
પ્રતિલિપિનમસ્કાર લેખકમિત્ર,
નવી ધારાવાહિક વાર્તા લખવા માટે વિચાર નથી આવી રહ્યા? નવી ધારાવાહિક કોઈ નવા પ્લોટ પર લખવાની કોશિશ કરવી છે? તો ખાસ તમારા માટે જ અહીં અમે વિવિધ પ્લોટ્સની યાદી આપી છે. આ પ્લોટ પર અથવા આ પ્લોટના આધારે નવા પ્લોટ બનાવીને લખો તમારી શ્રેષ્ઠ ધારાવાહિક વાર્તા!
1. રોમાન્સ નવલકથાઓથી લોકોનું દિલ જીતનાર એક પ્રખ્યાત લેખક કે જેણે અમુક વર્ષોથી લખવાનું બંધ કર્યું. તેની મુલાકાત એક દિવસ પુસ્તકની દુકાનના માલિક સાથે થાય છે. ધીમેધીમે તેઓ સારા મિત્ર બને છે. લેખકને લખવા માટે નવી પ્રેરણા મળે છે. બંનેને એકબીજા માટે લાગણી જાગે છે પરંતુ બંનેનો ભૂતકાળ અવરોધ બનીને એમની સામે ઊભો છે!
2. એક સફળ બિઝનેસવુમનની કંપનીમાં એક પ્રભાવશાળી યુવાન નોકરી કરવાની શરૂ કરે છે. બંનેની અણધારી મુલાકાતો થાય છે. વાતચીત - મળવાનું વધે છે, પરંતુ ફેમેલી સ્ટેટ્સ અને અતીત એમના સંબંધને મુશ્કેલ બનાવે છે.
3. પોતાનો મોટાભાગનો સમય અભ્યાસમાં આપીને કોલેજમાં પ્રથમ આવતી યુવતી તેની કોલેજના કેમ્પસમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરતા એક યુવાનના પ્રેમમાં પડે છે. તે યુવાન રમત-ગમતમાં કોલેજમાં પ્રથમ આવે છે. કોલેજના પ્રોફેસર તે બંનેને એક પ્રોજેક્ટ પર કાર્ય કરવા જણાવે છે. જેમાં એ બંનેને સાથે સમય વિતાવવો પડે છે. મિત્રો, પરિવાર, પોતાનું લક્ષ્ય, શું આ બધી બાબતો સાથે પ્રેમ સફળ થશે?
4. નિવૃત્તિના સમયે એક અનુભવી ડિટેક્ટીવ ફરી મેદાનમાં ઊતરે છે જ્યારે વર્ષો જૂનો એક સિરિયલ કિલર જેલમાંથી ભાગીને ડિટેક્ટીવના પરિવાર, મિત્રો અને નજીકના લોકોને નિશાન બનાવવાનું શરૂ કરે છે. ઘડિયાળના કાંટા ઝડપથી ફરી રહ્યા છે, મોત સામે આવી ગઈ છે. શું ડિટેક્ટીવનો ભૂતકાળ એના વર્તમાનનો અંત કરી દેશે?
5. દેશભરમાં થઈ રહેલી સામાન્ય લાગતી પણ અસામાન્ય હત્યાઓને ધ્યાનમાં લેતા ઓફિસરને ટૂંક સમયમાં ખ્યાલ આવે છે કે આ હત્યાઓ સરકાર પાડવા માટે થઈ રહેલું બહુ મોટું કાવતરું છે. માસ્ટરમાઇન્ડને પકડવા અને દેશને બરબાદ થતો બચાવવા ઓફિસર શરૂ કરે છે એક સિક્રેટ ઓપરેશન. શું તે બચાવી શકશે પોતાના દેશને?
6. શહેરથી દૂર એક હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ પર આવેલા એક વિદ્યાર્થીને ખબર પડે છે કે ત્યાં દર્દીઓનો ઉપયોગ ભયંકર રીતે મેડિકલ ઍક્સ્પરીમેન્ટ્સ માટે કરવામાં આવી રહ્યો છે. તે વિદ્યાર્થી આ રોકવા પ્રયાસ કરે છે પણ તે પોતે જ શિકાર બનવાની તૈયારીમાં હોય છે! શું તે પોતાનો જીવ બચાવી અન્ય દર્દીઓની મદદ કરી શકશે?
7. શહેરથી દૂર એક ટાપુ પર પાર્ટી હોય છે. છ - સાત મિત્રોનું ગ્રુપ પાર્ટીમાં જાય છે, પરંતુ ટૂંક સમયમાં જ બધાને ખ્યાલ આવી જાય છે કે તેઓ ત્યાં ફસાય ગયા છે. ટાપુથી પાછા જવાનો કોઈ રસ્તો નથી. બચવા માટે પાર્ટીના સાયકો હોસ્ટ દ્વારા બનાવવામાં આવેલી મોત જેવી જ ભયાનક ટ્વિસ્ટેડ ગેમ રમીને જીતવું પડશે!
8. એક યુવતી શ્રીમંત પરિવારના બાળકો માટે લિવ-ઇન કેરટેકર તરીકે નોકરી શરૂ કરે છે, પરંતુ ટૂંક સમયમાં જ તેની સાથે વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે અને તેને જાણ થાય છે કે બાળકો સામાન્ય નથી! તે ઘરમાં કાળા રહસ્યો સાથે આત્માઓ ફરી રહી છે. યુવતી ભાગવા પ્રયાસ કરે છે પરંતુ ઘર કોઈપણ રીતે ખુલતું નથી. શું તે પોતાને બચાવી શકશે?
9. યુવતી પાછલી રાત્રે શું થયું તેની યાદ વિના જાગે છે, તે યાદ કરવા પ્રયાસ કરે છે પરંતુ તેને યાદ આવતું નથી. થોડીવારમાં પોલીસ તેને એરેસ્ટ કરવા તેના ઘરે આવે છે. યુવતીએ રાત્રે કોઈનું મર્ડર કર્યાનો દાવો યુવતીનો પ્રેમી કરે છે!
10. યુવાનના જીવનમાં પરિવર્તન આવે છે જ્યારે તેની હાઇસ્કૂલની પ્રેમિકા વર્ષો બાદ શહેરમાં આવે છે. હવે યુવાનને તેની ગર્લફ્રેન્ડ અને જૂની પ્રેમિકામાંથી કોઈ એકને પસંદ કરીને જીવનમાં આગળ વધવાનું હોય છે. પોતાના વિચારો, બંને યુવતીના દિલની વાત, જીવનના લક્ષ્ય, આ બધા વચ્ચે કેવી રહેશે યુવાનની જિંદગી?
11. શહેરની યુવતીઓને ટાર્ગેટ બનાવતા એક સિરિયલ કિલરને શોધવા માટે એક યુવાન પોલીસને ઈન્ચાર્જ સોપવામાં આવે છે. તપાસ આગળ વધતા યુવાનને ખ્યાલ આવે છે કે ખૂની તેની કોઈ નજીકની વ્યક્તિ જ છે! અતીતના કાળા રહસ્યો પરથી પડદો હટાવવા અને હત્યાઓને રોકવા યુવાન બનાવે છે એક પ્લાન!
12. એક નવપરિણીત કપલ એક નવા ઘરમાં તેમના જીવનની શરૂઆત કરે છે, પરંતુ થોડા જ સમયમાં વિચિત્ર ઘટનાઓથી એ ઘર ઘેરાવા લાગે છે. પત્નીને ઘટનાઓની કડી જોડતા એક કાળા સાયાનો અંદાજો આવે છે જેનો રાઝ તેના પતિના અતીત સાથે જોડાયેલો હોય છે. પત્નીને તેના પતિ પર શંકા થતા તે તપાસ શરૂ કરે છે.
13. અણધારી રીતે યુવક અને યુવતીની મુલાકાત થાય છે. બંનેના વિચારો ન મળતા એકબીજા સાથે ફક્ત ઝઘડા થાય છે, પરંતુ ધીમેધીમે તેઓને એકબીજા માટે પ્રેમ જાગે છે. જેને સમજવો એ બંને માટે અઘરો પડે છે! પોતપોતાના લગ્નના એક દિવસ પહેલા એ બંને એકબીજાને દિલની વાત જણાવે છે.
14. બે ખાસ બહેનપણી એક જ યુવાનના પ્રેમમાં હોય છે. તે બંને એકબીજાની લાગણીથી અજાણ હોય છે. યુવાન માટે તે બંને યુવતીઓ ખાસ ફ્રેન્ડ હોય છે. બંને માંથી કોઈને દુઃખી કરવી એના માટે શક્ય નથી, પરંતુ જયારે બંને બહેનપણી એના પ્રેમ વિશે યુવાનને જણાવે છે ત્યારે યુવાનનો અઘરો સમય શરૂ થાય છે.
15. મિત્રોનું ગ્રુપ ફરવાના સ્થળે એક પ્રાચીન ખંડેર શોધે છે, પરંતુ જેમ જેમ તેઓ તેમાં ઊંડા ઉતરે છે, તેઓને ખ્યાલ આવે છે કે તે માત્ર ખંડેર જ નથી પરંતુ એક શાપિત સ્થળ છે. જેમ જેમ તેઓ તેના રહસ્યોને ઉજાગર કરે છે, તેઓને વિચિત્ર ઘટનાઓ અને ભયાનક શક્તિઓનો સામનો કરવો પડે છે. શ્રાપથી બચવા અને બધાનો નાશ થાય એ પહેલા તેઓ ભાગવાની યોજના બનાવે છે.
ધારાવાહિક વાર્તા સરળતાથી કેવી રીતે લખવી તે જાણવા અહીં ક્લિક કરીને અમારા એક્સક્લુઝિવ સેશન તપાસો.
અહીં ક્લિક કરીને પ્રતિલિપિની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લો.