
પ્રતિલિપિનમસ્કાર લેખક મિત્રો,
ઘણા લેખકોને TDS વિશે પ્રશ્ન હોય છે અને તમારી આવક અથવા ઇવેન્ટ પ્રાઇઝમાંથી રકમ કેમ કાપવામાં આવે છે તે જાણવાની ઈચ્છા હોય છે. આ બ્લોગમાં TDS શું છે, તે શા માટે લેવામાં આવે છે અને પ્રતિલિપિ પર મળતા જુદા જુદા પેમેન્ટ માટે તે કેવી રીતે લાગુ પડે છે તે ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે.
TDS નો અર્થ Tax Deducted at Source એટલે કે તમને પૈસા મળતા પહેલાં થતી કર કપાત. આ ભારતમાં ઇન્કમ ટેક્સ ઍક્ટ હેઠળ બનાવેલો સરકારી નિયમ છે. TDS કેટલા ટકા લાગશે અને પછી તમે તેને રિફન્ડ રૂપે ક્લેઇમ કરી શકશો કે નહીં, તે તમે કયા પ્રકારનું પેમેન્ટ મેળવો છો તેના પર આધારીત છે.
જ્યારે પ્રતિલિપિ પર તમારી કુલ આવક એક ફાઇનાન્શિયલ યર (1 એપ્રિલ થી 31 માર્ચ) દરમિયાન ₹30000 સુધી પહોંચે છે, ત્યારે 10% TDS કાપવાનું શરૂ થાય છે.
ઉદાહરણ તરીકે
જ્યારે પ્રતિલિપિ પર તમારી કુલ આવક એક ફાઇનાન્શિયલ યર (1 એપ્રિલ થી 31 માર્ચ) દરમિયાન ₹30000 સુધી પહોંચી જાય છે, ત્યારે 10% TDS કાપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે એપ્રિલ થી ઑગસ્ટ સુધી દર મહિને ₹5000 કમાઓ છો તો તમારી કુલ આવક ₹25000 થાય છે. ત્યારબાદ સપ્ટેમ્બર માં તમે વધુ ₹5000 કમાઓ છો તો કુલ આવક ₹30000 થાય છે. જેમ જ તમારી આવક ₹30000 પાર કરે છે, તેમ આ આખા ફાઇનાન્શિયલ યર માટે તમારી કુલ આવક પર 10% TDS લાગુ પડે છે. તેનું મતલબ કે ₹30000 નો 10% એટલે ₹3000 TDS તરીકે કાપવામાં આવશે. એટલે સપ્ટેમ્બર મહિને તમને ₹5000 ની જગ્યાએ ફક્ત ₹2000 જ મળશે.
આગળના મહીનાઓમાં પણ ફાઇનાન્શિયલ યર પૂરુ થાય ત્યાં સુધી તમારા દરેક પેઆઉટમાંથી 10% TDS કપાત ચાલુ રહેશે.
તમારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની મદદથી તમારી ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની રહેશે. તમારી રિટર્ન પ્રોસેસ થયા પછી કાપવામાં આવેલ TDS ની રકમ તમારા બેંક એકાઉન્ટમાં પરત મોકલવામાં આવશે.
તમામ TDS સર્ટિફિકેટ્સ હાલનું ફાઇનાન્શિયલ યર પૂરુ થાય તેના પહેલાં તમને આપવામાં આવશે. ઉપરાંત, તમને આ સર્ટિફિકેટ્સ દર ત્રણ મહિને (ક્વાર્ટર પ્રમાણે) પણ મોકલવામાં આવશે.
આવક અથવા પેમેન્ટ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે લેખકો હંમેશા એપ દ્વારા અમારો સંપર્ક કરી શકે છે.
ઇવેન્ટમાં મળતા ઇનામો અથવા સ્પર્ધાના પ્રાઇઝ પર પણ TDS લાગુ પડે છે, પરંતુ તેનો ટકા અલગ હોય છે.
જો એક ફાઇનાન્શિયલ યરમાં તમને ઇવેન્ટ અથવા સ્પર્ધાથી મળેલી કુલ ઇનામની રકમ ₹10000 કે વધુ થાય, તો તમારા ઇનામમાંથી 30% TDS કાપવામાં આવે છે. આ 30% સિવાય સરકારના નિયમ મુજબ વધારાના લાગુ પડતા ચાર્જ પણ ઉમેરાય છે, જે તમામ ઇનામની રકમો પર લાગુ પડે છે. આ તમામ ચાર્જ મળીને તમારી ઇનામની રકમમાંથી કાપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમે કોઈ સ્પર્ધામાં ₹5000 જીતો છો, તો તમારા પર કોઈ TDS લાગતું નથી, કારણ કે તમે હજી ફાઇનાન્શિયલ યરનું ₹10000 નું મર્યાદા-મૂલ્ય પાર કર્યા નથી.
જ્યારે એ જ ફાઇનાન્શિયલ યરમાં તમે વધુ ₹5000 જીતો છો, ત્યારે તમારી કુલ પ્રાઇઝ રકમ ₹10000 થાય છે. કારણ કે હવે તમે TDSની મર્યાદા સુધી પહોંચી ગયા છો, કુલ ₹10000 પર 30% TDS લાગશે. તેથી ₹10000માંથી ₹3000 TDS તરીકે કપાશે. એટલે બીજા ₹5000ના ઇનામમાંથી ₹3000 કપાઈને તમને ₹2000 મળશે.
જો આ જ ફાઇનાન્શિયલ યરમાં તમે વધુ કોઈ ઇનામ જીતશો, તો એની રકમ પર પણ 30% TDS લાગશે અને બાકી રકમ તમને ચૂકવવામાં આવશે.
આ 30% કપાત સરકારનો ફરજિયાત નિયમ છે અને પેમેન્ટ પ્રોસેસિંગ પહેલાં જ લાગુ કરવામાં આવે છે.
સરકારની કલમ 115BB મુજબ, આ TDS ની રકમ તમે પછીથી ક્લેઇમ કરી શકતા નથી અથવા રિફન્ડ પણ મળતું નથી, ભલે તમારી વર્ષભરની કુલ આવક ટેક્સની મર્યાદાથી ઓછી હોય. આવા ઇનામો પર સીધો 30% નો ટેક્સ લાગે છે અને આ ટેક્સ અંતિમ ગણાય છે. ટેક્સના નિયમો અનુસાર આવી આવકને “અન્ય સ્ત્રોતોમાંથી મળેલી આવક” તરીકે ગણવામાં આવે છે.
સ્પર્ધા અથવા ઇવેન્ટ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે, લેખકો [email protected] પર સંપર્ક કરી શકે છે.
ઇનકમ ટેક્સ ઍક્ટ અનુસાર કેટલાક પેમેન્ટ પર 10% TDS લાગુ પડે છે. પ્રતિલિપિમાં, તમારા PAN હેઠળ યોગ્ય ટેક્સ રિપોર્ટિંગ અને કાનૂની પાલન રહે તે માટે IP સંબંધિત તમામ પેમેન્ટ પર 10% TDS કાપવામાં આવે છે, ભલે પેમેન્ટની રકમ કેટલી પણ હોય.
ભલે એગ્રીમેન્ટમાં લખેલી પેમેન્ટ રકમ ₹1000 હોય, ₹5000 હોય, ₹18000 હોય અથવા કોઈપણ અન્ય રકમ હોય, દરેક કિસ્સામાં 10% TDS લાગશે. આ કપાત પેમેન્ટ તમને મોકલવામાં આવે તેના પહેલાં જ કરવામાં આવે છે.
TDS તમારા આપેલા PAN નંબર પર આધારિત રીતે કાપવામાં આવે છે, એટલે તમે ITR ફાઇલ કરતી વખતે આ રકમ પાછી ક્લેઇમ કરી શકો છો. કાપવામાં આવેલી આ રકમની વિગતો તમને ઇનકમ ટેક્સ પોર્ટલ પર તમારા ફોર્મ 26AS અથવા AIS માં પણ જોવા મળશે.
જ્યારે પણ એગ્રીમેન્ટ સાઇન થાય અને પેમેન્ટની રકમ નક્કી થાય, ત્યારે પેમેન્ટ પ્રોસેસનો ભાગ તરીકે 10% TDS આપમેળે કાપવામાં આવશે
IP અથવા એગ્રીમેન્ટ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે લેખકો [email protected] પર સંપર્ક કરી શકે છે.
નોંધ:
જો તમે તમારો PAN કાર્ડ આપ્યો ન હોય, અથવા PAN અપ્રચલિત હોય (જેમ કે આધાર સાથે લિંક ન હોય), અથવા PAN અમાન્ય હોય, તો TDS વધુ દરે કાપવામાં આવે છે, જે સામાન્ય રીતે 20% થી 30% સુધી હોઈ શકે છે.
જો તમારી સંપૂર્ણ વર્ષની આવક સરકાર દ્વારા નક્કી કરેલ ટેક્સ-મર્યાદાથી ઓછી હોય, તો નિયમિત આવક અથવા IP પેમેન્ટમાંથી કપાયેલા 10% TDS ને તમે ITR ફાઇલ કરતી વખતે ફરીથી ક્લેઇમ કરી શકો છો.
આ રકમ પાછી મેળવવા માટે, ફાઇનાન્શિયલ યર પૂરુ થયા પછી તમને તમારી ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવી પડે છે, જે સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે કરવામાં આવે છે.
તમારી ITR ફાઇલ કરતી વખતે, એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અથવા સર્ટિફાઇડ ટેક્સ પ્રોફેશનલની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે.
જ્યારે તમારી ITR ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા પ્રોસેસ થઈ જશે, ત્યારે કાપવામાં આવેલ TDS ની રકમ તમારા રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટમાં સીધી જ પરત મોકલવામાં આવશે.
તમે તમારા પરથી કેટલો TDS કાપવામાં આવ્યો છે તે તમે ઇનકમ ટેક્સ પોર્ટલ પર તમારા Form 26AS અથવા AIS માં જોઈ શકો છો. ઇનકમ ટેક્સ વેબસાઇટ લિંક:https://incometaxindia.gov.in/Pages/default.aspx)
કૃપા કરીને નોંધો કે સ્પર્ધા અથવા ઇવેન્ટમાં મળતા ઇનામ પર કાપવામાં આવતા 30% TDS ને પછીથી ક્લેઇમ કરી શકાતું નથી અને તે પરત પણ મળતું નથી. ઇનકમ ટેક્સ ઍક્ટની કલમ 115BB મુજબ આ ટેક્સ સીધો 30% ફિક્સ રેટ પર લાગુ પડે છે અને તેને બદલવામાં નથી આવતું.
TDS ઇનકમ ટેક્સ ઍક્ટ હેઠળનો કાયદેસરનો નિયમ છે અને તે તમારી કુલ આવક અથવા ઇનામની રકમના આધારે આપમેળે લાગુ પડે છે.
જો તમે પ્રતિલિપિ પર અનેક ભાષામાં લખો છો પરંતુ તમારા બધા અકાઉન્ટ્સમાં એક જ PAN જોડાયેલું છે, તો તમારી તમામ ભાષાઓની કુલ આવક અથવા ઇનામની રકમ એક સાથે જ ગણવામાં આવે છે અને તે એક જ PAN હેઠળ આવે છે.
ઉદાહરણ તરીકે, જો અલગ અલગ ભાષાઓમાં મળેલા તમારા કુલ પ્રાઇઝ ઇનામો એક ફાઇનાન્શિયલ યરમાં ₹10000 અથવા વધુ થાય, તો 30% TDS કાપવામાં આવશે.
સ્પર્ધામાં મળતા ઇનામ પર લાગતો TDS કુલ ઇનામની રકમના આધારે ગણવામાં આવે છે, એક જ સ્પર્ધા પર નહીં. જ્યારે તમારા કુલ ઇનામો ફાઇનાન્શિયલ યરમાં ₹10000 પાર કરે છે, ત્યારે 30% TDS સંપૂર્ણ લાગુ પડે છે.
જો એક ફાઇનાન્શિયલ યરમાં એકવાર TDS કપાઈ ગયું હોય અને તમે પછી ફરી ઇનામ જીતો છો, તો ટેક્સ તમારી આખી વર્ષની કુલ જીતેલી રકમને આધારે ફરી ગણવામાં આવશે. કાયદા મુજબ જેટલો વધારાનો TDS લાગશે તે તમારી જીતેલી નવી રકમમાંથી કાપવામાં આવશે.
તમારી કુલ આવક ટેક્સ લિમિટથી ઓછી હોય તો, તમે તમારી ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરીને તમારી નિયમિત આવક અથવા IP પેમેન્ટમાંથી કાપવામાં આવેલ 10% TDS પરત મેળવી શકો છો.
ઇવેન્ટમાં મળતા ઇનામ પર લાગતો 30% TDS અંતિમ હોય છે અને તેને પછીથી પરત મેળવી શકાતું નથી કે એડજસ્ટ પણ કરી શકાતું નથી.
કૃપા કરીને ધ્યાનમાં રાખો કે ઇવેન્ટ અથવા સ્પર્ધામાં મળતા ઇનામ પર કાપવામાં આવતા 30% TDS ને પછીથી ક્લેઇમ કરી શકાય તેમ નથી અને તે પરત પણ મળતું નથી. ઇનકમ ટેક્સ ઍક્ટની કલમ 115BB મુજબ આ ટેક્સ સીધું જ લાગુ પડતું ટેક્સ માનવામાં આવે છે.
પ્રતિલિપિને કાયદા મુજબ તમામ લેખક પેમેન્ટ્સ માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેથી TDS કાપવામાં આવ્યા પછી તેને પાછું ફેરવી શકાય નહીં કે અટકાવવામાં પણ આવી શકતું નથી.
જો તમને વર્ષના કોઈ પણ ક્વાર્ટર, એટલે કે ત્રણ મહિનાના સમયગાળાનો Form 16A જોઈએ, તો તમે અમને [email protected] પર ઈમેલ કરી શકો છો.
આશા છે કે આ માહિતીથી તમને પ્રતિલિપિ પર TDS કેવી રીતે કામ કરે છે તે સમજવામાં મદદ મળી હશે.
જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમારા પેમેન્ટ સંબંધિત મદદ જોઈએ તો કૃપા કરીને એપ દ્વારા અમારી ટીમને સંપર્ક કરો. અમે હંમેશા તમારી મદદ કરવા તૈયાર છીએ.
ટીમ પ્રતિલિપિ