે નહિ તેના કરતા નવોદિત લેખક તરીકે સફળતાપૂર્વક ભાગ લેવો એ વધુ મહત્વની વાત છે!

 

અમે આ સ્પર્ધા ફક્ત નવા લેખકો કે, જેમની પાસે ગોલ્ડન બેજ નથી તેમના માટે યોજી હતી. તેથી જેમને આ સ્પર્ધા દરમિયાન કે પછી ગોલ્ડન બેજ મળ્યો છે તેઓ હવે તેમની ધારાવાહિકને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ રાખી શકશે. દરેક શરુ પ્રીમિયમ ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિકને અનલોક કરવા માટે વાચકો પાસે આ વિકલ્પો ઉપલબ્ધ રહેશે: પ્રીમિયમ અથવા સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે. સિક્કાથી ભાગ અનલોક કરી શકશે. જે વાચકો ફ્રીમાં વાંચવા માંગતા હોય તેઓ નવો ભાગ બીજા દિવસે અનલોક કરી શકશે. તેથી વાચકોના સાથ સાથે હવે આવક ઊભી કરવાની તક! ખાસ 'સુપર રાઇટર્સ એવોર્ડ - 7' સ્પર્ધામાં ભાગ લેવા માટેના દ્વાર તેમના માટે ખુલી ગયા છે.

પ્રતિલિપિમાં લેખક તરીકે આગળ વધવા ગોલ્ડન બેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવક મેળવવા માટેનું પ્રથમ પગલું એટલે ગોલ્ડન બેજ! જો તમારી પાસે હજુ ગોલ્ડન બેજ નથી તો તમે ‘પ્રેમની ઓસ’ સ્પર્ધામાં ભાગ લઈને ખાસ ગોલ્ડન બેજ મેળવવા તરફ આગળ વધી શકો છો.

-----

આ સ્પર્ધા વિશે નિર્ણાયકોના શબ્દો, “સૌપ્રથમ ભાગ લેનાર તમામ નવા લેખકોને લેખનની દુનિયામાં પહેલું પગથિયું સફળતાપૂર્વક માંડવા બદલ ખૂબ અભિનંદન! સાહિત્ય જગત ખૂબ જ વિશાળ છે. લેખક મૃત્યુ પામી શકે પરંતુ તેની રચના નહીં! એટલે વિચારો, તમારી પાસે ખેડવા કેટલો વિશાળ દરિયો છે! હવે વાત કરીએ આ સ્પર્ધામાં આવેલી રચનાઓ વિશે તો એ વાત સ્વીકારવાની રહી કે પ્રતિલિપિએ જણાવ્યા મુજબ આ સ્પર્ધા ફક્ત નવા લેખકો માટેની હતી, નવા નિશાળીયા લેખકોની રચના તપાસવી એ સરળ કાર્ય નથી! કેમ? કારણ કે, તેમની રચનામાં નવીનતા, નવો જોશ, નવી ધગશ જોવા મળતી હોય છે. પરંતુ એ પણ લેખકોએ સ્વીકારવાનું રહ્યું કે લખાણમાં કચાશ પણ ઘણી જોવા મળી છે. પણ એકંદરે પ્રયાસો ખૂબ સારા રહ્યા છે. અમે લખાણ, વાર્તા કહેવાની રીત અને અન્ય સામાન્ય બાબતોના આધારે ધારાવાહિકને માર્ક્સ આપવા પ્રયાસ કર્યા છે.

ખાસ તો અમે જણાવીશું કે, જો તમારી વાર્તા શરૂઆતથી જ વાંચવા મોહી લે તો વાર્તા એ જ ક્ષણે સફળ બની ગઈ કહેવાય! આ સાથે તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો. યાદ રાખશો, લેખક તરીકેની તમારી યાત્રા હજુ શરૂ થઈ છે. તમારો આગળનો માર્ગ તમારી સર્જનાત્મકતાને સુંદર રીતે ઘડશે. અમે ભાગ લેનાર તમામ લેખકોને સૂચન આપીશું કે વાર્તા કેવી રીતે લખવી તેનો અભ્યાસ કરતા રહો. પ્રતિલિપિને આ અંગે અમે જણાવ્યું છે. તેમના દ્વારા પરિણામમાં મહત્વની માહિતી ઉમેરવામાં આવશે.”

-----

ટોપ 6 વિજેતા લેખકો (ક્રમ મહત્વના નથી)

- ઉપરોક્ત વિજેતા લેખકોને પ્રતિલિપિ તરફથી 'સ્પેશિયલ રાઈટીંગ કીટ' કુરિયર દ્વારા મોકલીને સન્માનિત કરવામાં આવશે.

-----

ટોપ 15માં સ્થાન પામેલ અન્ય લેખકો (ક્રમ મહત્વના નથી) 

- ઉપરોક્ત તમામ વિજેતા લેખકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. (ખાસ નોંધ: તમારા પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર મેઈલ પ્રાપ્ત થશે.)

- આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! 

-----

→ સરળતાપૂર્વક ધારાવાહિક લેખનના દરેક તબક્કા નીચેની લિંક્સ દ્વારા જાણો:

 

1. પ્રતિલિપિ હંમેશા લાંબી ધારાવાહિક લખવા કેમ કહે છે?

2. લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો

3. પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા

4. પ્રેમ/રોમાન્સ શ્રેણીમાં કેવી રીતે લખવું?

5. ફેમિલી ડ્રામા થીમ, સામાજિક શ્રેણી, સ્ત્રીવિષયક શ્રેણીમાં કેવી રીતે લખવું?

6. રહસ્ય શ્રેણી, ફેન્ટસી શ્રેણી, હોરર શ્રેણીમાં કેવી રીતે લખવું?

7. થ્રિલર શ્રેણીમાં કેવી રીતે લખવું?

8. વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ

9. ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન

10. સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો?

11. હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો?

12. વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી?

13. લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ

14. વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું?

15. વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય)

16. લેખન શેડ્યૂલ કેવી રીતે કરવું?

17. પુનરાવર્તન, વિવિધ શ્રેણીની સમજ, લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા

 

અમારા દ્વારા તૈયાર કરેલ આ ટિપ્સનો એકવાર ઉપયોગ જરૂર કરશો! ધારાવાહિક લેખનની સમગ્ર પ્રક્રિયા તમારા માટે એકદમ સરળ બની જશે.