pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

📚 મહત્વપૂર્ણ અપડેટ: પ્રતિલિપિ પ્લેટફોર્મમાં રચના પ્રકાશિત કરવા અંગેની ગાઈડલાઈન્સ 📚

10 સપ્ટેમ્બર 2024

પ્રતિલિપિ પ્લેટફોર્મમાં વાર્તા અને પાત્રોના દ્રશ્ય દર્શાવતી વખતે એક લેખક તરીકે તમારા પર ખૂબ મોટી જવાબદારી છે. તમારું લેખન સમાજને નવી દિશા આપતું હોય છે. તેથી નીચેની ગાઈડલાઈન્સ પર અચૂક ધ્યાન આપશો. નીચેની ગાઈડલાઈન્સ ભંગ કરવા બદલ પ્રતિલિપિ ટીમ તપાસ કરીને લેખકને વોર્નિંગ આપીને કે, આપ્યા વિના રચના અથવા એકાઉન્ટ સીધું બ્લોક કરી શકે છે.

 

📸 વાચકોને આકર્ષવા માટે સેન્સેટીવ / સંવેદનશીલ / અશ્લીલ લાગી શકે તેવા કવર ઈમેજ અને શીર્ષક રાખવાનું ટાળો. 

 

🚫 હિંસા, બળાત્કાર, બળજબરી, બિન-સહમતિ શારીરિક સંબંધ, જેવી કોઇપણ ઘટનાને સામાન્ય ગણીને લખવાનું ટાળો. જો તમે કાનૂની અપરાધ હોય તેવી ઘટના લખો છો તો, જે-તે પાત્રને એ મુજબ સજા મળતી દર્શાવીને સમાજને યોગ્ય દિશા બતાવો. 

 

⚠️ પાત્રોના ડાયલોગ કે, લેખક તરીકે તમે જે પણ લખાણ લખો તેમાં અભદ્ર ભાષા, અશ્લીલ શબ્દો કે, શારીરિક અંગોના નામ જે સામાન્ય બોલચાલમાં ઉપયોગમાં લેવાતા નથી તે હોવા જોઈએ નહીં. લેખક તરીકે તમને આ બાબતનું જ્ઞાન હોવું આવશ્યક છે. તમારી રચના કોઇપણ ઉંમરના વ્યક્તિ વાંચે છે એટલે સમાજના મોટાભાગના હિસ્સાને ધ્યાનમાં રાખીને લખવું જરૂરી છે. 

 

🔞 આ વાર્તા એડલ્ટ છે, 18+ લોકોએ વાંચવી કે, 18+ ટેગ / ઈમોજીસ મૂકીને ખોટી દલીલ કરવી કે તમે પહેલેથી વાચકોને ચેતવણી આપી હતી, તેવી કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તમારી આવી રચનાઓ સંપૂર્ણપણે દૂર કરશો અથવા તેમાં યોગ્ય સુધારા કરશો. 

 

⚡ જો તમે ઇરોટિક / શૃંગારિક રચના લખો છો, જે સાહિત્યનો ભાગ છે તો તે પ્રકાશિત કરતા પહેલા ખૂબ જ ધ્યાન રાખશો. તેમાં શૃંગાર શબ્દો અને અશ્લીલ શબ્દો વચ્ચેનો ફર્ક સમજશો. ઉપરાંત ખૂબ જ સંવેદનશીલ દ્રશ્યોને તાત્કાલિક તમારી વાર્તાઓમાંથી દૂર કરીને યોગ્ય એડિટ કરશો. જો તમારી કોઈ ધારાવાહિક વાર્તા સુધારા કરવા તમારા માટે પણ લોક છે અને આ બાબતે તમારે તેમાં સુધારા કરવા પડે એમ છે તો, અમારો સંપર્ક કરશો. 

 

❌ જો તમને શૃંગારિક શ્રેણી વિશે જાણકારી ન હોય તો આ શ્રેણીમાં લખવાનું ટાળશો. તમારી એક ભૂલ તમારી પ્રોફાઇલ પર અસર કરી શકે છે. તમે સામાન્ય રીતે પ્રેમ શ્રેણી કે કોઇપણ શ્રેણીમાં પાત્રો વચ્ચે રોમાન્સ દર્શાવતું દ્રશ્ય લખો તો તેમાં તમારે શબ્દ અને ભાષાની મર્યાદા જાળવી રાખવી જરૂરી છે. રોમેન્ટિક વાર્તા કે દ્રશ્ય ચોક્કસ લખી શકાય પરંતુ તેમાં દરેક એક્શન સમજાવવાની કે વધુ ઊંડાણથી લખવાની જરૂર નથી જે વાર્તાને અશ્લીલ બનાવે.

 

🛑 શૃંગારિક રચના, અશ્લીલ રચનાના રૂપમાં વાચકોને ખોટી રીતે આકર્ષવા લખવામાં આવી છે કે, તે વાસ્તવમાં વાર્તાના પ્લોટ મુજબ શૃંગારિક છે, એટલે કે કઈ રચના શૃંગારિક ગણવી અને કઈ અશ્લીલ ગણવી તે પ્રતિલિપિ નક્કી કરશે અને તે મુજબ એક્શન લેશે. કારણ કે, શૃંગારિક રચના સાહિત્યની મર્યાદામાં લખાયેલ છે કે પછી સાહિત્યની સીમાઓ ઓળંગીને લખવામાં આવી છે, તે બે જુદાજુદા લોકો માટે અલગ હોય શકે. તેથી પ્રતિલિપિનો નિર્ણય અહીં અંતિમ રહેશે. ટૂંકમાં, પ્રતિલિપિમાં શૃંગારિક રચના લખતી વખતે તે શ્રેણીમાં ઊંડું ઉતરવાનું ટાળશો.

 

💖 આપણી પાસે ઘણી થીમ ઉપલબ્ધ છે. અમે અમારા લેખકોને હંમેશા નવી નવી થીમ અને પ્લોટ લાઈન શોધવા પ્રોત્સાહિત કરીએ છીએ જે તમને ઉપરોક્ત બાબતોથી દૂર રહીને સારી એવી વાર્તાઓ લખવા પ્રેરે છે. એક લેખક તરીકે તમારી પાસે લોકોના દૃષ્ટિકોણને પ્રભાવિત કરવાની શક્તિ છે. તમારે આ શક્તિનો ઉપયોગ ખૂબ જવાબદારીપૂર્વક કરવો જોઈએ. 

 

✍️ જો તમને તમારી શૃંગારિક રચના અંગે પ્રશ્ન અથવા મૂંઝવણ હોય તો તમારી રચનાની લિંક સાથે અમારો સંપર્ક જરૂર કરશો.

 

😊 ચાલો આપણે સૌ સાથે મળીને પ્રતિલિપિ કોમ્યુનીટીને બેસ્ટ બનાવીએ!

 

🎉 રસપ્રદ વાર્તાઓ લખતા રહીએ!

 

સાદર,

ટીમ પ્રતિલિપિ