pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિ પર કોપીરાઇટ્સ કેવી રીતે સુરક્ષિત છે!

08 જાન્યુઆરી 2024

લેખકમિત્રો,

આપણા પ્લેટફોર્મ પર ઘણા લેખકો સાથેની વાતચીત દ્વારા અમને એ જાણવા મળ્યું છે કે અન્ય પ્લેટફોર્મના લોકો મેસેજ વિભાગમાં તેમનો સંપર્ક કરીને તેમને ખોટા કોન્ટ્રાકટ કે અપૂરતી માહિતી દ્વારા છેતરવા પ્રયાસ કરી રહ્યા છે.

તેથી આ બાબત ઊંડાણપૂર્વક જાણ્યા બાદ અમે આપણા તમામ લેખકો પોતાની રચનાઓ વિશે જાગૃત રહે તે માટે મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યા છીએ:

1. અમુક ચોક્કસ રકમ કે શબ્દોની ગણતરીના આધારે અપાતા પેમેન્ટ કે તમારી રચના પ્રતિલિપિ પરથી હટાવીને ફક્ત તેમના પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવા જણાવે તેવા પ્લેટફોર્મથી સાવચેત રહો! આવા પ્લેટફોર્મ કે મેસેજ વિભાગમાં મેસેજ કરીને સ્પામ કરતા તેવા એકાઉન્ટને બ્લોક કરીને પ્રતિલિપિને તરત જ રિપોર્ટ કરો.

2. આવા કેસમાં વાસ્તવમાં તે પ્લેટફોર્મ તમારી સાથે ફ્રોડ કરીને તમારી રચનાના પૂર્ણ કોપીરાઇટ્સ પોતાના પ્લેટફોર્મના નામે કરતા હોય છે. એટલે કે તમે જે રચનામાંથી આજીવન આવક મેળવી શકો તેવી તમારી મહેનત, તમારી ક્રિએટિવિટી તમે અમુક રકમ માટે ગુમાવી બેસો છો. મોટા ભાગે આવા કેસમાં તેઓ તમને પ્રતિલિપિ પર લખવાનું બંધ કરવા કે તમારી રચના અહીંથી દૂર કરવા જણાવે છે! જે તમારા માટે વોર્નિંગ બેલ હોય શકે છે!

3. પ્રતિલિપિ પ્લેટફોર્મ પર પ્રકાશિત રચનાઓના પૂર્ણ કોપીરાઇટ્સ લેખક પાસે રહે છે. અહીં તમે તમારી અન્ય જગ્યાએ પ્રકાશિત રચનાઓ પણ પ્રકાશિત કરી શકો છો અને તે રચના માટે તમામ નિર્ણયો લેવા સ્વતંત્ર છો. તમે પ્રતિલિપિ પ્રીમિયમ હેઠળ તમારી રચના પ્રકાશિત રાખીને આજીવન તેમાંથી આવક મેળવી શકો છો. ઉપરાંત પ્રતિલિપિ જો રચના અંગે IP રાઇટ્સ લેવા માંગે તો લેખક સાથે તમામ ચર્ચા કરીને તમામ પોઈન્ટ્સ ક્લિયર કરીને મેઈલ દ્વારા લીગલી કોન્ટ્રાકટ કરે છે. તેમાં પણ રચનાના લેખક તમે જ રહો છો! એટલે કોપીરાઇટ્સ ગુમાવવા અને એડોપશન રાઇટ્સ આપવા અલગ છે તે સમજવું જરૂરી બને છે.

4. ઉદાહરણ તરીકે, તમે ચોક્કસ સમયગાળા માટે તમારી રચનાઓના એડોપશન રાઇટ્સ આપી શકો, જેમકે ઓડિયો, વિડીયો, પ્રિન્ટ્સ, વગેરે જેવા ફોર્મેટ્સમાં રચનાનું રૂપાંતરણ થઈ શકે. પ્રતિલિપિ IP ટીમ દ્વારા પણ અમુક લેખકો સાથે કોન્ટ્રાકટ કરવામાં આવ્યા છે. જેમાં કોન્ટ્રાકટમાં તમામ માહિતી ઉપલબ્ધ હોય છે.

5. ટૂંકમાં, લેખકોએ સંપૂર્ણ કોપીરાઇટ્સ આપીને પોતાની રચના વેચી દેવાથી દૂર રહેવું જોઈએ. જે રચનામાંથી તમે પ્રતિલિપિ પ્રીમિયમમાં આજીવન આવક મેળવી શકો, અલગ અલગ ફોર્મેટ્સમાં રચનાનું રૂપાંતરણ થાય તો તેમાંથી પણ આવક મેળવી શકો, તે રચનાને ટૂંકાગાળાના ફાયદા માટે શા માટે દૂર કરવી? ઉપરાંત ઘણાં લેખકો ભવિષ્યની શક્યતાઓથી અજાણ છે. આજે AI ના આટલા ઝડપી વિકાસના લીધે આવનારા વર્ષોમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રચનાઓનું ભાષાંતર ઘણું સરળ થઈ જશે. એક ફોર્મેટમાંથી અન્ય ફોર્મેટમાં કનવર્ઝન પણ સરળ બનશે. એટલે એકસાથે એક કરતાં વધુ ભાષાઓમાંથી આવક મેળવવી પણ શક્ય બનશે.

6. તમારા દ્વારા થયેલા કોઈપણ કોન્ટ્રાકટ કે અન્ય પ્લેટફોર્મ દ્વારા તમને મળતા કોઈપણ કોન્ટ્રાકટને સમજવા માટે તમે તમારા ઓળખીતા વકીલનો સંપર્ક કરી શકો છો અથવા [email protected] પર વિગતવાર મેઈલ કરીને પ્રતિલિપિ આઈપી ટીમનો સંપર્ક કરી શકો છો.