pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગોલ્ડન બેજ લેખકો માટે 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' વિશેની મહત્વપૂર્ણ અપડેટ

01 ઓગસ્ટ 2023

અમારા લેખકોની આવક વધે એ માટે અમે એક પગલું આગળ જઈ રહ્યા છીએ. તેથી જો તમે ગોલ્ડન બેજ ધરાવતા લેખક છો, તો સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ રહેલી તમારી ધારાવાહિકમાં અમારા નવા બદલાવ કેવી રીતે અસર કરશે તે જાણીએ ->


1. પ્રતિલિપિ પર આવક મેળવવાના ફીચર્સમાં શું બદલાવ છે?

- અમને જણાવતા આનંદ થાય છે કે અમે તમામ ગોલ્ડન બેજ ધરાવતા લેખકો માટે આવક ઊભી કરવાની સમાન તક લાવી રહ્યા છીએ. હવે પ્રતિલિપિ ટીમ તમારી ધારાવાહિક તપાસીને પ્રીમિયમ વિભાગમાં ઉમેરે તે માટે રાહ જોવાની જરૂર નથી. તમે ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ તમારી પૂર્ણ અથવા શરૂ ધારાવાહિકને જાતે ઉમેરી શકશો. આ બદલાવથી આવકની તક તરત મળશે. તેથી સૌપ્રથમ ખાતરી કરશો કે તમે પ્લે સ્ટોર પર જઈને પ્રતિલિપિ એપ અપડેટ કરી છે.

 

2. સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ રહેલી મારી શરૂ ધારાવાહિકમાં શું બદલાવ આવશે? 

- જે ધારાવાહિક હાલ સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ છે તે તમામ ધારાવાહિક આપોઆપ ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ સમાવિષ્ટ થશે. જેમાં ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. 16માં ભાગથી તમારી ધારાવાહિક લોક થઇ જશે. 

 

3. આ બદલાવ શા માટે? જુના ફિચર કરતા આ અલગ કઈ રીતે છે?

- પ્રતિલિપિ પ્રીમિયમ દ્વારા લેખકોને વધુ આવક મળે તે માટે અમે આ બદલાવ લાવી રહ્યા છીએ! અત્યાર સુધી જ્યારે તમે સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ ધારાવાહિક લખો છો ત્યારે નવો પ્રકાશિત ભાગ 5 દિવસ સુધી લોક રહે છે. 5 દિવસ પછી તે ભાગ બધા વાચકો માટે અનલોક થઈ જાય છે, માટે ધારાવાહિક પૂર્ણ થઈ ગયા પછી નવા વાચક તમારી પ્રોફાઈલ પર આવીને બધા ભાગ લોક વિના વાંચી શકે છે. જેથી, તમે તેમાંથી આવક મેળવી શકતા નથી. આ બદલાવ પછી, તમે શરુ અને પૂર્ણ બધી ધારાવાહિકને 16માં ભાગથી તમામ નોન-પેઈડ વાચકો માટે લોક રાખી શકશો. જેથી, પ્રીમિયમ સબસ્ક્રાઈબર્સ વધી શકશે અને પરિણામે આવક પણ વધશે.

- ઉ.દા. તરીકે, જો તમારી 50 ભાગની શરુ ધારાવાહિકમાં છેલ્લા 2 નવા ભાગ 5 દિવસ માટે લોક છે, તો જે વાચકોએ તમારી આ ધારાવાહિક નથી વાંચી તેના માટે પણ શરૂઆતના 48 ભાગ અનલોક છે. તેવા વાચક આ બધા ભાગ ફ્રીમાં વાંચી શકશે. તેમાંથી તમને કોઈ આવક મળતી નથી. આ નવા બદલાવ સાથે ધારાવાહિક બધા વાચકો માટે 16માં ભાગથી લોક થઈ જશે. જેથી વધુ લોક ભાગ > વધુ આવક મેળવવાનો રસ્તો! 

- જ્યાં સુધી વાચક પહેલા 15 ભાગ વાંચશે નહીં ત્યાં સુધી આગળના ભાગ અનલોક થશે નહીં. એટલે ભાગ પ્રકાશિત થયા બાદ 5 દિવસમાં અનલોક થવાના બદલે, દરેક વાચકની વાંચન પ્રક્રિયાના આધારે તેના માટે અનલોક થશે, જે રીતે પૂર્ણ પ્રીમિયમ રચનાઓમાં ભાગ અનલોક થાય છે.

 

4. વાચકો ધારાવાહિક કેવી રીતે વાંચી શકશે?

- દરેક શરુ પ્રીમિયમ ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે.

- 16માં ભાગથી ધારાવાહિકને અનલોક કરવા માટે વાચકો પાસે નીચેના વિકલ્પો ઉપલબ્ધ રહેશે:

(1) પ્રીમિયમ અથવા સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે.

(2) સિક્કાથી ભાગ અનલોક કરી શકશે.

(3) જે વાચકો ફ્રીમાં વાંચવા માંગતા હોય તેઓ નવો ભાગ બીજા દિવસે અનલોક કરી શકશે.

 

5. હું ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ મારી શરૂ ધારાવાહિક કેવી રીતે ઉમેરી શકું?

- જો તમારી શરૂ ધારાવાહિક અત્યારે સબસ્ક્રિપ્શનનો ભાગ હશે તો તે ધારાવાહિક આપોઆપ ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ આવી જશે અને ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ અનલોક થઇ જશે. 16માં ભાગથી ધારાવાહિક લોક થઇ જશે.

- જો તમે આ ફીચર લાગુ થયા બાદ નવી ધારાવાહિક લખવાની શરૂઆત કરો છો તો તેમાં શરૂઆતના 15 ભાગ અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિક લોક થઇ જશે. 

- 16મો ભાગ પ્રકાશિત થવા પહેલા તમને ધારાવાહિકને ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ ઉમેરવાનો વિકલ્પ જોવા મળશે નહીં.

 

6. હું ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ મારી પૂર્ણ ધારાવાહિક કેવી રીતે ઉમેરી શકું?

- તમે જાતે ધારાવાહિકને 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ ઉમેરી શકશો:

(1) પ્રતિલિપિ એપમાં ‘લખો’ વિભાગમાં જાઓ.

(2) અહીં જે-તે ધારાવાહિક પર ક્લિક કરો.

(3) અહીં ‘માહિતી સુધારો’ વિકલ્પ પર ક્લિક કરશો. 

(4) અહીં તમને ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરવાનો વિકલ્પ જોવા મળશે. જેના દ્વારા તમે ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરી શકશો.

- એકવાર તમે ધારાવાહિકને આ પ્રોગ્રામ હેઠળ ઉમેરશો ત્યારબાદ 24 કલાકની અંદર આ વિશેનો કન્ફરમેશન મેસેજ તમને મળશે અને ધારાવાહિક લોક થઈ જશે.

 

7. મારી પાસે ગોલ્ડન બેજ છે, પરંતુ મારી ‘શરુ ધારાવાહિક’ જે સુપરફેન સબસ્ક્રિપ્શનનો ભાગ નથી, શું હું એ ધારાવાહિક આમાં ઉમેરી શકું? 

- હા, તમે ઉપરના સ્ટેપ્સ અનુસરીને ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરી શકશો.

 

8. હું ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામમાંથી મારી ધારાવાહિક કેવી રીતે દૂર કરી શકું?

- ‘પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ રહેલી ધારાવાહિક તમે જાતે પ્રોગ્રામમાંથી દૂર કરી શકશો નહીં. 

- ‘લખો’ વિભાગમાં જઈને ધારાવાહિકના ‘માહિતી સુધારો’ પેજમાં ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરવાના વિકલ્પમાં 'ના' પસંદ કરતા અમારી ટીમ પાસે ધારાવાહિકને પ્રોગ્રામમાંથી દૂર કરવાની વિનંતી આવશે. જેના માટે અમારી ટીમ 72 કલાકની અંદર સંપર્ક કરીને તમને મદદ કરશે. 

 

9. શા માટે હું જાતે ધારાવાહિકને પ્રોગ્રામમાંથી દૂર કરી શકું નહીં?

- જ્યારે વાચકો મૂલ્ય ચૂકવીને વાંચન કરતા હોય ત્યારે ખાસ અમે અમારા વાચકોને વાંચનમાં સતત સારો અનુભવ મળે એ માટે કાર્ય કરીએ છીએ. પ્રોગ્રામમાંથી અચાનક ધારાવાહિક દૂર થઇ જાય એટલે ભાગ લોક/અનલોક થાય જેનાથી વાચકોનો અનુભવ ખરાબ થાય છે. તેથી અમે લેખકોને પણ હંમેશા એજ સૂચન કરીએ છીએ કે વાચકોના અનુભવને નુકસાન ન પહોંચે એના માટે ધારાવાહિકને પ્રોગ્રામમાંથી દૂર કરશો નહીં.

 

10. આ નવા બદલાવ સાથે શું ધારાવાહિક લેખન પ્રક્રિયામાં કોઈ ફેરફાર થયો છે?

- 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ રહેલી શરુ ધારાવાહિકના તમામ બદલાવ આ મુજબ છે:

(1) ધારાવાહિકના પ્રકાશિત ભાગ ડ્રાફ્ટ કે ડિલિટ કરી શકાશે નહીં.

(2) ધારાવાહિકમાંથી ભાગ બહાર કાઢવા કે બહારના પહેલેથી પ્રકાશિત ભાગ ધારાવાહિકમાં ઉમેરી શકાશે નહીં.

(3) ધારાવાહિકના ભાગના ક્રમ બદલી શકાશે નહીં. તેથી ભાગના ક્રમ મુજબ જ પહેલેથી ડ્રાફ્ટ બનાવશો. જેથી પ્રકાશિત થયા બાદ ભાગના ક્રમ બદલવાની જરૂર પડે નહીં. 

(4) ‘લખો’ વિભાગમાં જઈને ધારાવાહિકના દરેક ભાગમાં 'સુધારો કરો' વિકલ્પ પહેલાની જેમ જ શરૂ રહેશે.

(5) ધારાવાહિકના દરેક ભાગમાં શિડ્યુલ કરવાનો વિકલ્પ પહેલાની જેમ જ શરૂ રહેશે.

- જોકે કોઈપણ ભાગ ડ્રાફ્ટ/ડીલીટ/રિ-ઓર્ડર કરવા માટે તમે તમામ માહિતી સાથે એપમાં રિપોર્ટ કરીને અમારો સંપર્ક કરી શકો છો.

 

11. ધારાવાહિક લેખનમાં ઉપરોક્ત અવરોધ/બદલાવ શા માટે?

- ઉપરોક્ત તમામ બદલાવ લોક/અનલોક ભાગની સિસ્ટમ વાચકો માટે વ્યવસ્થિત રીતે શરૂ રહે અને વાચકોનો અનુભવ સારો રહે તે માટે જરૂરી છે. પ્રીમિયમ વાચકો અથવા સુપરફેન્સ જ્યારે લોક ભાગ વાંચવાના શરુ કરે છે ત્યારે તેમના વાંચન અનુભવમાં કોઇપણ અવરોધ/ખલેલ ન પહોંચે તે માટે જરૂરી છે.

 

12. 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ રહેલી મારી શરૂ ધારાવાહિક પૂર્ણ થયા બાદ હું એનું સ્ટેટ્સ 'સમાપ્ત' કરું તો શું થશે?

- તમારી ધારાવાહિક 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ યથાવત રહેશે. રચના 16માં ભાગથી લોક રહેશે. જોકે પૂર્ણ ધારાવાહિકનું સ્ટેટ્સ 'સમાપ્ત' કરતા રિકમેન્ડેશન સિસ્ટમને ધારાવાહિક પૂર્ણ થયાની જાણ થશે. જેથી જ્યારે  પણ ધારાવાહિક પૂર્ણ થાય ત્યારે 'માહિતી સુધારો' વિકલ્પમાં જઈને ધારાવાહિકનું સ્ટેટ્સ 'સમાપ્ત' કરવું જોઈએ. 

 

13. શું મારા સુપરફેન્સ અને પ્રીમિયમ વાચકોના વાંચન અનુભવમાં કોઈ ફેરફાર થશે?

- ના, તેમના માટે ભાગ અનલોક જ રહેશે.

 

14. શું પ્રીમિયમ પ્રોગ્રામ હેઠળ રહેલી મારી પૂર્ણ ધારાવાહિકમાં કોઈ ફેરફાર થશે?

- ના, તેમાં કોઈ બદલાવ આવશે નહીં.

 

15. આ નવા ફીચર/બદલાવના લીધે મને આવક અને વાચકોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા લાગે છે! શું એવું ખરેખર થશે?

- આ નવા ફીચરનો મુખ્ય હેતુ લેખકોની આવક વધારવાનો છે. જોકે શરૂઆતમાં વાચકોની સંખ્યા અને આવકમાં થોડા ઘણા ફેરફાર આવે તો એ સામાન્ય છે. તેનાથી ગભરાવાની જરૂર નથી.

- શરૂઆતના 15 ભાગ એકસાથે વાંચ્યા બાદ આ બદલાવથી વાચકોને લોક ભાગ વધુ જોવા મળશે. જેથી નિયમિત વાંચન માટે વાચકો સબસ્ક્રિપ્શન તરફ પ્રેરાશે. જો તમારી ધારાવાહિક નિયમિત હશે અને દરેક ભાગ ખરેખર રસપ્રદ અને વાચકોને આકર્ષી શકે એવા હશે તો આવક એ વાચકોના પ્રેમ રૂપે ચોક્કસ મળશે.

- જે વાચકો સબસ્ક્રિપ્શન લેવા માંગતા નથી તેઓ સિક્કા દ્વારા અથવા ફ્રીમાં પણ વાંચન કરી શકશે. તેથી વાચકોની સંખ્યા શરૂઆતમાં ઓછી થયેલી જણાય તો એ સામાન્ય છે, પરંતુ લાંબા ગાળે પેઈડ વાચકોની સંખ્યા વધતા આવકમાં અવશ્ય વધારો થશે. 

 

16. સ્પર્ધા હેઠળ શરુ મારી ધારાવાહિક પર પણ આ બદલાવ લાગુ પડશે?

- હા, પણ નિશ્ચિંત રહેશો, તેનાથી સ્પર્ધામાંથી તમારી રચના દૂર નહીં થાય.

 

17. મારી શરુ ધારાવાહિકના બધા ભાગ અનલોક થઈ ગયા છે, શું મારી ધારાવાહિક સબસ્ક્રિપ્શનમાંથી બહાર થઈ ગઈ છે?

- ના, જો તમારી શરુ ધારાવાહિકમાં ભાગની સંખ્યા 15 કે ઓછી હશે તો ભાગ 5 દિવસમાં અનલોક થવાની જગ્યાએ 15 સુધીના તમામ ભાગ અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિક લોક થઈ જશે.

 

18. મારી શરુ ધારાવાહિકના ભાગ ફરી લોક થઈ ગયા છે, એવું કેમ?

- જો તમે તમારી પ્રોફાઈલમાં જઈને ધારાવાહિક પર પ્રીમિયમ/ડાયમંડનું ચિન્હ જોઈ શકો છો તો એનો અર્થ છે કે ધારાવાહિક પ્રીમિયમનો ભાગ છે. તેથી તેમાં 16માં ભાગથી ધારાવાહિક લોક છે. જોકે એક લેખક તરીકે તમારા માટે તમારી ધારાવાહિક હંમેશા અનલોક રહેશે.

 

19. 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ ઉમેરાયેલી મારી નવી ધારાવાહિકમાં પ્રીમિયમ વાચકો દ્વારા મેળવેલી આવક હું ક્યાં જોઈ શકીશ?

- આ ફીચર હેઠળ ઉમેરેલી ધારાવાહિકમાં પ્રીમિયમ વાચકો દ્વારા મેળવેલી આવક તમે મહિનાના છેલ્લા દિવસે 'મારી આવક' વિભાગમાં જોઈ શકશો.

 

આ બદલાવ વિશે તમને અન્ય પ્રશ્ન હોય તો ચિંતા કરશો નહીં, એપમાં રિપોર્ટ કરીને વિગતવાર સમસ્યા જણાવશો. અમે ચોક્કસ તેના પર ધ્યાન આપીશું.

આશા છે કે, આ બદલાવથી નિયમિત લાંબી ધારાવાહિક લેખન દ્વારા તમારી આવકમાં વધારો થશે.

વાંચતા રહો, લખતા રહો.
ઓલ ધ બેસ્ટ!

ટીમ પ્રતિલિપિ.