pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તમારી બેસ્ટ ધારાવાહિકનું નિર્માણ કરો: સુપર રાઇટર્સ એવોર્ડ માટે ટીપ્સ અને પ્રોમ્પ્ટ્સ!

16 મે 2024

લેખકમિત્ર,

 

સુપર રાઇટર્સ એવોર્ડ માટે વાચકોને શરૂઆતથી જ જકડી રાખે તેવી આકર્ષક ધારાવાહિક લખવા તૈયાર છો? 

 

→ તમારી ક્રિએટીવીટીને ખીલવો: અમારા ટ્રેન્ડિંગ પ્રોમ્પ્ટ્સ અને પ્લોટ્સની યાદીથી પ્રેરણા લઈને તમારી આગામી બેસ્ટ ધારાવાહિક લખો! ટ્રેન્ડિંગ થીમમાં ધારાવાહિક લખીને આજીવન આવક મેળવો!

 

→ પ્લોટ્સને વિસ્તૃત કરવા, તેમાં બદલાવ કરવા અને નવીનતા ઉમેરવા માટે તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરો. — CEO Romance / Hidden Billionaire —

 

1. શ્રેય, ચાર્મિંગ સીઇઓ તેના પરિવારની રેસ્ટોરન્ટ ચેઇનમાં ગડબડ હોવાની જાણ થતા તપાસ કરવા માટે છુપી ઓળખ બનાવી નવા ટ્રેની શેફ તરીકે જાય છે. ત્યાં તેની મુલાકાત સૌનું ધ્યાન રાખતી અને ફર્સ્ટ ક્લાસ ફૂડ તૈયાર કરતી સાધારણ પરિવારની માયા સાથે થાય છે. શ્રેય પોતાની તપાસ સાથે માયા તરફ ખેંચાણ અનુભવે છે પરંતુ એક દિવસ માયા સામે શ્રેયની હકીકતનો વિસ્ફોટ થાય છે! માયા જે નફરત કરે છે ખોટું બોલતા લોકોથી શું એ સમજી શકશે શ્રેયનો પ્રેમ?

 

2. અર્જુન, એક અબજોપતિ, જે તેના પ્લેબોય નેચર માટે જાણીતો છે, તે એક દિવસ સિયા, કેરિયર માટે સંઘર્ષ કરતી આર્ટીસ્ટથી મોહિત થાય છે. અર્જુન તેનું દિલ જીતવા માટે પોતાની સાચી ઓળખ છુપાવી આર્ટ શીખવા માટે ક્લાસ જોઈન કરે છે. અર્જુનના પરિવારને આ વિશે જાણ થતા તે સંબંધ અસ્વીકારે છે. બંને પરિવારના ભૂતકાળ શું અર્જુનને સાચા પ્રેમથી દૂર કરશે? શું અર્જુનની વાસ્તવિકતા જાણી સિયા એને છોડી દેશે?

 

3. એક કંપનીનો સીઇઓ આદિત્ય તેના બેસ્ટ ફ્રેન્ડની બહેન રિયાને પ્રેમ કરવા લાગે છે. જ્યારે રિયાનો ભાઈ આર્મીમાં જવા રવાના થાય છે ત્યારે તે તેની બહેનની સંભાળ રાખવા માટે આદિત્યને જણાવે છે. આદિત્ય રિયાની કેર કરે છે પરંતુ પોતાની લાગણી છુપાવી રાખે છે. એક દિવસ આદિત્યની લાગણી વિશે આદિત્યના આંટીને જાણ થાય છે, તે આદિત્યની સંપત્તિ જપ્ત કરવા માટે ષડયંત્ર બનાવે છે. શું આદિત્ય પોતાના પ્રેમની જાણ રિયાને કરી શકશે? શું રિયા પણ આદિત્યને પ્રેમ કરતી હશે? શું એમની લવ સ્ટોરીમાં આદિત્યના આંટી ઊભી કરશે મોતની રમત? 

 

4. રઘુવીર એક અબજોપતિ વારસદાર અને સ્ટ્રીટ ફૂડ વેચતી મિલીના જીવનમાં થયેલી અણધારી મુલાકાત તેમને પાસે લાવે છે. મિલીનો સામાન્ય પરિવાર તેના લગ્ન સામાન્ય ઘરમાં કરાવવા ઈચ્છે છે, જેથી રઘુવીર પોતાની ઓળખ છુપાવીને મળે છે. પરંતુ અચાનક રઘુવીરની સચ્ચાઈ સામે આવે છે. આ સંબંધથી નાખુશ પરિવાર મિલી સામે બે વિકલ્પ મુકે છે, પરિવાર કે પ્રેમ? કોને પસંદ કરશે મિલી? કેમ મિલીના પરિવારને અમીર પરિવારથી નફરત છે?

 

5. અનિકા, અમીર પરિવારની દીકરી જે પોતાની ઈચ્છા મુજબ નાનો બિઝનેસ કરે છે. તેનો પરિવાર એના લગ્ન એક મોટી કંપનીના સીઇઓ વીર સાથે નક્કી કરે છે. વીર અકડુ સ્વભાવ અને અતીતનું ઘેરું રહસ્ય ધરાવે છે, જયારે અનિકાના દિલમાં તેના કોલેજના દિવસોનો પ્રેમ રોહન હજુ સ્થાન ધરાવે છે. શું રોહન અનિકાના જીવનમાં ફરી આવશે? શું વીરને અનિકા પસંદ આવશે? શું પરિવારે જોડેલો સંબંધ ટકી શકશે? શું આ લગ્ન અનિકાના સપના વિખેરી નાખશે?— Contract / Forced Marriage —

 

1. શ્વેતા તેના ઘમંડી બોસ રાજીવને નફરત કરે છે, પરંતુ તેની બીમાર માતા માટે પૈસાની સખત જરૂર હોવાથી તે કોઇપણ કાળે નોકરી છોડી શકે એમ નથી. રાજીવના ટ્રેડીશનલ વિચારો ધરાવતા દાદા તેમના મૃત્યુ પહેલા રાજીવના લગ્ન જોવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા રાજીવ શ્વેતા સામે એક વર્ષના કોન્ટ્રાક્ટ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં તે શ્વેતાના પરિવારની સંપૂર્ણ સંભાળ લેશે. શું શ્વેતા જેને નફરત કરે છે તેની સાથે કોન્ટ્રાક્ટ લગ્ન કરશે? આ કોન્ટ્રાક્ટ લગ્ન કેવી સમસ્યા લાવશે? શું ખોટો સંબંધ બધું બરબાદ કરશે કે પછી સાચા પ્રેમની કળી ખીલશે?

 

2. નટખટ સ્વભાવ ધરાવતા બોસ અક્ષયને તેની સેક્રેટરી રિદ્ધિ સિક્રેટ લવ કરે છે. અક્ષયની ગર્લફ્રેન્ડ હોવાથી તે પોતાની લાગણી છુપાવે છે પરંતુ એક રહસ્ય દરાર લાવ્યું અક્ષય અને એની ગર્લફ્રેન્ડ વચ્ચે! પરિવારે શરુ કર્યું લગ્નનું દબાણ પણ અક્ષય હારી ચુક્યો છે સંબંધના નામથી! રિદ્ધિની મજબુરીની જાણ થતા અને પરિવારના રોજના કકળાટથી બચવા અક્ષય મુકે છે રિદ્ધિ સામે કોન્ટ્રાક્ટ લગ્નનો પ્રસ્તાવ! શું આ ખોટા લગ્નથી તૂટશે રિદ્ધિનું દિલ? કેવા રહસ્યો હશે અક્ષય અને રિદ્ધિના જીવનમાં?

 

3. આત્મવિશ્વાસથી ભરપુર સીઇઓ, કિયારા આખરે હાર માનીને વિખેરાતા બિઝનેસને બચાવવા માટે ડેશિંગ બિઝનેસમેન આર્યન સાથે લગ્ન કરવા પરિવારના દબાણ હેઠળ હા પાડે છે. આ લગ્નથી બિઝનેસ બચશે તેવી આશા કિયારાને છે પરંતુ આર્યન પાસે છે આ લગ્ન કરવાના પર્સનલ સીક્રેટ્સ! શું આ લગ્ન બનશે સત્તા માટે યુદ્ધનું મેદાન? કેવી રહેશે તેમની મેરેજ લાઈફ?

 

4. આસ્થા, બોલિવૂડના સપના જોતી એક નાનકડા શહેરની છોકરી, મુંબઈમાં આર્થિક સ્થિતિમાં ફસાઈ છે. તેણી અનિચ્છાએ સમ્રાટ, નિર્દય અને ખડૂસ ડાયરેક્ટર સાથે કરાર લગ્ન માટે સંમત થાય છે. સમ્રાટને એશોઆરામ કરવા જોઈએ છે પરિવાર માટે એક વહુ અને આસ્થાને જોઈએ છે એનું મોટું નામ! આગામી ફિલ્મ માટે આસ્થાને રોલ આપી શું સમ્રાટ પૂરું કરશે એનું વચન? કે આસ્થા ફસાઈ જશે આ મેરેજમાં?

 

5. ડાન્સર સાંચી પોતાની એકેડમી ખોલવાનું સપનું રાખે છે, પરંતુ સામાન્ય ઘરમાં હોવાથી પરિવારની જવાબદારી એના સપનાની પાંખ કાપે છે. એક કંપનીમાં નોકરી કરતા તેના સપના વિશે એના બોસ કબીરને જાણ થાય છે. પોતાની રાજાશાહી હવેલી બચાવવા કબીરને જરૂર છે એક પત્નીની. તે સાંચી સાથે એક સૌદો કરવા તૈયાર થાય છે. ડાન્સ એકેડમી માટે અઢળક પૈસા સામે એક વર્ષના લગ્ન! શું પરિવારની સ્થિતિ અને પોતાના સ્વપ્ન માટે સાંચી કરશે લગ્ન? શું થશે જ્યારે સાંચીને જાણ થશે શા માટે તેને જ પસંદ કરી કબીરે?— Mafia / Gangster Love —

 

1. નામચીન ડોન યશવંત સિંહની પુત્રી દિયા એક સામાન્ય જીવન ઈચ્છે છે. તે એકવાર સ્ટ્રીટ મ્યુઝિશિયન ઋષિને મળે છે અને ધીરે ધીરે તેના પ્રેમમાં પડે છે. દિયાને નથી જાણ ઋષિ વિશે. તે હરીફ ગેંગના નેતા રાજ ખન્નાનો દત્તક લીધેલો પુત્ર છે. શું આ સત્ય લાવશે એમના પ્રેમમાં દરાર? શું કામ ઋષિએ છુપાવી હશે એની ઓળખ? શું દુશ્મનાવટમાં પ્રેમની ચડશે બલી?

 

2. મહી, માફિયા પરિવારના ફેમિલી ડોકટર તરીકે ફસાયેલી શાર્પ માઈન્ડેડ છોકરીને પસંદ કરે છે તે માફિયા પરિવારનો પુત્ર રંજીત. પરંતુ મહીને થાય છે પ્રેમ એક સાધારણ શિક્ષક જીત સાથે. જેમ જેમ સંબંધો આગળ વધે છે તેમ મહીને જાણ થાય છે જીતની વાસ્તવિકતા વિશે! જીત આવેલો છે રંજીતથી બદલો લેવા. શું મહી રંજીત અને જીત વચ્ચે ગૂંચવાશે? કોનો સાથ આપશે તે? શું આ પ્રેમ લોહીની નદીઓ વહેડાવશે?

 

3. બોલિવૂડની સુંદર અભિનેત્રી આયશા એક રહસ્યમય સ્ટોકરથી સતત જોખમમાં રહે છે. તેના બોડીગાર્ડ તરીકે પૂર્વ સૈનિક રહેલા રાજવીરને નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ રાજવીર એક રહસ્ય છુપાવે છે - તેનું અન્ડરકવર ઓફિસર હોવાનું. આયશાનો બોયફ્રેન્ડ સ્ટોકરના ભયથી આયશાને છોડી દે છે અને રાજવીર સ્ટોકર વિશે તપાસ કરે છે ત્યારે સામે આવે છે માફિયા ગેંગના ષડયંત્ર! આયશાનો ભૂતકાળ, રાજવીરની સાચી ઓળખ અને ગેંગસ્ટરની ખતરનાક દુનિયામાં શું આયશાને મળી શકશે એનો સાચો પ્રેમ?

 

4. એસીપી કિરણ વર્મા, તેની બહાદુરી માટે જાણીતી એક ન્યાયપ્રિય ઓફિસર, ડ્રગ્સની હેરાફેરી કરતી મલિક ગેંગ વિશે વધુ જાણકારી મેળવવા તેનો પીછો કરે છે. ત્યાં તેની મુલાકાત તેના બાળપણના પ્રેમી લક્ષ્ય સાથે થાય છે જે ગેંગમાં આગળ વધતો સ્ટાર છે. આ મુલાકાત જૂની યાદો તાજા કરે છે પરંતુ કિરણ વર્માએ કરેલું તેના પિતાનું એનકાઉન્ટર લક્ષ્યને નફરત કરવા પ્રેરે છે. શું કિરણનો પ્રેમ લક્ષ્યને સાચા માર્ગે લાવશે? કે પ્રેમ, ફરજ અને બદલા વચ્ચે હારશે બે જિંદગી?

 

5. રાશી શર્મા, એક અન્ડરકવર એજેંટ એક ગેંગમાં છુપી ઓળખ બનાવીને ડોનના પુત્ર આરવના લગ્નમાં ડાન્સર બને છે. ગેંગનો પર્દાફાશ કરવાની તેની ફરજ અને અને આરવ તરફ વધતા આકર્ષણ વચ્ચે તેનું દિલ ધબકે છે! તેનું સત્ય બહાર આવતા તે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. શું આરવને પણ રાશી તરફ લાગણી હશે? શું તે રાશીને બચાવશે? કેવી રહેશે એમની આગળની લાઈફ?— Surrogacy / Divorced / Second Chance Romance —

 

1. રિયા, નાના શહેરની એક વેડિંગ પ્લાનરને, મોટી કંપનીના સીઈઓ અગ્નિ મલ્હોત્રાના ભવ્ય લગ્નનું આયોજન કરવા માટે હાયર કરવામાં આવે છે. રિયાને ત્યાં પહોંચીને અગ્નિ વિશે જાણ થાય છે, તેમનો ભૂતકાળ એને યાદ આવે છે. શું આ કામ અતીતની લાગણી ફરીથી બંને વચ્ચે જાગૃત કરશે? શું પરિવારના પ્રેશર હેઠળ થઇ રહેલા લગ્નમાં અગ્નિ આગળ વધી શકશે? શું એની અને રિયા વચ્ચેની ગેરસમજ દૂર થશે? શું સેકેંડ ચાન્સ લવમાં મળશે?

 

2. પ્રિયા, મિડલ ક્લાસ હોવા છતાં લાઈફને ખુલ્લીને એન્જોય કરતી છોકરી અચાનક ફસાઈ છે પૈસાના એક કેસમાં. સામે જરૂર છે તેની બાળપણની મિત્ર, અંજલિને એક સરોગેટ મધરની. પ્રિયા તૈયાર થાય છે આ સૌદા માટે પણ જેમ જેમ સમય વીતે છે તેમ એની લાગણી વધે છે અંજલિના શ્રીમંત પતિ, ક્રિશ તરફ. શું બાળક સુધીનો આ કોન્ટ્રાક્ટ લાગણીની કશ્મકશમાં ગૂંચવાશે? શું પ્રિયા, ક્રિશ અને અંજલિ આમાંથી બહાર નીકળી શકશે?

 

3. કૃતિ અને સમીરને કરવા પડ્યા અણધાર્યા મેરેજ. બંનેના ભૂતકાળ એમને નથી આવવા દેતા એકબીજાની પાસે. તેઓ એકબીજાને નથી કરતા પસંદ, પણ એક રાતની એ ક્ષણ પછી જ્યારે કૃતિ થાય છે પ્રેગનેન્ટ ત્યારે સમીરને ધીરે ધીરે જવાબદારીઓનો અહેસાસ થાય છે. જબરદસ્તી બંધાયેલા આ સંબંધમાં શું માતા પિતા બનવાની સફર એમને એક કરશે? શું એમના વચ્ચે પ્રેમ ખીલશે કે અતીતના રહસ્યો એમનું જીવન બરબાદ કરશે?

 

4. પ્રેગનન્સીના સમયમાં પ્રતિજ્ઞાના પતિની મૃત્યુ થતા, ગરીબ પરિવારમાંથી આવતી હોવાથી પ્રતિજ્ઞાને તેના સાસરિયા ઘરેથી કાઢી મૂકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર પ્રતિજ્ઞા હાર માન્યા વિના એકલી જીવન નવેસરથી શરુ કરીને મોટી કંપનીમાં ઇન્વેસ્ટર બને છે. તે કંપની તેના સાસરિયાની હોય છે. શું કરવા માંગે છે પ્રતિજ્ઞા? શું સિંગલ મધર બનીને તે પૂરી કરી શકશે એની ફરજ? શું તેના જીવનમાં આવશે નવું પાત્ર?

 

5. કડવા સંબંધમાં છૂટાછેડાના વર્ષો પછી, ફોટોગ્રાફર અર્ણવ તેની ભૂતપૂર્વ પત્ની, સૌમ્યા જે હવે સફળ ડૉક્ટર છે, તેને મળે છે. અર્ણવને જાણીને એ આઘાત લાગે છે કે સૌમ્યા સિંગલ મધર છે અને બાળકના બાયોલોજીકલ પિતા એ પોતે છે! શું આ રહસ્ય એમને નજીક લાવશે કે એમના સંબંધને સંપૂર્ણ બરબાદ કરશે?— Fantasy Horror Romance —

 

1. સૌમ્યા, એક માથાભારે યુવતી ભણવા માટે આઉટ ઓફ સીટી જાય છે. જ્યાં તેની મુલાકાત કોલેજના સૌથી દેખાવડા યુવક કાવ્ય સાથે થાય છે. સૌમ્યા એનું મન કાવ્ય પર હારે છે પણ કાવ્યના પરિવારની સમસ્યાના કારણે તેઓ ભાગીને લગ્ન કરે છે. લગ્ન બાદ કાવ્યને જાણ થાય છે સૌમ્યાના સાચા ઈરાદાની. સૌમ્યા રાજવી પરિવારમાંથી આવે છે, એવો પરિવાર જે સુખ સમૃદ્ધિ માટે રાક્ષસને પૂજે છે. શું કાવ્ય અને એ રાક્ષસનો સામનો લાવશે નવી મુસીબત? શું આ સત્ય સૌમ્યા અને કાવ્યના સંબંધને વિખેરશે? શું હશે પરિવારનું રહસ્ય?  

 

2. અવની, એક એડવેન્ચર લવર છોકરી પહોંચે છે પહાડોની વચ્ચે છુપાયેલા ખંડેરમાં. ત્યાં તેની મુલાકાત હિસ્ટ્રીના સ્ટુડન્ટ પ્રણય સાથે થાય છે. ત્યાં ચાલી રહેલા અધૂરા ખોદકામમાં તેઓને મળે છે એક ગુફાનો દરવાજો. ગુફામાં જતા તેઓ સામનો કરે છે એક રહસ્યમય ઘટનાનો! હજારો વર્ષો જૂની ગુફામાં રાજકુમાર આદિત્ય છે કેદ તાંત્રિકના વશમાં. આદિત્યને મુક્ત થવા જોઈએ છે કુવારી છોકરીના લોહીનું એક ટીપું. પ્રણયને નીકળવું છે આ ઘટનામાંથી બહાર પરંતુ અવની છે તૈયાર આદિત્યની મદદ કરવા, પણ નથી જાણ એને કે એ અનાયાસે ફસાઈ ગઈ છે તાંત્રિક, ચુડેલ અને હજારો વર્ષો જુના રહસ્યોમાં. શું હશે આદિત્યનો ભૂતકાળ? કેમ એ કેદ છે ગુફામાં? શું આદિત્યને મુક્ત કરીને શાંતિ આપી શકશે અવની?

 

3. નિશા એક સિંગર, તેની પાસે શક્તિ છે આત્માઓ સાથે વાત કરવાની. એકવાર તેની મુલાકાત રાઘવ સાથે થાય છે. રાઘવની હાજરી નિશાને હંમેશા રહસ્યમય લાગે છે. એક દિવસ એની સામે આવે છે રાઘવની હકીકત પણ ઘણું મોડું થઈ ગયું હતું. એ દિવસ એમના લગ્નનો દિવસ હતો. શું આત્માઓ જોઈ શકતી નિશા ફસાઈ રહી હતી કોઈ ચક્રવ્યૂહમાં?

 

4. ધ્રુવી, એક પ્રાચિન મંદિરમાં પરફોર્મ કરતી હોશિયાર ડાન્સર, અજાણતામાં પહોચી ગઈ એક કોઠારીમાં, ત્યાં એના પગલાએ એક શક્તિશાળી પ્રાણીને કરી દીધું જાગૃત. હજારો વર્ષોથી શ્રાપિત રહેલા એ પ્રાણીએ જાગીને મચાવ્યો મોતનો આતંક. ધ્રુવી ખાઈ છે કસમ એને શ્રાપ મુક્ત કરીને લોકોને બચાવવાની. એનો સાથ આપે છે શાર્પ માઈન્ડ ધરાવતો ક્યુટ અભય. કેવી રીતે એક પછી એક ચક્રવ્યૂહમાંથી નીકળીને બંને કરશે શ્રાપનો અંત? શું હશે એ શક્તિશાળી પ્રાણીની કહાણી? કોણે એને બાંધ્યું હતું મંદિરમાં?

 

5. સૃષ્ટિ, એક સુંદર ઈચ્છાધારી નાગિન, આવી છે શાહી પરિવારમાં પોતાનો બદલો લેવા, પરંતુ જ્યારે સામનો થયો એનો રાજ પરિવારના વંશ અર્જુન સાથે ત્યારે તેનું મન ખેંચાય છે એના તરફ. બદલો, પ્રેમ અને રહસ્યની દોરથી બંધાયેલી નાગિનની કહાણી કેવો રંગ ભરશે એના જીવનમાં? શું નાગિનનો ભૂતકાળ, અર્જુનની બાજ નજર અને શાહી પરિવાર સાથે રહેલી નાગલોકની દુશ્મનાવટ પડશે પ્રેમ પર ભારી?


 

→ તમારી વાર્તા AI ટૂલ્સ સાથે ડેવલોપ કરો: તમે Gemini જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને વાર્તા ઘડવાની પ્રક્રિયાને સરળ બનાવી શકો છો. જાણો તમે Gemini નો ઉપયોગ કેવી રીતે કરી શકો: 

 

1. વાર્તા માટે આઈડીયાઝ: Gemini ને તમારા રફ પ્લોટ આઈડિયા ગુજરાતી ભાષામાં અથવા અંગ્રેજીમાં જણાવીને તેની પાસેથી પ્લોટ ટ્વીસ્ટ, સબપ્લોટ્સ, સંઘર્ષ, વગેરે માટે સૂચનો મેળવી શકો.

– ઉદાહરણ પ્રશ્ન: "હું એક અબજોપતિ વારસદારની વાર્તા લખું છું, જે તેના પરિવાર દ્વારા નિયુક્ત કરાયેલા તેના પર્સનલ બોડીગાર્ડના પ્રેમમાં પડે છે. આ સામાજિક ધોરણોને પડકાર આપતી પ્રેમકથામાં કેવા પ્રશ્નો ઊભા થઈ શકે? કેવી સમસ્યાઓનો સામનો નાયક અને નાયિકાને કરવો પડી શકે?"

 

2. અસરકારક પાત્રો બનાવો: Gemini ને તમારા પાત્રો વિશે બેઝીક માહિતી આપો અને એના આધારે Character Arcs, પાત્રોની પર્સનાલિટી, તેના સંઘર્ષો ઊભા કરો.

– ઉદાહરણ પ્રશ્ન: "હું એક સ્ટ્રોંગ નાયિકાની ફેન્ટસી થીમમાં વાર્તા લખું છું. તો નાયિકાની પર્સનાલિટી કેવી રીતે વિકસાવી શકું?"

 

તમે તમારી વાર્તા અથવા પાત્ર સંબંધિત પ્રશ્નો Gemini ને પૂછી શકો છો. જેનાથી તે તમારી માહિતીના આધારે તમને સૂચનો આપશો. આ સૂચનો તમને નવા વિચારો મેળવવા માટે મદદ કરશે. 


 

– સરળતાપૂર્વક ધારાવાહિક લેખનના દરેક તબક્કા નીચેની લિંક્સ દ્વારા જાણો – 

 

→ પ્લોટ અને પાત્રો:

(1) લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો?

(2) પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા?

 

→ વિવિધ થીમ:

(1) પ્રેમ/રોમાન્સ શ્રેણીમાં રસપ્રદ ધારાવાહિક કેવી રીતે લખવી?

(2) ફેમિલી ડ્રામા થીમ, સામાજિક શ્રેણી, સ્ત્રીવિષયક શ્રેણીમાં ધારાવાહિક કેવી રીતે લખવી?

(3) રહસ્ય શ્રેણી, ફેન્ટસી શ્રેણી, હોરર શ્રેણીમાં ધારાવાહિક કેવી રીતે લખવી?

(4) થ્રિલર શ્રેણીમાં ધારાવાહિક કેવી રીતે લખવી?

 

→ રાઈટીંગ ટેકનીક્સ:

(1) વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ સમજવા! 

(2) ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન!

(3) સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો?

(4) હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો?

(5) વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી?

 

→ આયોજન અને પડકારો દૂર કરવા:

(1) લેખન શેડ્યૂલ કેવી રીતે કરવું?

(2) વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય)!

 

→ પ્રતિલિપિ પર લાંબી ધારાવાહિકના ફાયદા:

(1) પ્રતિલિપિ હંમેશા લાંબી ધારાવાહિક લખવા કેમ કહે છે?

(2) લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ

(3) વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું?

(4) રિકમેન્ડેશડેન સિસ્ટમને સમજવી

(5) પ્રીમિયમ ધારાવાહિક સાથે માસિક રોયલ્ટી મેળવવી

(6) સીઝન લેખન

(7) લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા

 

PDF ડ્રાઇવ લિંક

 

→ આજે જ તમારી ધારાવાહિકનું આયોજન શરૂ કરો! આ પાસાઓ સમજીને આયોજન કરવા માટે દરરોજ થોડો સમય ફાળવવામાં લગભગ 4 થી 5 દિવસનો સમય લાગશે, પરંતુ સામે અઢળક લાભ મળશે! તમે જયારે 'સુપર રાઇટર એવોર્ડ' માટે ધારાવાહિક પ્રકાશિત કરવાની શરૂઆત કરશો ત્યારે કોઈ સમસ્યા નહીં આવે. 

 

અહીં ક્લિક કરીને ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધા સુપર રાઇટર્સ એવોર્ડમાં ભાગ લો!

 

બેસ્ટ ઓફ લક!

પ્રતિલિપિ ઇવેન્ટ્સ ટીમ