pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

‘પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ 2.0

30 ઓગસ્ટ 2023

‘પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ 2.0’ માં જોડાવા માટે ખાસ આમંત્રણ!

 

કૃપા કરી સંપૂર્ણ મેસેજ ધ્યાનથી વાંચશો. આ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે સમજ્યા પછી તમારું નામ નોંધાવશો.

************************************

પ્રિય લેખક,

 

‘પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ’ની ભવ્ય સફળતા બાદ લેખકોના પ્રેમ અને નવું નવું શીખવાની ધગશથી પ્રેરાઈને અમે લાવી રહ્યા છીએ, 'પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ 2.0'. લેખનની દુનિયામાં આગળ વધવાની ઈચ્છા ધરાવતા હોય તેવા તમામ મહત્વાકાંક્ષી લેખકો માટે લાઈવ ટ્રેનિંગ પ્રોગ્રામ. આ એક્સક્લુઝિવ પ્રોગ્રામ 8 સપ્ટેમ્બર, 2023થી 7 દિવસ, લાઈવ ટ્રેનિંગ સાથે બિલકુલ ફ્રી રહેશે!

 

અમારા અગાઉના ‘પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ’માં 10 હજારથી વધુ પ્રતિભાશાળી લેખકોએ ભાગ લીધો હતો. આ વખતે નવી સીઝનમાં આપણે લેખનની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક જઈશું. તમારા તમામ લેખકમિત્રોને આ તક વિશે જણાવશો જરૂર.

************************************

પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામમાં કેવા વિષયો પર ટ્રેનિંગ આપવામાં આવશે?

 

1. લાંબી ધારાવાહિક માટેની યોજના અને પ્લોટની પસંદગી સાથે પ્લાન કેવી રીતે બનાવવો? 

2. વિવિધ શ્રેણી, રોમાંસ / સામાજિક / થ્રિલર / હોરર / ફેન્ટસી વગેરેમાં બેસ્ટસેલર વાર્તાઓ કેવી રીતે લખવી તેની ઊંડાણપૂર્વક ચર્ચા.

3. શા માટે પ્રતિલિપિ લાંબી ધારાવાહિક લખવા પર વધુ ધ્યાન આપે છે? તે તમારું જીવન કેવી રીતે બદલી શકે છે?

4. ઓનલાઈન પ્લેટફોર્મ પ્રતિલિપિના જગતમાં સફળ થવાના રહસ્યો શું? પ્રિન્ટ ઓન ડિમાન્ડના નામે બનતા અઢળક પુસ્તકોમાંથી આવક મળશે કે ઓનલાઇન હજારો વાચકો પાસેથી? 

5. તમારી ધારાવાહિકને 50+ ભાગમાં વધુ સરળતાથી કેવી રીતે લઈ જવી?

6. પ્રતિલિપિ એપ પરની સૌથી વધુ આવક મેળવનાર ધારાવાહિક અને સૌથી વધુ આવક મેળવનાર લેખકોની સિક્રેટ ટિપ્સ!

7. આગળ ન લખવાની ઈચ્છા કે રાઈટર્સ બ્લોકમાંથી સરળતાથી કેવી રીતે બહાર નીકળવું?

8. વાચકોને ધારાવાહિક સુધી કેવી રીતે લાવવા? વધુ આવક મેળવવા પ્રતિલિપિમાં લોક ધારાવાહિક કેવી રીતે પ્લાન કરવી?

ઉપરોક્ત વિષયો તથા અન્ય અમુક વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવશે.

************************************

પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામનો હેતુ શું છે?

 

અમે જોયું છે કે અમારા ઘણા લેખકોની કલમમાં તાકાત છે, પરંતુ તેમને ફક્ત પ્રીમિયમને લાયક લાંબી ધારાવાહિક લખવા અંગે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે! તેથી અમે આ એક્સક્લુઝિવ પ્રોગ્રામની નવી સીઝન લાવ્યા છીએ. જો તમે પણ આ પ્રોગ્રામમાં તમારું નામ નોંધાવો છો તો, તમને પ્રતિલિપિની ટીમ દ્વારા વાચકોને પસંદ આવે તેવી પ્રીમિયમને લાયક ધારાવાહિક કેવી રીતે લખવી એ અંગેની સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે. 

************************************

પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામમાં ભાગ લેવાથી મને શું ફાયદો થશે?

 

1. આ 7 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ટ્રેનિંગ મટિરિયલ્સ અને ટ્રેનિંગ વિડિયોઝ આજીવન સેવ રાખવાની તક

2. ટ્રેનિંગ પ્રોગ્રામમાં જણાવ્યા અનુસાર તમે ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરો તો પુરસ્કાર રૂપે પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ માટેનું ખાસ પ્રિન્ટેડ પ્રમાણપત્ર

3. ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાઈને દરેક સ્ટેપ્સ સમજ્યા બાદ ધારાવાહિક લખવાથી નિયમિત આવક

4. ટ્રેનિંગ પ્રોગ્રામમાં લખેલી ધારાવાહિકનું સ્પેશિયલ પ્રમોશન,

- પ્રતિલિપિ હોમપેજ

- ફેસબુક પેજ

5. કોલ/વોટ્સએપ દ્વારા ખાસ માર્ગદર્શન

************************************

પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ કેવી રીતે યોજાશે?

 

પ્રતિલિપિ દ્વારા 8 સપ્ટેમ્બર, 2023થી 7 દિવસ સુધી રોજ 1 કલાક ઓનલાઇન લાઈવ ટ્રેનિંગ સેશન યોજાશે. જેના માટે તમારું નામ નોંધાવીને તમે આ ટ્રેનિંગ સેશનમાં જોડાઈ શકશો. આ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી તમે પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ ધારાવાહિક લખી શકશો.  

************************************

શું તમે વાર્તાની દુનિયામાં આગળ વધવા તૈયાર છો?

 

પ્રતિલિપિ દ્વારા આયોજિત આ એક્સક્લુઝિવ પ્રોગ્રામમાં જોડાઈને તમારી લેખન દુનિયાને એક નવી ઉંચાઈએ લઈ જવાની આ ખાસ તક છે! ભારતના સૌથી મોટા ઓનલાઈન સ્ટોરી-ટેલિંગ પ્લેટફોર્મ પ્રતિલિપિ પાસેથી મેળવો ખાસ માર્ગદર્શન. ધારાવાહિક લખતી વખતે તમને કોઇપણ સમસ્યા આવે તો અમારી ટીમ માર્ગદર્શન અને સહાયતા માટે ઉપલબ્ધ રહેશે.

 

પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામનો ભાગ બનવા નીચેની લિંક પર ક્લિક કરી ફોર્મ હમણાં જ ભરીને તમારું નામ નોંધાવો!

https://forms.gle/Q971Cx2YeM8w8wab6

 

(નોંધ- આ ફોર્મ 7 સપ્ટેમ્બર, 2023 સુધી ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ નામ સ્વીકારવામાં આવશે નહીં. તેથી હમણાં જ ફોર્મ ભરીને તમારું નામ નોંધાવો!)

સાદર, 

પ્રતિલિપિ ફેલોશિપ ટીમ